રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો તે જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ, આ નિર્ણય સામે રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધનો સૂર વ્યકત કરતા બે દિવસમાં યુ ટર્ન લીધો છે અને નિવૃત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો તે જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો.
આ પણવાંચો: PM એ જેનું ઉદ્ઘાટન કર્યું હતું, તે Eklavya School 10 વર્ષ પછી પણ બની નહીં!
નિવૃત શિક્ષકોની કામચલાઉ ભરતી માટેની જાહેરાત કરાયા બાદ વિરોધના પગલે રાજ્ય સરકારે ભરતીનો નિર્ણય રદ કરવાની જાહેરાત રી છે. જે પરિપત્ર જાહેર કરાયો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂંક થયા બાદ જે જગ્યાઓ ખાલી પડી છે તેના પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવેવલી હતી. તે મૂળ અસરથી રદ કરવામાં આવે છે.
આ પણવાંચો: દાંતાની વેકરી પ્રા. શાળામાં 30 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત