દલિત યુવકની તેના જન્મદિવસે જ રાજપૂતોએ જાહેરમાં હત્યા કરી

દલિત યુવકની રાજપૂતોએ તેના જન્મ દિવસે જ "તારી ઔકાત શું છે?" કહીને લાકડી-હોકી સ્ટીક સહિતના ઘાતક હથિયારોથી જાહેરમાં હત્યા કરી નાખી.
Dalit news

મોદી સરકારના છેલ્લાં 10 વર્ષના સાશનમાં દલિતો પર અત્યાચારો વધ્યા હોવાનો રિપોર્ટ હાલમાં જ સામે આવ્યો છે. આ રિપોર્ટ પર સરકાર તરફથી તો કોઈ ખુલાસો કરાયો નથી, પરંતુ આ આંકડાઓની પુષ્ટિ કરતી વધુ એક ભયાનક ઘટના જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાંથી સામે આવી છે.

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના રાબુપુરા વિસ્તારમાં 20 વર્ષીય દલિત યુવક અનિકેત જાટવની જાતિવાદી રાજપૂતોએ જાહેરમાં લાકડીઓ, હોકી સ્ટીકથી જાહેરમાં હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. હુમલાખોરો અનિકેતને જાતિસૂચક અપશબ્દો કહીને “તારી ઔકાત શું છે?” એમ કહીને તૂટી પડ્યા હતા. આ હુમલામાં અનિકેત ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઘણાં દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાધા બાદ શુક્રવારે તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને તણાવનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટનાને લઈને પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાજકીય પક્ષો તરત મેદાનમાં ઉતરી ગયા છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર દલિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે અનિકેતના ઘરની મુલાકાત લઈને તેના પરિવારને આર્થિક સહાય કરી હતી.

આ પણ વાંચો: Thalapathy Vijay ની રેલીમાં ભાગાભાગી, 39 ના મોતની જવાબદારી કોની?

રાજપૂતોનો મોટાભાગની જમીનો પર કબ્જો

અનિકેત જાટવ રાબુપુરાના આંબેડકર મોહલ્લાનો રહેવાસી હતો. આ વસાહત ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના દક્ષિણ કિનારે આવેલા દલિત-પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં આવે છે. અહીં દલિત જાટવ સમાજ અને રાજપૂત જાતિના લોકો રહે છે. રાજપૂતો અહીં મોટાભાગની જમીન પર કબ્જો જમાવીને બેઠા છે. જ્યારે દલિતો મજૂરી કરીને ગુજરાન ચલાવવા મજબૂર છે.

અનિકેત પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો

અનિકેત એક મિકેનિક અને ડ્રાઇવર હતો અને આખો દિવસ મોટરસાઇકલ રિપેર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પિતા બેરોજગાર છે અને તે ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. તેની હત્યા થઈ તેની પાછળ એક મહિના પહેલા બનેલી એક ઘટના જવાબદાર હોવાનું કહેવાય છે. એ વખતે રામલીલા દરમિયાન તેના મિત્ર સાથે કેટલાક ઠાકુર જાતિના લુખ્ખા તત્વોએ બબાલ કરી હતી. જેમાં અનિકેતે વચ્ચે પડીને દરમિયાનગીરી કરી હતી. ત્યારથી ઠાકુર જાતિના લુખ્ખા તત્વો તેને સતત મારી નાખવાની ધમકીઓ આપીને જાતિસૂચક ગાળો ભાંડતા હતા.

Dalit news

15 ઓક્ટોબરે શું બન્યું હતું?

આ ઘટના 15 ઓક્ટોબર, 2025 ના રોજ રાત્રે અનિકેતના જન્મદિવસે તેના ઘરની બહાર બની હતી. અનિકેતે તેના જન્મદિવસનો કેક કાપી રહ્યો હતો, ત્યારે ઠાકુર જાતિના લુખ્ખા તત્વોના એક ગ્રુપે તેના પર જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો ત્યાં સુધી લાકડીઓ અને હોકી સ્ટીકથી હુમલો કર્યો હતો. એ દરમિયાન હુમલાખોરો બૂમો પાડી રહ્યા હતા, કે “તારી ઔકાત શું છે સા#@?” અને તેને લોહીથી લથપથ હાલતમાં છોડીને ભાગી ગયા હતા. અનિકેત ઝાડીઓ પાછળ ઘાયલ હાલતમાં પડેલો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: ‘વેશ્યાલયોમાં જનારા ગ્રાહક નથી, તેમની સામે પણ કેસ ચાલશે…’

અનિકેતના કાકાને પણ માર માર્યો હતો

હુમલા દરમિયાન તેના કાકા સુમિતને પણ માર મારવામાં આવ્યો હતો, તેમની જમણી આંખ સૂજી ગઈ હતી. સુમિતે કહ્યું, “તેમણે મને માર મારવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે અનિકેત ભાગી ગયો હશે. પરંતુ પછી અમે તેને ઝાડીઓ પાછળ લોહીના ખાબોચિયામાં પડેલો જોયો.” પરિવારનો દાવો છે કે આ હુમલો રામલીલા ઘટના અને બે દિવસ પહેલા થયેલી અથડામણને કારણે થયો છે, જેમાં હુમલાખોરોએ અનિકેત પર પથ્થરમારો કર્યો હતો, અને તેણે જવાબમાં તેમાંથી એકને થપ્પડ મારી હતી.

અનિકેતની માતાએ કહ્યું, “અમને પૈસા નહીં, ખૂન સામે ખૂન જોઈએ છે”

હુમલા પછી તરત જ, અનિકેત અને સુમિતને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સુમિત બે દિવસ પહેલા ઘરે પાછો ફર્યો હતો, પરંતુ અનિકેત ઘણા દિવસો સુધી વેન્ટિલેટર પર રહ્યો. શુક્રવારે તેનું મૃત્યુ થયું. અનિકેતનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. તેના અંતિમ સંસ્કાર દરમિયાન, પરિવારે ન્યાયની માંગણી કરતા લગભગ એક કલાક સુધી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો. સાંકડી શેરીમાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

અંતે, ઘણી સમજાવટ પછી, આખરે પરિવાર દ્વારા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અનિકેતની માતાએ છાતી પર હાથ રાખીને રડતા રડતા કહ્યું હતું, “ઓહ અન્નુ, મારા અન્નુ… તેમણે મારા દીકરાને મારી નાખ્યો. અમને પૈસા નથી જોઈતા, અમને નોકરી નથી જોઈતી. અમને ખૂનના બદલે ખૂન જોઈએ છે.”

સાત આરોપીઓમાંથી માત્ર બેની ધરપકડ, પાંચ ફરાર

17 ઓક્ટોબરના રોજ રાબુપુરા પોલીસ સ્ટેશનમાં હુમલાનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેને પાછળથી હત્યામાં તબદિલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં SC-ST એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. FIRમાં સાત આરોપીઓના નામ છે, જેમાંથી બે – યુવરાજ અને જીતેન્દ્ર (જીતુ) – ની ધરપકડ કરવામાં આવી છે. બાકીના પાંચ ફરાર છે અને તેમની શોધ ચાલી રહી છે.

પોલીસ અધિકારી સુજીત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “શરૂઆતમાં હુમલાની FIR દાખલ કરવામાં આવી હતી, જેને પછી સુધારીને હત્યામાં ફેરવવામાં આવી છે. જાતિ આધારિત અપમાનના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને બાકીના આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.”

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી બ્રાહ્મણના ટિફિનને અડી જતા માર માર્યો

રાજકારણીઓ રાજકીય રોટલાં શેકવા પહોંચી ગયા

આ ઘટના બાદ રાજકીય પક્ષોએ અનિકેતના પરિવારની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું હતું. અખિલેશ યાદવે પરિવારની મુલાકાત લઈને તેમને આર્થિક મદદનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને યોગી-મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. આ દરમિયાન, ભાજપના જેવરના ધારાસભ્ય ધીરેન્દ્ર સિંહ અનિકેતના પરિવારને મળ્યા હતા અને શોક સભામાં હાજરી આપીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરાવી હતી. તેમણે પત્રકારોને કહ્યું, “મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે.” આ સાથે જ બહુજન સમાજ પાર્ટી (BSP) અને સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ શોક વ્યક્ત કરવા આવ્યા હતા અને અનિકેતના પરિવારને સમર્થનનું વચન આપ્યું હતું.

ઠાકુર જાતિના યોગીના રાજમાં ઠાકુરો બેફામ

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, યોગી-મોદીના રાજમાં સવર્ણ હિંદુઓને દલિતો પર અત્યાચાર કરવામાં કાયદો વ્યવસ્થાની જરાય બીક નથી રહી. તેમને છુટ્ટો દોર મળી ગયો છે. એટ્રોસિટીનો મજબૂત કાયદો હોવા છતાં યોગી સરકારની પોલીસ સવર્ણ જાતિના આરોપીઓ એસસી-એસટી એક્ટ હેઠળ તેમની તરત ધરપકડ કરીને કાર્યવાહી નથી કરતી. યોગી આદિત્યનાથ પોતે ઠાકુર જાતિમાંથી આવે છે. તેમના સત્તામાં આવ્યા પછી સતત તેમના પર તેમની જાતિના ગુંડાઓને છાવરવાનો આરોપ લાગતો રહ્યો છે અને આ ઘટના તેનો વધુ એક પુરાવો સાબિત થઈ રહી હોય તેમ જણાય છે.

રાબુપુરામાં પોલીસ ખડકી દેવામાં આવી

અનિકેત જાટવની હત્યાએ ગ્રેટર નોઈડાના રાબુપુરા વિસ્તારમાં પ્રવર્તતા જાતિગત તણાવને ઉજાગર કર્યો છે, જ્યાં કથિત ઉચ્ચ જાતિના પરિવારોનું પ્રભુત્વ છે. અનિકેતના મૃત્યુથી માત્ર પરિવારને જ નહીં પરંતુ દલિત સમાજમાં પણ આક્રોશ ફેલાયો છે. તણાવને પહોંચી વળવા માટે પોલીસે ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. ભાજપના નેતાઓ પરિવારને શાંત પાડવાનું કામ કરી રહ્યા છે, પરંતુ પીડિત પરિવારને ન્યાય અપાવવામાં તેમને જાણે રસ જ ન હોય તેવી સ્થિતિ છે.

આ પણ વાંચો: સવર્ણ મહિલાઓની સતામણીથી દલિત કિશોરે ઝેર પી આપઘાત કર્યો

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
18 days ago

BJP sarkaar ane yogi Dalito na lohi na bhukhya varu,,, che jatankvadi che ane Thakur loko e aatankvadi ni paidash che,,,,

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x