વેજલપુરમાં ડૉ.આંબેડકર જયંતિએ નિઃશુલ્ક મેડિકલ કૅમ્પ યોજાયો

અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલના રોજ ડો.આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં બહુજનોએ લાભ લીધો હતો.
free medical camp organized in vejalpur on ambedkar jayanti

ગુજરાત સહિત દેશભરમાં 14મી એપ્રિલે ડો.બાબાસાહેબ આંબેડકર(Dr.Ambedkar)ની 134મી જન્મજયંતિ (dr. ambedkar jayanti 2025)નિમિત્તે વિવિધ કાર્યક્રમો, રેલીઓ, ભીમ સંધ્યા, ભીમ ગરબા, કેક કટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કેટલીક જગ્યાએ ડો.આંબેડકરની પ્રતિમાઓનું પણ અનાવરણ કરાયું હતું.

free medical camp organized in vejalpur on ambedkar jayanti

જો કે અમદાવાદના વેજલપુરમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો વચ્ચે એક અતિ મહત્વના એવા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ(Free medical camp)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં બહુજન સમાજે લાભ લીધો હતો.

આ પણ વાંચોઃ મેઘાણીનગરમાં AMC સામે પડી દલિતોએ ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂક્યું

free medical camp organized in vejalpur on ambedkar jayanti

અમદાવાદની Smt. SMS મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આ ફ્રી મેડિકલ ચેકઅપમાં ફિઝિશિયન, મેડિસિન, ચામડીના રોગો, આંખના રોગો, હાડકાંના રોગો, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કાન-નાક-ગળાના રોગો, જનરલ સર્જરીના રોગોની તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ‘ડો.આંબેડકરનું ધર્મ અંગેનું તત્વજ્ઞાન’ વિષય પર પરિસંવાદ યોજાયો

free medical camp organized in vejalpur on ambedkar jayanti

આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિટેન્ડન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર અને મેડિસિન વિભાગના ડૉ. દીપક સોલંકીના સહયોગ થકી સમગ્ર કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કાપવામાં આવી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x