દેશમાં સામાન્ય માણસના લગ્નોમાં હવે કથિત હિંદુ સંગઠનોની દખલગીરી હદથી બહાર જઈ રહી છે. આવી જ એક ઘટનામાં એક દલિત યુવતી પોતાની અને પરિવારની મરજીથી તેની સાથે કામ કરતા મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા જઈ રહી હતી. પરંતુ કથિત હિંદુ સંગઠનોની દાદાગીરીને કારણે આ લગ્ન રદ કરી દેવા પડ્યા હતા.
યુપીના મેરઠના ગંગાનગરની ઘટના
મામલો ઉત્તર પ્રદેશના મેરઠનો છે. અહીંની રહેવાસી અને એક પ્રતિષ્ઠિત બેંકમાં કાર્યરત દલિત યુવતી આકાંક્ષા ગૌતમ તેના લાંબા સમયના મિત્ર સાહિલ ઉર્ફે શાવેઝ રાણા સાથે લગ્ન કરવા માંગતી હતી. બંને પરિવારોની જાણકારી સાથે લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. સગાઈ માટે 9 ફેબ્રુઆરી અને લગ્ન માટે 13 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. કંકોતરીઓ પણ સગા-સંબંધીઓમાં વહેંચાઈ ગઈ હતી, પરંતુ આ દરમિયાન સ્થાનિક હિન્દુ સંગઠનોને આ બાબતની જાણ થતા વિરોધનો વંટોળ શરૂ થયો હતો. આ સંગઠનોએ આ લગ્નને ‘લવ જેહાદ’ ગણાવીને હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચેલા મુસ્લિમ યુવકને વકીલોએ માર્યો
હિંદુ સંગઠનોએ ઓળખ છુપાવવાના ગંભીર આક્ષેપો લગાવ્યા
અખિલ ભારતીય હિન્દુ સુરક્ષા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સચિન સિરોહીએ આ મામલે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે લગ્નની પત્રિકામાં યુવકનું નામ ‘સાહિલ’ લખવામાં આવ્યું છે, જ્યારે હકીકતમાં તેનું સાચું નામ ‘શાવેઝ રાણા’ છે. સંગઠનનો દાવો છે કે યુવકે પોતાની સાચી ધાર્મિક ઓળખ છુપાવીને યુવતી અને તેના પરિવારને ગેરમાર્ગે દોર્યા છે. સિરોહીના જણાવ્યા અનુસાર, નામ બદલીને હિન્દુ યુવતીઓને ફસાવવી એ એક સુનિયોજિત કાવતરું છે. તેમણે ચેતવણી આપી હતી કે તેઓ કોઈપણ સંજોગોમાં આ લગ્ન વિધિ સંપન્ન થવા દેશે નહીં. 9 ફેબ્રુઆરીએ જ્યારે સગાઈનો કાર્યક્રમ યોજાવાનો હતો, ત્યારે કાર્યકરોએ રેસ્ટોરન્ટ પર પહોંચીને હંગામો કર્યો હતો, જેના કારણે કાર્યક્રમ પડતો મૂકવો પડ્યો હતો.

યુવતીએ કહ્યું, હું તેની સાથે જ લગ્ન કરીશ
બીજી તરફ યુવતી આકાંક્ષા ગૌતમે જણાવ્યું હતું કે, તે અને તેનો પરિવાર છેલ્લા છ વર્ષથી શાહવાઝને ઓળખે છે. તેણીએ આકાંક્ષાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તે સનાતની નથી પણ આંબેડકરવાદી છે, અને લગ્ન બૌદ્ધ રિવાજો અનુસાર કરવામાં આવશે. તેણીએ કહ્યું હતું કે છોકરાએ ક્યારેય તેની ઓળખ છુપાવી નથી અને તેના પરિવારને શરૂઆતથી જ ખબર હતી કે તેનું નામ શાહવાઝ છે.
આકાંક્ષાએ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે બંને પરિવારો સંમત છે, ત્યારે હિન્દુ સંગઠનોને દખલ કરવાનો કોઈ અધિકાર નથી. તેણીએ આરોપ લગાવ્યો હતો કે સંગઠનો બેન્ક્વેટ હોલના માલિક પર બુકિંગ રદ કરવા દબાણ કરીને ગુંડાગીરીનો આશરો લઈ રહ્યા છે.
#मेरठ में एक दलित युवती आकांक्षा (21 वर्ष) साहिल उर्फ शहवाज से शादी करने जा रहीं हैं।दोनो पहले दोस्त थे और अब 13 फ़रवरी को दोनों की शादी होनी है। शादी के कार्ड भी छप चुके हैं।
अब हिन्दू वादी नेता सचिन सिरोही आरोप लगा रहे है कि साहिल उर्फ शहवाज ने नाम छुपाकर दोस्ती की ओर लव जिहाद… pic.twitter.com/M2mAkUnHyC
— Raju Sharma journalist (@RajuSharmajour1) February 8, 2026
આ પણ વાંચો: આણંદમાં 4 મુસ્લિમ યુવતીઓને હિંદુ યુવકો ભગાડી ગયા
નામ બદલવાના વિવાદ પર માતાની સ્પષ્ટતા
આકાંક્ષાની માતા લતા ગૌતમે પણ લગ્નને જોરદાર ટેકો આપ્યો હતો. તેણીએ કહ્યું હતું કે તેણીએ છોકરાને “સાહિલ” ઉપનામ આપ્યું હતું, જે લગ્નના કાર્ડ પર છાપેલું હતું. તેમણે કહ્યું કે, તેઓ છોકરાના આખા પરિવારને જાણે છે અને લવ જેહાદનો કોઈ કેસ નથી. તેણીએ યુવતીના કાકાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે લગ્નમાં હાજરી આપવા માટે બધા સંબંધીઓ આવી રહ્યા છે.
#मेरठ की आकांक्षा गौतम की शादी 13 फरवरी को शहवाज राणा उर्फ साहिल हो रही है। आकांक्षा हिंदू है और शहवाज मुस्लिम। हिंदू संगठनों को इस पर आपत्ति है।
लव जिहाद का आरोप लगा रहे हैं।
हिंदूवादी नेता सचिन सिरोही ने ये शादी नहीं होने देने का ऐलान किया है। @meerutpolice @UPPolice pic.twitter.com/Ex8RCwhYFu— Atul sharma journalist (@AtulSha48746751) February 8, 2026
કાકાની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી
બીજી તરફ, યુવતીના કાકા પ્રેમચંદે પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની ભત્રીજીને તેમની મિલકત કબજે કરવા માટે ધર્મ પરિવર્તન માટે લલચાવવામાં આવી હતી. તેમની ફરિયાદના આધારે, ગંગાનગર પોલીસ સ્ટેશને મોડી રાત્રે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ હવે બંને પક્ષોના દાવાઓ અને લગ્ન કાર્ડ પરના અલગ અલગ નામોની સંપૂર્ણ તપાસ કરી રહી છે. હાલમાં, આકાંક્ષાએ સ્પષ્ટ કર્યું છે કે તે ફક્ત સાહિલ સાથે જ લગ્ન કરશે અને તેના કાકા દ્વારા નોંધાયેલી FIR સામે કાનૂની લડાઈ લડશે.
આ પણ વાંચો: મુસ્લિમ યુવક-દલિત યુવતીના લગ્ન હિંદુ સંગઠને ન થવા દીધા











