‘ભાજપ મહત્તમ રાજ્યોમાં સત્તા મેળવી બંધારણ બદલવા માંગે છે’

ઝારખંડના આદિવાસી મુખ્યમંત્રી Hemant Soren ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ વધુમાં વધુ રાજ્યો પર સત્તા મેળવી દેશનું બંધારણ બદલવા માંગે છે.
Hemant Soren

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને (Jharkhand Chief Minister Hemant Soren) ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ(BJP) કોઈપણ ભોગે વધુને વધુ રાજ્યોમાં સત્તા મેળવવા માંગે છે, જેથી કરીને તે ડૉ.આંબેડકર લિખિત દેશના વર્તમાન બંધારણને બદલી(Change the constitution)ને હિંદુ રાષ્ટ્ર સ્થાપી શકે. હેમંત સોરેને ભાજપ પર નવા સીમાંકનના નામે દેશભરમાં એસસી-એસટીની અનામત સીટો(SC-ST Reserve seats)ને ઘટાડી દેવાનું કાવતરું રચવાનો પણ આરોપ મૂક્યો હતો.

ભાજપ એસસી-એસટીની અનામત સીટો ઘટાડી દેશેઃ Hemant Soren
હેમંત સોરેને વિધાનસભામાં કહ્યું કે, ભાજપ દ્વારા દલિત-આદિવાસીઓની અનામત બેઠકો ઘટાડવા માટે સુનિયોજિત “ષડયંત્ર” અને “છુપા એજન્ડા” ના ભાગરૂપે સીમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ દેશ-રાજ્યના વિકાસ વિશે વાતો કરે છે પરંતુ કંઈ કરતા નથી. બજેટ સત્રના છેલ્લા દિવસે સોરેને કહ્યું, “સીમાંકનની કવાયત પાછળ એક છુપો એજન્ડા છે, જે આદિવાસીઓ અને દલિતો માટે અનામત બેઠકો ઘટાડવાનો છે. અગાઉ પણ આવા પ્રયાસો કરવામાં આવ્યા હતા જેને દિશામ ગુરુ શિબુ સોરેન દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે તેને સમગ્ર દેશ સામે એક સુનિયોજિત ષડયંત્રના ભાગ રૂપે આગળ કરવામાં આવી રહ્યું છે.”

આ પણ વાંચોઃ Chhattisgarh માં 400 આદિવાસીઓની હત્યા થઈ, જેમાં 140 મહિલાઓ

મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે તેમની પાર્ટી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે ભાજપ નેતા અનિલ મહતો ‘ટાઈગર’ ની હત્યાની નિંદા કરી અને કહ્યું કે જેમણે આ ગુનો કર્યો છે તેમને બક્ષવામાં નહીં આવે. સોરેને કહ્યું, “જે પણ ઘટના બની છે તેની હું નિંદા કરું છું. ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતાઓ મૃતકોના પરિવારને મળ્યા અને તેમને ખાતરી આપી કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.”

ભાજપ બાબાસાહેબનું બંધારણ બદલવા માંગે છેઃ Hemant Soren
ભાજપ પર પ્રહાર કરતા મુખ્યમંત્રી સોરેને કહ્યું કે “તેમનો એકમાત્ર ધ્યેય સત્તા કબજે કરવાનો છે, ભલે તેમને જનાદેશ ન મળે. આની પાછળ એક છુપો એજન્ડા છે. તેઓ શક્ય તેટલા રાજ્યોમાં તેમની સરકાર બનાવવા માંગે છે, જેથી તેઓ દેશના વર્તમાન બંધારણને બદલી શકે.” સોરેને કહ્યું કે તેમની સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે 1.45 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું, જેને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન સામાજિક સુરક્ષા પર રહ્યું છે. સરકાર લગભગ 58 લાખ મહિલાઓને મૈયા સન્માન યોજનાનો લાભ આપી રહી છે. આ યોજનાની અસર એક કે બે વર્ષમાં દેખાશે. સરકાર આ યોજના પર 13,000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.”

આ પણ વાંચોઃ પાણી પીવા જતા આદિવાસી વિદ્યાર્થીને શિક્ષકે પછાડીને માર્યો

કેન્દ્ર રાજ્ય સાથે સાવકી મા જેવું વર્તન કરે છે
મુખ્યમંત્રી હેમંત સોરેને આરોપ લગાવ્યો કે કેન્દ્ર રાજ્ય સાથે સાવકી માતા જેવું વર્તન કરી રહ્યું છે. તેમણે કહ્યું, “કેન્દ્ર તરફથી અમને અમારા બાકી લેણાં મળી રહ્યા નથી. વિવિધ કોલસા કંપનીઓ પાસેથી 1.36 લાખ કરોડ રૂપિયા બાકી છે. આ ઉપરાંત, મનરેગામાં 1,200 કરોડ રૂપિયા અને પીવાના પાણીની યોજના હેઠળ 6,000 કરોડ રૂપિયાથી વધુ રકમ કેન્દ્ર પાસે બાકી છે.”

ભાજપ આપેલા વચનો પુરી નથી કરતી
ભાજપની ટીકા કરતા હેમંત સોરેને કહ્યું કે તે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મહિલાઓ માટે મૈયાં સન્માન જેવી યોજનાઓનું વચન આપીને સત્તામાં આવી હતી, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નહોતો. તેમણે કહ્યું કે સરકારે અનાથ અને શારીરિક રીતે વિકલાંગ બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ આદિવાસીની શિષ્યવૃત્તિ મુદ્દે પ્રશ્ન કરાતા 4 આદિવાસી ધારાસભ્યો સસ્પેન્ડ

ઝારખંડ સરકાર હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરશે
સોરેને કહ્યું, “અમે ટૂંક સમયમાં વાલ્મીકિ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરીશું, જે હેઠળ આવા વિદ્યાર્થીઓને દૈનિક જરૂરિયાતો, અભ્યાસ સામગ્રી અને અન્ય ખર્ચ માટે 4,000 રૂપિયા આપવામાં આવશે.” સોરેને કહ્યું કે સરકાર રાજ્યના લોકો માટે હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની પણ તૈયારી કરી રહી છે.

આ પણ વાંચોઃ રજવાડું, મહેલ કે વાહન નથી, તેવા કેરળના આ આદિવાસી રાજાને ઓળખો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x