૧૯૪૭માં દેશને અંગ્રેજોના ચુંગાલમાંથી આઝાદી મળી હતી પણ દલિતો આજે પણ જાતિવાદ નામની 3500 વર્ષ જૂની સમસ્યા સામે લડી રહ્યાં છે અને દેશના અનેક ગામોના તેમને આજની તારીખે પણ આ સમસ્યામાંથી છુટકારો મળ્યો નથી.
સવર્ણ હિંદુઓ દ્વારા આઝાદીના 7 દાયકા પછી પણ દલિતો સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી. લુખ્ખા તત્વોથી દલિતોની સામાન્ય ખુશી પણ સહન થઈ શકતી નથી અને પોલીસ આવા તત્વોને છાવરે છે. જાતિવાદી માનસિકતા સામેની દલિતોની લડાઈ આજે પણ સતત ચાલી રહી છે અને આ ઘટના તેનો વધુ એક પુરાવો છે.

આઝાદીના 78 વર્ષ પછી દલિત વરરાજા ઘોડે ચડ્યાં
ઘટના ઉત્તરપ્રદેશના આગર માળવા જિલ્લાના એક ગામની છે. જ્યાં આઝાદીના 7 દાયકામાં પહેલીવાર એક દલિત વરરાજા ઘોડી પર ચઢીને જાન લઈને નીકળ્યા હતા. ઘટના આગર માળવાથી 14 કિ.મી. દૂર આવેલા અંબાદેવ ગામનો છે, જ્યાં ૧૯૪૭ની આઝાદી પછી પહેલી વાર દલિત સમાજના વરરાજાનો ઘોડી પર બેસીને વરઘોડો નીકળ્યો હતો.
સવર્ણોની લુખ્ખાગીરી યથાવત
જો કે, આ વરઘોડો પણ સૌની મરજી નહોતો નીકળ્યો. તેના માટે દલિત વરરાજાએ પોલીસ સુરક્ષા, ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરોની મદદ લેવી પડી હતી. કારણ કે સવર્ણ હિંદુઓએ વરઘોડા પર હુમલો કરવાની ધમકી આપી હતી. 10 મેના રોજ દલિત વરરાજાના લગ્ન હતા અને તેનો વરઘોડો એ જ દિવસે રાંજે ગામમાં નીકળવાનો હતો.
આ પણ વાંચો: ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો
પરંતુ સવર્ણ હિંદુ જાતિના ગુંડાઓ દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી કે તેઓ ગામમાંથી ઘોડી પર બેસીને વરઘોડો કાઢી શકશે નહીં.
ભીમ આર્મી-આઝાદ સમાજ પાર્ટીએ રંગ રાખ્યો
ત્યારબાદ દલિત વરરાજા અને તેના પિતાએ ગામમાં ઘોડી પર સરઘસ કાઢવા માટે પોલીસ, ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરોની મદદ માંગી હતી. એ પછી 10 મેની રાત્રે ભારે પોલીસ સુરક્ષા અને ભીમ આર્મી- આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરો ગામમાં પહોંચ્યા હતા અને દલિત વરરાજાને ઘોડી પર બેસાડીને ગામ વચ્ચેથી વરઘોડો કાઢ્યો હતો.

આ દરમિયાન અગર કોતવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શશી ઉપાધ્યાય, ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ અજય બાગી, આઝાદ સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ ભોપાલ નેતાજી, વિભાગ સચિવ ડૉ. જગદીશ માલવી, શાહિદ અને મોટી સંખ્યામાં કાર્યકરો ગામમાં હાજર હતા.
આ પણ વાંચો: સેન્સરની કાતર જાતિવાદ ઉજાગર કરતી ફિલ્મો પર જ કેમ ચાલે છે?











*દલિતોએ ક્યાં સુધી પોલીસ રક્ષણ નીચે રહેવું પડશે? છે કોઈ બુદ્ધિશાળી દલિત પાસે આનો જવાબ?