15 જૂને LRD પરીક્ષાના ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે

એલઆરડીની પરીક્ષાને લઈને ગુજરાત એસટી દ્વારા વધારાની બસો દોડાવવાનું નક્કી કરાયું છે. ઉમેદવારો કાઉન્ટર પરથી અને ઓનલાઈન ટિકિટ બૂક કરાવી શકશે.
lrd exam conduct extra buses

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી 15 જૂનના રોજ LRD ની પરીક્ષા લેવાનાર છે. ત્યારે ગુજરાત એસટી વિભાગ દ્વારા આ પરીક્ષાના ઉમેદવારો માટે વધારાની બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોક રક્ષક કેડરની લેખિત પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે. જેમાં રાજ્યના અલગ-અલગ જીલ્લાઓ માંથી 2.48 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે.

આ પરીક્ષા ને લઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિશેષ અયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ 14 જૂન 2025 અને 15 જૂન 2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણવાંચો: આમાં કેવી રીતે ‘ભણશે ગુજરાત’?

ઉમેદવારોના ઘસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા  ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસો નું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે.

એલઆરડી પરીક્ષાને લઈ  કેન્દ્રો પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પણ સમયસર પરીક્ષા પહોંચી જાય માટે એસટી નિગમ દ્વારા પણ બસો દોડાવશે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા આપનાર ઉમેદવારો એસટી બસ સંચાલન સંબંધિત પુછપરછ માટે વાહન વ્યવહાર નિગમ ના ટોલ ફ્રી નં. 1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે અને એડવાન્સ અથવા કાઉન્ટર પરથી ટીકીટ બુક કરવી શકશે અને બસનો સમય મેળવી શકશે.

આ પણવાંચો: ‘GPSCનો બૌદ્ધિક જાતિવાદ હવે નહીં ચલાવી લઈએ’: SSD

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x