સુરત એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અહીં આગામી તા. 21 સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરની અસ્થિ કળશયાત્રા યોજાશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અસ્થિ કળશયાત્રાને લઈને સુરતના બહુજન સમાજમાં ભારે ઉત્સાહ છે.
સુરત ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે
ભારતીય બૌદ્ધ મહાસભા સુરત દ્વારા આ અસ્થિ કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સુરતના રાંદેર સ્થિત બહુજન સ્વાભિમાન સ્થળ, આંબેડકરનગરથી નીકળશે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. સુરતના બહુજન સમાજ માટે આ અત્યંત ભાવુક કરી દેતી પળો હશે. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે સુરત સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજ ઉમટી પડવાનો છે.
આ પણ વાંચો: જ્યારે રાજ કપૂરે કહ્યું, ‘ડો.આંબેડકર મારા પ્રેરણાસ્ત્રોત છે’
જે લોકો ડો.બાબાસાહેબ આંબેડકરના અસ્થિઓના દર્શન કરી શકવા જઈ શકતા નથી, તેમના માટે ઘરે બેઠા મહાનાયકના અસ્થિઓના દર્શન કરવાની આ અદ્દભૂત તક છે.
યાત્રાનો રૂટ આ મુજબ રહેશે
ડો.આંબેડકર અસ્થિ કળશયાત્રા તા. 21 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે સહારા દરવાજા આવશે, ત્યાં મોટી સંખ્યમાં બુદ્ધિષ્ટો અને બહુજન સમાજ એકઠો થશે. ત્યાંથી યાત્રા રીંગ રોડ પર આવશે, ત્યાંથી કિન્નરી સિનેમા ઉધના દરવાજા થઈ, રામપુરા, સૈયદપુરા જશે. જ્યાં ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને વેડ રોડ રાંદેર પહોંચશે. ત્યાંથી અડાજણ અને ઉમરા કેબલ બ્રિજ થઈને વેસુ, પાંડેસરા જીઆઈડીસી અને વડોદ, ભેસ્તાન, ડિંડોલી, મહાદેવનગર જશે. સાંજે 7.00 કલાકે પ્રેમનગર બુદ્ધ વિહાર પહોંચશે. જ્યાં કાર્યકરોનો ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?











Users Today : 117