ભારતીય સ્પીનર હરભજન સિંહે IPL 2025 માં કોમેન્ટ્રી દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને કાળી ટેક્સી કહી નસ્લભેદી નિવેદન કરતા હોબાળો મચી ગયો છે. 23 માર્ચે રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ રહેલી મેચ દરમિયાન હરભજને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની તુલના ‘કાળી ટેક્સી’ સાથે કરી હતી. જે બાદ ચાહકો સોશિયલ મીડિયા પર હરભજનની આકરી ટીકા કરી રહ્યા છે અને તેને માફી માંગવા માટે કહી રહ્યા છે. હરભજનના નિવેદનને સ્પષ્ટ રીતે જાતિવાદી કહેવામાં આવી રહ્યું છે.
હરભજન સિંહે શું કહ્યું હતું?
હરભજને આ નિવેદન મેચની પહેલી ઇનિંગ દરમિયાન આપ્યું હતું જ્યારે આર્ચર બોલિંગ કરી રહ્યો હતો અને ઇશાન કિશન અને હેનરિક ક્લાસેન SRH વતી બેટિંગ કરી રહ્યા હતા. ૧૮મી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ક્લાસેનએ સતત બે ચોગ્ગા ફટકાર્યા. એ દરમિયાન હરભજને કોમેન્ટ્રી કરતા કહ્યું, ‘લંડનમાં કાળી ટેક્સીનું મીટર ઝડપથી ચાલે છે અને અહીં જોફ્રા આર્ચરનું મીટર પણ ઝડપથી ચાલી રહ્યું છે.’
ચાહકોએ પ્રતિક્રિયા આપી
હરભજનના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચાહકો ગુસ્સે ભરાયા અને તેમણે IPL 2025 કોમેન્ટ્રી પેનલને તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી. જોકે, આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ બાબતે હરભજન સિંહ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
એક ચાહકે ‘X’ પર પોસ્ટ કરી અને લખ્યું, ‘હરભજન સિંહે હમણાં જ જોફ્રા આર્ચરને હિન્દી કોમેન્ટ્રીમાં હાઈ મીટર વેલ્યુ ધરાવતો કાળો ટેક્સી ડ્રાઈવર કહ્યો છે. કૃપા કરીને આના પર પ્રતિબંધ મૂકો’
આ પણ વાંચો: વિનોદ કાંબલીના રેકોર્ડ સામે ‘ક્રિકેટના ભગવાન’ ક્યાંય પાછળ છે!
જ્યારે યુકેના બીજા એક યુઝરે ‘X’ પર લખ્યું, ‘સ્વાભાવિક છે કે યુકેમાં અમને આઈપીએલ 2025 ની વર્લ્ડ ફીડ મળે છે. તેથી અમે હરભજન સિંહની આર્ચર વિશેની ભયાનક જાતિવાદી ટિપ્પણીઓ સીધી સાંભળી નથી. જોકે, ઘણા લોકોએ સાંભળ્યું છે અને હવે સમય પાકી ગયો છે કે IPL અને સ્ટાર સ્પોર્ટ્સ પગલાં લે અને તેને ઓફ એર કરી દે.’ બીજા એક યુઝરે ‘X’ પર લખ્યું કે, કોઈના ચહેરા અને રંગની મજાક ઉડાવવી એ બિલકુલ સારી વાત નથી. પછી ભલે તે ભારતીય હોય કે વિદેશી.
ઉલ્લેખનીય છે કે, જોફ્રા આર્ચરે IPL 2025 માં પોતાની પહેલી મેચમાં કોઈ વિકેટ લીધા વિના 76 રન આપ્યા હતા. આ IPLના ઇતિહાસમાં તેની સૌથી મોંઘી બોલિંગ સાબિત થઈ છે. આ મેચમાં હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કર્યું અને જીત મેળવી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઇશાન કિશને વિસ્ફોટક બેટિંગ કરી હતી અને 47 બોલમાં 106 રન બનાવ્યા હતા. કિશનને તેની તોફાની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. હૈદરાબાદે આ મેચ 44 રનથી જીતી લીધી હતી.
આ પણ વાંચો: દલિત યુગલને મંદિરમાં પ્રવેશતા અટકાવનાર પૂજારીની ધરપકડ
तू मनु की औलाद हे, तुझे इंसान में इंसान नही दिखेगा, तू साला यूरेशियन, जातिवादी ही हो सकता है