વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક એવી છાપ ઊભી કરવામાં આવી છે કે વડા પ્રધાન તરીકે તેઓ કદી રજા ભોગવતા નથી અને રોજના 18 કલાક કામ કરે છે. પરંતુ હકીકત શું છે? તેઓ ઉજ્જૈન, કાશી, કેદારનાથ, સોમનાથ વગેરે જેવાં ધાર્મિક સ્થળોએ પૂજા કે આરતી કરવા જાય એને શું કહેવાય?
આવાં ધાર્મિક સ્થળોની મુલાકાત નરેન્દ્ર મોદી લે છે અને તે સમયે આમ જુઓ તો તેઓ દેશના વડા પ્રધાન હોવા છતાં વડા પ્રધાન હોતા નથી એમ કહેવાય. એનું કારણ એ છે કે મંદિરોમાં દર્શન કરવાં કે દરગાહ પર ચાદર ચડાવવી એને દેશની શાસન વ્યવસ્થા કે વહીવટ સાથે કશો સંબંધ નથી.

મંદિરોમાં દર્શન કરવાં, ટીલાંટપકાં કરવાં કે આરતીઓ કરવી કે ધજા ચડાવવી કે અજમેર જઈને દરગાહ પર ચાદર ચડાવવી વગેરે એમનું અંગત ધાર્મિક કૃત્ય છે કે જેને દેશના વહીવટ સાથે કશી લેવાદેવા છે જ નહીં. એને એમની ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધ છે એટલું જ.
આ પણ વાંચો: પ્રિન્સિપાલે ધમકાવતા આદિવાસી વિદ્યાર્થી સ્કૂલના ત્રીજા માળેથી કૂદી ગયો

આટલા સવાલ નરેન્દ્ર મોદીનાં આવાં ધાર્મિક કૃત્યોમાંથી ઊભા થાય છે:
(૧) ધર્મસ્થાનોની મુલાકાતે જવું એ એમનો અંગત મામલો છે અને તેને દેશના વહીવટ સાથે કશો સંબંધ નથી, તો આવી મુલાકાતોનો ખર્ચ સરકારી તિજોરીમાંથી નહીં, પણ એમના અંગત પગારમાંથી થવો જોઈએ કે નહીં?
(૨) એવો બધો ખર્ચ જો સરકારી તિજોરીમાંથી થતો હોય તો એ એક ધર્મનિરપેક્ષ દેશમાં કેટલું યોગ્ય છે?
(૩) નરેન્દ્ર મોદી ધર્મસ્થાનોની મુલાકાતે જાય તો તેમણે કોઈ સરકારી કામ કર્યું એવું તો ન જ કહેવાય. તો તેમણે એ દિવસે રજા પાળી કહેવાય કે નહીં? એવી છાપ ઊભી કરવામાં આવી છે કે મોદી કોઈ રજા લેતા નથી. તો આવું બધું કર્યા કરે તો એ રજા પાળી ન કહેવાય તો શું કહેવાય?
(૪) નરેન્દ્ર મોદી આવી રીતે અંગત ધાર્મિક યાત્રાઓ કરે તેનો ખર્ચો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની તિજોરીમાં પડે એ કેટલું યોગ્ય કહેવાય? નરેન્દ્ર મોદી આરતી કર્યા કરે એનો ખર્ચ લોકોના ટેક્સમાંથી નીકળે તે કેટલું ઉચિત છે? નાગરિકોએ એનો વિરોધ કરવો જોઈએ કે નહીં?
આ પણ વાંચો: ‘સરકારને અમે આદિવાસી ન લાગતા હોઈએ તો DNA ટેસ્ટ કરાવો’
(૫) વડા પ્રધાન ધર્મસ્થાનોમાં જઈને દર્શન કરે, આરતી કરે કે ચાદર ચડાવે તેનાથી દેશને શો ફાયદો થાય? એનાથી વહીવટમાં કઈ ગુણવત્તા ઊભી થાય?
(૬) નરેન્દ્ર મોદી રોજના 18 કલાક કામ કરે છે એવો પ્રચાર કરવામાં આવ્યો છે. પણ એમાં એમની એવી ધાર્મિક ક્રિયાઓ કરવાના કલાકો અને તેને માટે થતા પ્રવાસના કલાકો બાદ કરવા જોઈએ કે નહીં?
આ પણ વાંચો: શું બાબરી મસ્જિદ નીચે એક સમયે બૌદ્ધ મંદિર હતું?
(૭) મોદીના આવા ધાર્મિક પ્રવાસો માટે રાજ્ય સરકારોએ ઘણો બધો સલામતી ખર્ચ કરવો પડે છે. એ રાજ્ય સરકારોના બજેટમાંથી થાય છે. એ ખર્ચ એમના અંગત પગારમાંથી વસૂલ થવો જોઈએ કે નહીં? વળી, એને માટે સરકારી કર્મચારીઓ અને પોલિસના અનેક કલાકો બરબાદ થાય છે. એ બધા કલાકો પેલા ૧૮ કલાકમાંથી બાદ કરવામાં આવે તો મોદી માટે કેટલા કલાકો બાકી બચે?
(૮) મોદી આવી રીતે ધર્મસ્થાનોમાં જાય તો તેમણે રજા પાળ્યા વિના જલસા કર્યા કહેવાય કે નહીં? અને હા, દેશનાં જંગલોમાં મોદી સિંહ કે ચિત્તો કે પોપટ જોવા જાય એ પણ રજા પાળ્યા વગર જલસા કરવા ગયા એમ કહેવાય કે નહીં?
પ્રો. હેમંતકુમાર શાહ
(લેખક વિખ્યાત અર્થશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક છે.)
આ પણ વાંચો: બંધારણીય હોદ્દા પર ન હોવા છતા કથાકારને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું













પેલા પ્રથમ તો આપણા દેશ ના વડાપ્રધાન ના નાતે તેમને પોતાને ઈ ખ્યાલ રાખવોજ જોઈએ કે દેશ ની અને નાગરિકો ની સેવા કરવાની તેમની નૈતિક ફર્જ અને એટલીજ જવાબદારી પણ છે. પછી આપણા દેશ ના મંદિરો માં જઈ પૂજન અર્ચન કરવું તો તે વાત પોતાના સ્વૈચ્છીક રીતે અમલમાં આવે છે.ત્યાં જાવા આવવાના ખર્ચ ને પોતાના અંગત ખર્ચ તરીકે રાખી દેશ ને કર્જ માંથી કેટલી હદ સુધી બહાર લાવી શકાય છે.તે પ્રયત્ન ચોક્કસ કરવોજ જોઈએ.