DMK નેતાના પુત્રે પીઝા સ્ટોરના દલિત કર્મચારીને માર માર્યો

નેતાના પુત્રે કહ્યું, ઓર્ડર છેક મારી કારમાં આવીને આપજો. પીઝા સ્ટોરવાળાએ તે પ્રમાણે કર્યું છતાં ઓર્ડરમાં મોડું થયું હોવાનું કહીને દલિત કર્મચારીને માર માર્યો.
dalit youth beaten

પેરિયારની ભૂમિ તમિલનાડુમાં જાતિવાદની એક ઘટના બની છે અને તેમાં પેરિયારને પોતાના હીરો માનતી પાર્ટી ડીએમકેના નેતાના પુત્રની જ સંડોવણી સામે આવી છે. ઘટના તમિલનાડુના તિરુનેલવેલીની છે. જ્યાં પિઝા સ્ટોરમાં કામ કરતા એક દલિત કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ડીએમકે નેતાના પુત્ર અને તેના 16 વર્ષના સગીર મિત્રએ મળીને પિઝા શોપના કર્મચારી પર હુમલો કર્યો, જે અનુસૂચિત જાતિ સમાજનો હતો.

શું છે આખો મામલો?

આ ઘટના તિરુનેલવેલી શહેરમાં બની હતી. જેમાં ડીએમકેના એક પદાધિકારીના પુત્ર અને તેના 16 વર્ષના સગીર મિત્રએ મળીને પિઝા શોપના દલિત કર્મચારી પર હુમલો કર્યો. પોલીસે આ મામલે તત્પરતા દાખવી અને બંને આરોપીઓની ધરપકડ કરી તેમનું વાહન પણ જપ્ત કર્યું. મુખ્ય આરોપીની ઓળખ એ. એલ્વિન તરીકે થઈ છે, જે પલયમકોટ્ટાઈનો રહેવાસી છે.

આ પણ વાંચો: ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?

પોલીસે એ. એલ્વિનની ધરપકડ કરી હતી, સાથે તેનું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. પીરીથ નારાયણન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધારે પલયમકોટ્ટઈ પોલીસે એસસી એસટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી છે. જેમાં એક સગીરની અટકાયત કરવામાં આવી હતી અને તેને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો હતો. દસ્તાવેજોથી જાણવા મળ્યું કે એલ્વિન ગુનાહિત કેસોનો ઈતિહાસ ધરાવે છે.

દલિત કર્મચારીને હોસ્પિટલ લઈ જવાયો

ઉલ્લેખનીય છે કે, શહેરમાં ડીએમકેના પ્રાદેશિક સચિવ એન્ટોન ચેલ્લાદુરાઈ એલ્વિનના પિતા છે. એલ્વિન અને તેનો 16 વર્ષનો મિત્ર દીસતારાપેઈ એક ખાનગી પીઝા આઉટલેટ પર ગયા હતા. જ્યાં તેમણે કર્મચારીઓ સાથે દાદાગીરી કરી કે તેમનો ઓર્ડર છેક તેમની કારમાં આપવા આવવો પડશે. એ પછી તેમણે ઓર્ડર કર્યો હતો. જો કે તે આવતા થોડું મોડું થયું હતું. જેના કારણે એલ્વિનનો પિત્તો ગયો હતો અને

તેણે ઓર્ડર આપવા આવેલા કર્મચારી સામે દાદાગીરી કરી હતી. સામાન્ય રીતે પિઝા સ્ટોરમાં ઓર્ડર આવ્યા પછી જ વસ્તુ બનાવવામાં આવતી હોય છે. તે જાણતો હોવા છતાં એલ્વિને દાદાગીરી કરી હતી અને સ્ટોરમાં કામ કરતા દલિત યુવક નારાયણન પર હુમલો કરી દીધો હતો.

આ હુમલામાં નારાયણનને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે તિરુનેલવેલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ તમિલનાડુમાં જાતિ ભેદભાવના મુદ્દા પર ફરીથી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. ઘણા રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ આ ઘટનાની નિંદા કરી છે અને સરકારને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: દલિત યુવકને પોલીસ પકડી ગઈ, બે દિવસ પછી સીધી લાશ મળી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x