મહેસાણામાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણીમાં બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા

બુદ્ધ પૂર્ણિમા નિમીતે ધમ્મ નગરયાત્રામાં નાનાં બાળકોએ વિવિધ પ્રકારની વેશભૂષા, પંચશીલ ધ્વજ, સમ્રાટ અશોક અને મહાબોધિ મુક્તિ આંદોલનનાં પ્લેકાર્ડ દર્શાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ગોધરામાં બગી સાથે નીકળેલી ધમ્મ ચારિકાએ આકર્ષણ જમાવ્યું

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વૈશાખ પુર્ણિમા/બુદ્ધપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ સર્કિટ હાઉસ પાસે આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી. ત્યારબાદ વિવિધ બેનર અને ફૂલોથી શણગારેલ બગી સાથે ધમ્મચારિકા યોજવામાં આવી હતી. ધમ્મચારિકા ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂથી નીકળી પ્રભા રોડ પર આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન પહોંચી હતી. જ્યાં સામૂહિક બુધ્ધ વંદના કરવામાં […]
Justice B R Gavai દેશના પહેલા બૌદ્ધ CJI બન્યાં

Justice B R Gavai એ દેશના 52મા મુખ્ય ન્યાયધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આ સાથે જ તેઓ બૌદ્ધ સમાજમાંથી આવતા દેશના પહેલા CJI બની ગયા છે.
ક્ષત્રિયોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડી ધામધૂમથી પરણાવ્યા

દલિત વરરાજાની જાનને ક્ષત્રિયોએ પોતાની હવેલીમાં ઉતારો આપ્યો. ઘોડીની લગામ પકડી રાખી વરરાજાને છેક મંડપ સુધી દોરી ગયા.
ડીસામાં દલિત સરપંચે 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

ડીસાના પાલડી ગામે રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો સાથે આભડછેટ રાખતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
કડીની દલિત દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરબારને આજીવન કેદ

નરાધમે ‘તારી માં મને છોડીને જતી રહી, હવેથી તું મારી પત્ની’ કહીને સગીરાનું શોષણ કર્યું હતું. કોર્ટે આજીવન કેદ અને 4 લાખ દંડની આકરી સજા ફટકારી.
પાટણમાં વૈશાખી પૂર્ણિમા નિમિત્તે SSD દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે પાટણ ખાતે સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા વિશાળ ધમ્મ ચારિકા અને ‘એક બોટલ રક્ત માનવતાને નામ’ અભિયાન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો હતો.