Adivasi News: આદિવાસી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા મધ્યપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક આદિવાસી વિદ્યાર્થી શાળામાં મોબાઈલ ફોન લઈને આવ્યો હતો. જેને લઈને સ્કૂલની પ્રિન્સિપાલે તેને ભારે ઠપકો આપ્યો હતો. વિદ્યાર્થીએ અનેકવાર માફી માંગી, છતાં પ્રિન્સિપાલ મેડમે તેને ઠપકો આપવાનું ચાલું રાખતા આદિવાસી વિદ્યાર્થીને ભારે આઘાત લાગ્યો હતો અને તે સ્કૂલના ત્રીજા માળેથી કૂદી ગયો હતો. ઘટના રતલામમાં આવેલી બોધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બની હતી. આ ઘટના બાદ સ્કૂલ મેનેજમેન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે પ્રિન્સિપાલ સામે FIR દાખલ કરી છે.
મામલો શું હતો?
રતલામમાં બોધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણતો આદિવાસી વિદ્યાર્થી સ્કૂલમાં મોબાઈલ ફોન લઈને આવ્યો હતો. જેથી સ્કૂલની પ્રિન્સિપાલ ડોલી ચૌહાણે તેને ભારે ઠપકો આપ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીએ વારંવાર કહ્યું હતું કે, “માફ કરશો મેડમ, આવું ફરી નહીં થાય,” તેણે 24 વખત આવું કહ્યું, તેમ છતાં પ્રિન્લિપાલ મેડમનો ઠપકો ચાલુ રહ્યો હતો. દબાણ અને ગભરાટમાં વિદ્યાર્થી અચાનક સ્કૂલના ત્રીજા માળેથી કૂદી પડ્યો હતો.
આ પણ વાંચો: કુર્મીઓને ST માં સામેલ કરવાના વિરોધમાં આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા
વિદ્યાર્થીની અમદાવાદમાં સારવાર ચાલી રહી છે
આ ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને શરૂઆતમાં તેને રતલામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ, જ્યારે તેની હાલતમાં કોઈ સુધારો ન થયો, ત્યારે તેને અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થી હાલમાં અહીં સારવાર હેઠળ છે અને ડોકટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
સ્થાનિક આદિવાસી સંગઠનો રોષે ભરાયા
આ ઘટનાને લઈને સ્થાનિક આદિવાસી સંગઠનોમાં ભારે રોષ છે. આદિવાસી સંગઠનોના સભ્યો અને વિદ્યાર્થીના પરિવારજનો શાળાના મુખ્ય પ્રવેશદ્વારે જમીન પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ પ્રિન્સિપાલ ડોલી ચૌહાણ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસનો આગ્રહ રાખ્યો હતો.
આ પણ વાંચો: બિહારમાં બેરોજગારી પર NDAનું 10,000 નું ઈનામ ભારે પડ્યું!
પ્રિન્સિપાલ ડોલી ચૌહાણ સામે એફઆઈઆર દાખલ કરાઈ
વધતા વિરોધને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવી છે અને પ્રિન્સિપાલ ડોલી ચૌહાણ સામે FIR દાખલ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કેસના દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે અને નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.
આદિવાસી સંગઠનોએ સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ કરી
આ ઘટના બાદ આદિવાસી સંગઠનોએ સ્કૂલના ગેટ પાસે ધરણાં પ્રદર્શન કરીને સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ કરી હતી. આદિવાસી સમાજનું કહેવું છે કે, બે દિવસ પહેલા, વિદ્યાર્થી મોબાઇલ ફોન લઈને શાળામાં આવ્યો હતો અને શાળાના કેમ્પસમાં રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યો હતો. આચાર્યએ તેને ઠપકો આપ્યો હતો અને તેના પરિવારને ફોન કરવાની ધમકી આપી હતી. ગભરાયેલો વિદ્યાર્થીએ શાળાના ત્રીજા માળેથી કૂદી પડ્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે વિદ્યાર્થી વારંવાર આચાર્યની માફી માંગી રહ્યો છે. જોકે, તેના પરિવારને બોલાવવામાં આવશે અને તેની ધરપકડ કરવામાં આવશે તે ડરથી તે ગભરાઈ ગયો હતો અને સ્કૂલના ત્રીજા માળેથી કૂદી પડ્યો હતો.
આ પણ વાંચો: અમરેલી કોર્ટમાં બંધારણ દિવસે બ્રાહ્મણ વકીલે ‘મનુસ્મૃતિ’ ભેટમાં આપી
આચાર્યે વિદ્યાર્થી પર માનસિક દબાણ કર્યુંઃ વિદ્યાર્થી સંગઠનો
વિદ્યાર્થી સંગઠનનો આરોપ છે કે આચાર્યએ આદિવાસી વિદ્યાર્થી પર માનસિક દબાણ કર્યું હતું, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. વિરોધ બાદ શિક્ષણ અધિકારીએ ચાર સભ્યોની ટીમ બનાવી અને તપાસની ખાતરી આપી. તેમણે એમ પણ કહ્યું કે તારણોના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
આદિવાસી વિદ્યાર્થી સ્કેટિંગનો નેશનલ લેવલનો ખેલાડી છે
અહેવાલો અનુસાર, ઘાયલ વિદ્યાર્થીનું નામ રિશાંત કટારા છે અને તે રાષ્ટ્રીય સ્તરનો સ્કેટિંગ એથ્લીટ છે જેણે પાંચ નેશનલ એવોર્ડ જીત્યા છે. તેને 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો હતો. તેના પિતા પ્રીતમ કટારા આરોગ્ય વિભાગમાં કર્મચારી છે, તેની માતા, મંજુ કટારા, ગૃહિણી છે.
આ પણ વાંચો: ‘ધરતી આબા આદિવાસી ફિલ્મ ફેસ્ટિવલ’માં આદિવાસી ફિલ્મોએ ધૂમ મચાવી











Users Today : 254