ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદન મામલે સમગ્ર દેશમાં બીજા ક્રમે

2023-24માં મત્સ્ય ઉત્પાદન 9.08 લાખ મેટ્રિક ટન હતું, જે વધીને 2024-25માં 10.37 લાખ મેટ્રિક ટન થવાની શક્યતા.
gujarat news

ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 2340.62 કિમી દરિયાકિનારો છે. જે હવે રાજ્યમાં બ્લૂ ઇકોનોમીના વિસ્તરણમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યો છે. ગુજરાતે ગત વર્ષની તુલનામાં આ વર્ષમાં 1.29 લાખ મેટ્રિક ટન વધુ દરિયાઈ માછલીનું ઉત્પાદન કરવાની સંભાવના સાથે સમગ્ર દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને છે. છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ લગભગ 8.56 લાખ મેટ્રિક ટન રહ્યો છે. વર્ષ 2023-24 (ઑક્ટોબર-સપ્ટેમ્બર)માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,04,828 મેટ્રિક ટન અને આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2,03,073 મેટ્રિક ટન થયું હતું. છે. આમ વર્ષ 2023-24માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 9,07,901 મેટ્રિક ટન રહ્યું હતું. જે વર્ષ 2024-25 (ઑક્ટોબર-સપ્ટેમ્બર)માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,64,343 મેટ્રિક ટન, જ્યારે આંતરદેશીય માછલીનું ઉત્પાદન 2,72,430 મેટ્રિક ટન થવાની સંભાવના છે. આમ, વર્ષ 2024-25માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 10,36,773 મેટ્રિક ટન થવાની સંભાવના છે.

આ પણ વાંચો: લગ્નોમાં વાસણ ધોતા છોકરાએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે

gujarat news

મત્સ્યઉદ્યોગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે તેમજ માછીમારોની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) સમગ્ર દેશમાં લાગુ કરી છે, જેમાં મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કેન્દ્રમાં રખાયો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, મત્સ્ય ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તાથી લઇને ટેક્નોલૉજી, પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ સુધીની ફિશરીઝ વેલ્યુ ચેઇનમાં રહેલી મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે ડિઝાઇન કરાઇ છે.

આ યોજનાનો ઉદ્દેશ વેલ્યુ ચેઇનને આધુનિક અને મજબૂત બનાવવાનો, ટ્રેસેબિલિટી એટલે કે શોધક્ષમતા વધારવાનો અને એક મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે-સાથે માછીમારોનું સામાજિક-આર્થિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2020-21 થી 2024-25 સુધી કુલ રૂ. 897.54 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર તરફથી મંજૂરી અપાઈ છે. વર્ષ 2025-26 માટે પીએમએમએસવાય હેઠળ ગુજરાતને રૂ. 50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેનાથી પણ રાજ્યમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે.

આ પણ વાંચો: ‘સરકારી ભરતીઓમાં OBCને અન્યાય સહન નહીં કરીએ’ – કોળી સમાજ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x