બોટાદમાં સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચનનું આયોજન કરાયું હતું. 3 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી અહીં વર્ષાવાસ પાવન પર્વ નિમિતે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચન લોક કલ્યાણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા બૌદ્ધ ઉપાસિકાઓ દિક્ષા બૌદ્ધ, પરી પરમાર, દ્રષ્ટિ વાઘેલા દ્વારા ત્રિશરણ, પંચશીલ, બુદ્ધ વંદના કરવામાં આવી હતી.
ત્યારબાદ વિનોદભાઈ ભાદરકા, કપિલ શ્રેષ્ઠી, અમરાભાઈ બથવાર, બોધિરાજ બૌદ્ધ દ્વારા ધમ્મ પ્રવચન આપવામાં આવેલ. ત્યારબાદ દુઃખ મુક્ત મનની શાંતિ માટે આનાપાન(મેડિટેશન) કરવામાં આવ્યું હતું. એ પછી વિનોદભાઈ ભાદરકાનું જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટની ખાતાકીય પરિક્ષા પાસ કરવા બદલ ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. હરેશભાઇ પરમારને પીજીવીસીએલ બોટાદ ખાતે પ્રમોશન મળવા બદલ તેમનું પણ ફુલહારથી સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ કાર્યક્રમના અંતે સુજાતા ભોજન સૌએ ગ્રહણ કરેલ.
કાર્યક્રમમાં બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશ રાઠોડ(વ્યવસ્થાપક, સમતા બુદ્ધ વિહાર) ખજાનચી હરેશભાઇ પરમાર, સભ્યશ્રી અમરાભાઈ બથવાર, વિનોદભાઈ ભાદરકા, પ્રવિણભાઇ ભાદરકા, પ્રવિણભાઇ વાઘેલા, ડાહ્યાભાઈ ચાવડા, અર્પિત મોઢેરા, જયાબેન પરમાર, પ્રતિભા બૌદ્ધ, નિરમાબેન પરમાર, હર્ષાબેન વાઘેલા, આરતિબેન ભાદરકા, કાન્તાબેન બોરીચા સહિત મોટી સંખ્યામાં બૌદ્ધ ઉપાસક-ઉપાસિકાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ABVP ના શિક્ષકે ‘કાવડ લેકર મત જાના’ ગીત ગાયું તો સસ્પેન્ડ કરાયા