GPSCએ જે યુવતીને ફેઈલ કરી તેણે UPSCમાં ૮૨મો રેન્ક મેળવ્યો

GPSC ના ભેદભાવનો વધુ એક કિસ્સો. જે યુવતીને તેણે મૌખિકમાં 35 માર્ક્સ આપી ફેઈલ કરી, તેણે UPSCમાં 210 માર્ક્સ સાથે 82 મો રેન્ક મેળવ્યો.
gpsc injustice

GPSC દ્વારા દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના ઉમેદવારો સાથે કરવામાં ભેદભાવનો ફૂગ્ગો હવે ફૂટી ચૂક્યો છે. પ્રામાણિક અધિકારી તરીકે નામના મેળવનાર હસમુખ પટેલના રાજમાં એસસી, એસટી, ઓબીસી સમાજના હોનહાર વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યૂમાં ફેઈલ કરીને EWS ના ચોક્કસ જાતિના યુવકોને વધુ માર્ક્સ આપી ઉચ્ચ અધિકારી બનાવી દેવાના ષડયંત્રનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. અગાઉ વિપુલ ચૌધરી નામના એક યુવકને જીપીએસસીએ ઈન્ટરવ્યૂમાં ફેઈલ કર્યો હતો તેણે યુપીએસસીની પરીક્ષા ઉંચા ગુણો સાથે પાસ કરી હતી. હવે આવો જ બીજો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જીપીએસસીએ ઈન્ટરવ્યૂમાં નાપાસ કરેલી એક યુવતીએ યુપીએસસીમાં ટોપ 100માં સ્થાન મેળવ્યું છે.

વિપુલ ચૌધરી બાદ હવે દીપાલી હડીયા સાથે ભેદભાવ?

GPSCમાં ઉમેદવારોની પસંદગીના સાવ આખરી તબક્કે મૌખિક ઈન્ટરવ્યુમાં ગેપિંગ કાંડને લઈ ચાલી રહેલા વિવાદમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે. ૧૯મી મેના રોજ UPSCએ ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ- IFSની પરિણામ જાહેર કર્યુ તેમાં GPSCએ જે ઉમેદવારને મૌખિક ઈન્ટરવ્યુમાં ૧૦૦માંથી માત્ર ૩૫ માર્ક્સ આપીને ફેઈલ જાહેર કર્યા હતા તેમને ૮૨મો રેન્ક મળ્યો છે. UPSCએ IFS કેડર માટે ૮૨માં ક્રમાંકે પસંદ કરેલા ગુજરાતના દિપાલી હડિયાને ૩૦૦ માર્ક્સના ઈન્ટરવ્યુમાં ૨૧૦ માર્ક્સ આપ્યા છે. દિપાલી બિંદુભાઈ હડિયાનો કિસ્સો વિપુલ કરમણભાઈ ચૌધરી પછી બીજો છે.

આ પણ વાંચો: હસમુખ પટેલનું વલણ જાતિવાદી, GPSC માંથી હટાવો’

જીપીએસસીની સમગ્ર કાર્યપદ્ધતિ શંકાના દાયરામાં

છેલ્લા કેટલાક સમયથી GPSC દ્વારા સ્ટેટ કેડર માટે થતી ક્લાસ વન-ટુની ભરતી પ્રક્રિયામાં મૌખિક ઈન્ટરવ્યુને તબક્કે અન્યાય થઈ રહ્યાની ફરિયાદો અનેક સ્તરેથી થઈ રહી છે. અગાઉ ૨૨મી એપ્રિલે UPSCએ પરિણામ જાહેર કર્યુ ત્યારે જે વિપુલ ચૌધરીને GPSCએ માત્ર ૨૦ ગુણ આપીને ફેલ કર્યા હતા તે ૩૪૮ રેન્ક ઉપર હતા. ત્રણેક સપ્તાહના ટુંકા અંતરાલમાં UPSCએ જાહેર કરેલા IFSના પરીણામોમાં દિપાલી હડિયાનો કિસ્સો બહાર આવતા GPSCના મૌખિક ઈન્ટરવ્યુની પદ્ધતિ સામે અનેક સવાલો ઉઠ્યાં છે. અનેક લોકોએ આ બંધારણીય સ્વાયત સંસ્થા સામે શંકા વ્યક્ત કરી છે.

ચોક્કસ જાતિના લોકોને અધિકારી બનાવવાનો કારસો

દિપાલી હડિયાએ જ્યારે GPSCની ક્લાસ વન-ટુની પરીક્ષા આપી ત્યારે મુખ્ય પરીક્ષામાં તેને ૩૭૧.૫૦ માર્ક્સ મળ્યા હતા અને મૌખિક ઈન્ટરવ્યુમાં માત્ર ૩૫ માર્ક્સ આપવામાં આવ્યા હતા. તેવી જ રીતે વિપુલ ચૌધરીને પણ GPSCએ લેખિત પરીક્ષામાં ૪૨૯.૨૫ માર્ક્સ મેળવ્યા પછી મૌખિક ઈન્ટરવ્યુમાં માત્ર ૨૦ ગુણ આપીને ફેઈલ જાહેર કર્યા હતા. હવે આ બંને ઉમેદવારોએ યુપીએસસી પરીક્ષા પાસ કરી લેતા જીપીએસસી શંકાના ઘેરામાં આવી ગયું છે. ચોક્કસ જાતિના લોકોને અને તે પણ સત્તાધારી ભાજપની વિચારધારામાં માનતા ઉમેદવારોને જ ઉચ્ચ અધિકારી બનવા દેવા તે પ્રકારની રમત રમાઈ રહ્યાંનું અનેક લોકોને માની રહ્યાં છે.

જીપીએસસીમાં ગુણ વચ્ચેનો તફાવત 82 સુધી પહોંચી ગયો

GPSCની જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૪માં જે રીતે મેઈન્સ પછીની રૂબરૂ મુલાકાત- ઇન્ટરવ્યુમાં ૮૨ ગુણના ગેપિંગને લઈ વિવાદ છે તેને ઉપરોક્ત બંને કિસ્સાએ વધુ બળ આપ્યુ છે. ભૂતકાળમાં GPSCની ભરતીઓમાં ઈન્ટરવ્યુમાં સૌથી વધુ અને ઓછા ગુણ વચ્ચેનો તફાવત (ગેપિંગ) ૩૦થી ૪૦ ગુણ હતો. જે હવે વધીને ૮૨ માર્ક્સ થઈ જતા યુપીએસસીનું આખું તંત્ર શંકાના દાયરામાં આવી ગયું છે. જોવાનું એ રહેશે કે સરકાર હજુ પણ હસમુખ પટેલને જ ચેરમેન પદે ચાલુ રાખીને પોતાનું અકડ ચાલુ રાખે છે કે પછી દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની માગણીઓનો સ્વીકાર કરે છે.

આ પણ વાંચો: હવે ‘રેવન્યૂ તલાટી’ બનવા ‘કલેક્ટર’ જેવી પરીક્ષા આપવી પડશે!

4 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Navinbhai Becharbhai parmar
Navinbhai Becharbhai parmar
8 months ago

આ સરકાર દલિતો અને આદિવાસીઓ તથા કંઈક અંશે ઓબીસીમાં આવતી અમુક જ્ઞાતિઓ જેવી કે ચૌધરી રબારી ઠાકોર ના ને નફરત કરે છે અને તેમને ખબર પણ ના પડે અને કેમ પછાડી દેવા તે માટે નિત નવા પેતરા કરે છે પરંતુ આ બધા સમાજને ખબર નથી પડતી અને મૂરખ બને જાય છે

Soma parmar
Soma parmar
7 months ago

A BJP ni sarkaar ma ,, Hasmukh patel jeva bharst karmi. Ne ne to aajivan sabarmati jail ma nakhava ni jarur che,,,,

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
2
0
Would love your thoughts, please comment.x
()
x