Fatehpur News: જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશમાંથી દલિત અત્યાચારની વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. અહીંના ફતેહપુર (Fatehpur) જિલ્લામાં એક 65 વર્ષીય દલિત વૃદ્ધને જાતિવાદી તત્વો નગ્ન કરી માર માર્યો. આરોપીઓએ તેમને જાતિવાદી અપશબ્દો કહી જાહેરમાં ઉતારી પાડ્યા અને અને તેમના ચહેરા પર પેશાબ કર્યો. આ મામલે વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. એ પછી કોર્ટના આદેશ પર પોલીસે 13 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો.
જૂની અદાવતનું વેર વાળવા કાવતરું ઘડ્યું
ફતેહપુરના કંસાપુર મજરે રામનગર કોહણના રહેવાસી દલિત વૃદ્ધ ખેતરોમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. 24 ડિસેમ્બરની સાંજે લગભગ 4 વાગ્યે તેઓ ખેતરમાં કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાજુના ગામ રામસોલેપુરના રહેવાસી ભગવાનદીન, રામદીન, રામરૂપ, ઓમ પ્રકાશ, શિવકુમાર અને અર્જુન જૂની અદાવતનું વેર વાળવા માટે તેમની રસ્તા પર રાહ જોઈને મોકાની રાહ જોતા ઉભા હતા. જેવા દલિત વૃદ્ધ તેમની નજીકથી પસાર થયા કે તરત આરોપીઓએ જાતિસૂચક અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને લાકડીઓથી પણ હુમલો કર્યો. આ ઘટનામાં દલિત વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. આરોપીઓ આટલેથી અટક્યા નહોતા અને તેમણે વૃદ્ધને જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. મારામારી અને દેકારો થતા ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એ પછી આરોપીઓ ભાગી ગયા હતા.
આ પણ વાંચોઃ સામાન અડતા દુકાનદારે માર્યો, દલિત બાળકે ગળેફાંસો ખાઈ લીધો
મહિલાઓ સામે વૃદ્ધને નિર્વસ્ત્ર કરી મોં પર પેશાબ કર્યો
હુમલા બાદ દલિત વૃદ્ધ ગામના ત્રણ લોકો સાથે આરોપીઓના ઘરે ફરિયાદ કરવા માટે ગયા હતા. પણ આરોપ છે કે અહીં પણ રાજકરણ, કરણ, રાજુ, રાજેશની પત્ની રેખા અને નનકવાની પત્ની બિંદીએ આ તમામ લોકો સાથે મળીને તેમને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે હવે આમને જીવતા ન છોડતા. એ પછી ત્યાં હાજર રાજેશ અને રાકેશે વૃદ્ધના કપડાં ઉતારી નાખ્યા હતા અને આગ લગાવી દીધી. એટલું જ નહીં, આરોપીઓએ જાહેરમાં વૃદ્ધના મોં પર પેશાબ કર્યો.
મહિલાઓ ઉશ્કેરણી કરી, કહ્યું – આજે આને જીવતો ન છોડતા
આરોપીઓ આટલેથી અટક્યા નહોતા. બધાંએ ભેગા મળીને નક્કી કરી નાખ્યું હતું કે, આજે આમને જીવતા ન છોડવા. એ પછી તેમણે વૃદ્ધનું ગળું દબાવીને હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન કેટલાક ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ત્યારે જ વૃદ્ધનો જીવ બચી શક્યો.
આ પણ વાંચોઃ દલિત સગીરને ચાર યુવકોએ નગ્ન કરી માર મારી વીડિયો બનાવ્યો
ફરિયાદ છતાં પોલીસે કાર્યવાહી ન કરી
આ ઘટનાથી હતપ્રભ થયેલા દલિત વૃદ્ધે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવો આરોપ છે કે ફરિયાદ છતાં પોલીસે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. એસએચઓ વિનોદ કુમાર મૌર્યએ જણાવ્યું હતું કે એસસી-એસટી કોર્ટના આદેશ પર 13 લોકો સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ અને કોર્ટ તો ન્યાય તોળે ત્યારે ખરો. પણ આ ઘટનાથી 65 વર્ષના દલિત વૃદ્ધના આત્મસન્માનને ભારે ઠેસ પહોંચી છે. તેઓ જાહેરમાં બહાર નીકળવામાં પણ શરમ અનુભવે છે.
આ પણ વાંચોઃ હોળીમાં ડીજે વગાડવા બદલ દલિત યુવકની છરી મારી હત્યા
પહેલગામ માં આતંકવાદી હુમલાઓમાં મરણ પામેલા નાગરિકો અને મુઠભેડ માં શહિદ થયેલા બન્ને વીર મુસ્લિમ જવાન નેં હ્દય દ્રાવક શ્રધાંજલિ,
પહેલગામ આતંકવાદી હુમલામાં આંખા દેશના લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા હોય છે પરંતુ દેશમાં દલિત સમાજ પર દરરોજ જાતિવાદી બોમ્બ બ્લાસ્ટ થાય છે,
દલિત લગ્ન રોકવા, ઘોડી સવારી હોય તો મારો, સારાં કપડાં પહેરે તો મારો, નવી બાઈક હોય તો, કોઈ પણ કારણ વિના માંરો અને બચ્ચોં દ્વારા સ્કુલ માં પાણી પીવે તો માંરો જેવા કારણો ને લઈને દલિત નાના બાળકો સુધી નાં મર્ડર કરવામાં આવી રહ્યા છે,
બહેન બેટીયો નાં શરીર સાથે મન થાય એવી હરકતો કરી ને મૌત ને ઘાટ ઉતારી દેવામાં આવે છે, દરરોજ દલિત બેરહમીથી હત્યાઓ કરવામાં આવે છે, ત્યારે ભારતીય લોકો માં દૈનિક આતંકવાદી હુમલાઓથી પિડીત દલિત સમાજ માટે કોઈ દયા ભાવ કે રહેમ નજર કેમ નથી?