શિક્ષણ સિંહણનું દૂધ છે..કહેનાર ડૉ.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?

Dr. Ambedkar Education Qualification: શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે - કહેનાર ડો.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?
Dr. Ambedkar Education Qualification

Dr. Ambedkar Education Qualification Gujarati: શિક્ષણ એ સિંહણનું દૂધ છે… જે તેને પીશે તે ગર્જના કરશે. – આ પંક્તિઓ ડૉ.આંબેડકર દ્વારા કહેવામાં આવી હતી, જે દરેકને શિક્ષણની દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. ડૉ. આંબેડકરને ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૧૪ એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. આ દિવસે દેશભરમાં બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી મહાનાયક ડૉ. આંબેડકરને યાદ કરવામાં આવે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે બાબા સાહેબ પાસે 32 ડિગ્રીઓ હતી. તેઓ ભારતના મહાનતમ વિદ્વાનોમાંના એક હતા. જો તમને બાબાસાહેબની તમામ ડિગ્રીઓ વિશે વધુ જાણવાની ઉત્સુકતા હોય તો આ લેખ (Dr. Ambedkar Education Qualification) ચોક્કસ વાંચો.

ડૉ. આંબેડકરનું શિક્ષણ (Dr Ambedkar in Gujarati)

ડો. આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ ના રોજ થયો હતો. બાળપણથી જ તેમણે પોતાની સામાજિક સ્થિતિને એમના જીવનની દિશા નક્કી કરવા દીધી નહોતી અને તેઓ સૌથી પ્રખ્યાત ભારતીય વ્યક્તિત્વોમાંના એક બન્યા. બાબાસાહેબે પોતાનું શાળાકીય શિક્ષણ સતારામાં લીધું. જ્યારે તેમનો પરિવાર બોમ્બે સ્થળાંતર થયો, ત્યારે ડૉ. આંબેડકરે એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો.

આ પણ વાંચો: ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?

રસપ્રદ વાત એ છે કે, આ પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવા માટે તેમને બરોડાના મહામહિમ સયાજીરાવ ગાયકવાડ તરફથી શિષ્યવૃત્તિ મળી હતી. થોડા વર્ષો પછી તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી. ડિગ્રી મેળવી.

શું આંબેડકર પાસે 32 ડિગ્રી હતી? Ambedkar have 32 degrees)

ડૉ.આંબેડકરને ઉચ્ચ અભ્યાસ માટે લંડન જવું પડ્યું, જે દરમિયાન તેમને ગ્રેજ ઇનમાં પ્રવેશ મળ્યો અને બાર-એટ-લોમાં ડિગ્રી મેળવી. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી ડીએસસીની ડિગ્રી પણ મેળવી હતી. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ડો.આંબેડકર પાસે કુલ 32 ડિગ્રીઓ હતી. જેમાંથી કેટલીક તેમણે મેળવી હતી જ્યારે કેટલીક તેમને સંસ્થાઓ દ્વારા એનાયત કરવામાં આવી હતી.

ડૉ.આંબેડકરની 32 ડિગ્રીઓની યાદી (32 Degrees of Ambedkar List)

ભારતમાં આજની તારીખે પણ ડો.આંબેડકરની આસપાસ પણ આવી શકે તેવી કોઈ શિક્ષિત વ્યક્તિ નથી. તેઓ આજે પણ શૈક્ષણિક રીતે સૌથી આગળનું સ્થાન ધરાવે છે. બાબાસાહેબની કુલ ૩૨ ડિગ્રીઓની યાદી આ રહી. વાંચો…

ક્રમ ડિગ્રી યુનિવર્સિટીનું નામ
૧ બી.એ. બોમ્બે યુનિવર્સિટી
૨ બી.એ. બોમ્બે યુનિવર્સિટી
૩ એમ.એ. બોમ્બે યુનિવર્સિટી
૪ એમ.એ. કોલંબિયા યુનિવર્સિટી
૫ એમ.એ. કોલંબિયા યુનિવર્સિટી
૬ એમ.એસસી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ
૭ એલ.એલ.ડી. નાગપુર યુનિવર્સિટી
૮ એલ.એલ.ડી. કેરળ યુનિવર્સિટી
9 એલએલ.ડી. બરોડા યુનિવર્સિટી
૧૦ એલ.એલ.ડી. મૈસુર યુનિવર્સિટી
૧૧ એલએલ.ડી. પંજાબ યુનિવર્સિટી
૧૨ એલએલ.ડી. કર્ણાટક યુનિવર્સિટી
૧૩ એલ.એલ.ડી. કોલંબિયા યુનિવર્સિટી
૧૪ એલ.એલ.ડી. ઉસ્માનિયા યુનિવર્સિટી
૧૫ એલએલ.ડી. લંડન યુનિવર્સિટી
૧૬ એલ.એલ.ડી. નાગપુર યુનિવર્સિટી
૧૭ એલ.એલ.ડી. સાગર યુનિવર્સિટી
૧૮ એલએલ.ડી. રંગૂન યુનિવર્સિટી
૧૯ એલ.એલ.ડી. બોમ્બે યુનિવર્સિટી
૨૦ એલએલ.ડી. ઉસ્માનિયા યુનિવર્સિટી
21 ડી.એસસી લંડન યુનિવર્સિટી
22 ડી.એસસી બોમ્બે યુનિવર્સિટી
૨૩ ડી.એસસી નાગપુર યુનિવર્સિટી
૨૪ ડી.એસસી પંજાબ યુનિવર્સિટી
25 ડી.એસસી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ
૨૬ ડી.લિટ ઓસ્માનિયા યુનિવર્સિટી
27 ડી.લિટ બનારસ હિંદુ યુનિવર્સિટી
28 ડી.લિટ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
૨૯ ડી.લિટ કોલંબિયા યુનિવર્સિટી
૩૦ ડી.લિટ નાગપુર યુનિવર્સિટી
૩૧ પીએચડી કોલંબિયા યુનિવર્સિટી
૩૨ બેરિસ્ટર-એટ-લૉ ગ્રે’સ ઇન, લંડન

આ પણ વાંચો: મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 months ago

*રાષ્ટ્રીય સ્તર ઉપરાંત આંતરરાષ્ટ્રીય જગતના લોકો સાથે સંકુચિત માનસ ધરાવતાં મનુસ્મૃતિનાં સમર્થકોએ આજદિન સુધી “શિક્ષા શેરની કા દૂધ” બાબતે પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર જીની સિંહ🦁ગર્જના નો વિકલ્પ શોધી શક્યા નથી એવો સવાલ GROK AI 3 ઈલોન મસ્ક ની એપ. ને પૂછવો જોઈએ…! જયભીમ!

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x