સુરેન્દ્રનગર જિલ્લામાં જાતિવાદની ઘટનાઓઓ માઝા મૂકી છે. ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં દલિતો સાથે માથાભારે સવર્ણો ભેદભાવ ન દાખવતા હોય. એકબાજુ દુનિયા ટેકનોલોજી સહિતના દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે, બીજી તરફ ભારતના ગામડાઓ સતત અઢારમી સદીમાં ફેલાયેલા જાતિવાદ, અસ્પૃશ્યતા તરફ ધકેલાઈ રહ્યાં હોય તેવી સ્થિતિ છે.

લખતર તાલુકાના કેસરિયા ગામની ઘટના
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું કેસરિયા ગામમાં આવી જ એક અસ્પૃશ્યતાની ઘટના સામે આવી છે. જ્યાં ગામના જાતિવાદી સરપંચ દ્વારા દલિતવાસમાં છેલ્લાં 15 દિવસથી પાણી આપવા મુદ્દે ભેદભાવ કરવામાં આવતો હોવાથી મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે. કેસરિયામાં અનુ.જાતિ સમાજના 15-20 ઘરો આવેલા છે. અહીં અત્યાર સુધી નિમયિત રીતે પાણી આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લાં 15 દિવસથી સરપંચ દ્વારા પાણી આપવામાં આવતું નથી. જેના કારણે અનુ. જાતિ સમાજના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: લીંબડીના પરનાળામાં દલિતોના સ્મશાનમાંથી કંકાલ કાઢી ફેંકી દેવાયા

દલિતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
કેસરિયાના અનુ.જાતિ સમાજના લોકો દ્વારા આ મામલે સરપંચ, તલાટી, લખતર તાલુકા મામલતદાર, ટીડીઓ સહિતના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. અનુ.જાતિ સમાજના લોકોના ઘરોમાં છેલ્લાં 15 દિવસથી પાણી આવતું નથી. જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલાનો યોગ્ય નિકાલ કરવા માંગણી ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે અને આ સંદર્ભે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. જેને લઈને કલેક્ટરે પણ યોગ્ય કાર્યવાહીના આદેશો આપ્યા હોવાનું જાણવા મળેલ છે.
સુરેન્દ્ગનગર જિલ્લો જાતિવાદ માટે વગોવાયો છે
સુરેન્દ્રનગર જિલ્લો અહીંના ગામડાઓમાં ચાલતા જાતિવાદ અને ભેદભાવોને લઈને ભારે વગોવાયેલો છે. ખાસ કરીને લખતર, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, હળવદ અને વઢવાણ જેવા તાલુકાના ગામડાઓમાં ચોક્કસ જાતિના લોકો દ્વારા દલિતો સાથે ભેદભાવ દાખવવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. પોલીસ ખાતું બધું જાણતું હોવા છતાં રાજકીય દબાણને કારણે આવી ઘટનાઓમાં કોઈ પગલાં લેતું નથી. જેના કારણે દલિતોની સ્થિતિ કફોડી બની છે. દલિતો દાઢી-મૂછ રાખે તો માર મારવામાં આવે છે. લગ્નમાં ઘોડીએ ચડે તો હુમલો કરાય છે. પગમાં ચંપલ પહેરીને સવર્ણોની વસ્તીમાં જઈ શકાતું નથી. આવા અનેક ભેદભાવો-અત્યાચારો થાય છે.

કોળી સરપંચને દલિતો સાથે ભેદભાવ કરતા શરમ નહીં આવતી હોય?
કેસરિયાના સરપંચ નાગરભાઈ જરવરિયા કોળી સમાજમાંથી આવે છે. તેઓ દરબાર જાતિના વર્ષોથી સરપંચ પદે ચૂંટાતા શખ્સને હરાવીને સરપંચ બન્યા છે. ઓબીસી સમાજમાંથી આવતા સરપંચ દલિતો સાથે ભેદભાવ દાખવે તે કેવું? કેસરિયામાં દલિતોના 15 જેટલા ઘર છે. કોળી સમાજના પણ એટલા જ ઘર છે. જ્યારે દરબાર સમાજના 25 ઘર છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કેસરિયામાં દરબાર સમાજની વ્યક્તિ જ સરપંચ બનતી આવી છે.
પરંતુ પહેલીવાર દરબારને હરાવીને કોળી વ્યક્તિ સરપંચ બની છે અને તેઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે. ભેદભાવનું આ મોડેલ સવર્ણ હિંદુઓની મનૃસ્મૃતિમાંથી ઉતરી આવ્યું છે. અને તેમાં કેસરિયાના સરપંચની જાતિ શુદ્રમાં આવે છે. અર્થાત તેઓ ખુદ અસ્પૃશ્ય જાતિમાં આવે છે. અને છતાં તેઓ દલિતો સાથે ભેદભાવ કરે છે તે અસહ્ય છે.
આ પ ણ વાંચો: ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે











સરસ કામગીરી