ભંગાર વેચતા પિતાની પુત્રીએ માઈક્રોસોફ્ટમાં 55 લાખની નોકરી મેળવી

ભંગારનો ધંધો કરતા પિતાની પુત્રી માઈક્રોસોફ્ટ એન્જિનિયર બની. પિતા દરરોજ રૂ.300 કમાય છે, દીકરીને વાર્ષિક 55 લાખનું પેકેજ મળ્યું.
hisar kabadi walas daughter simran microsoft

સપના સાચા પડતા હોય છે, જરૂર હોય છે તેને પુરા કરવા માટે યોગ્ય દિશામાં મહેનત કરવાની. ડો.આંબેડકરે વિદેશ જઈને શિક્ષણ મેળવવાનું સપનું જોયું અને વડોદરાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ગાયકવાડની મદદને કારણે તે શક્ય બન્યું. એ પછી ડો.આંબડકરે જે શિક્ષણ મેળવ્યું તેમણે ભારત દેશની દશા અને દિશા બદલી નાખી.

આવું જ કંઈક હરિયાણાના હિસારની સિમરન સાથે બન્યું છે. સિમરનને હૈદરાબાદની માઈક્રોસોફ્ટ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી મળી છે. તેને 55 લાખનું વાર્ષિક પેકેજ મળ્યું છે. સિમરન માત્ર 21 વર્ષની છે અને તેના પિતા ભંગાર લે-વેચનો ધંધો કરે છે. તેના પિતાની દૈનિક આવક માત્ર 500 રૂપિયા છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે સિમરનને માઈક્રોસોફ્ટ જેવી વિખ્યાત કંપનીમાં નોકરી મળતાં આખા પરિવારમાં ખુશીનો માહોલ છે.

પહેલા જ પ્રયાસમાં JEE પરીક્ષા પાસ કરી

સિમરન હિસારના બાલસમંદ ગામની રહેવાસી છે. સિમરનના પરિવારના જણાવ્યા અનુસાર, તેણે 17 વર્ષની ઉંમરે પહેલા પ્રયાસમાં JEE પરીક્ષા પાસ કરી હતી. એ પછી, તેણે IIT મંડીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો હતો. જોકે, સિમરનને IT ફિલ્ડમાં રસ હતો. તેનું સપનું માઇક્રોસોફ્ટમાં કામ કરવાનું હતું, તેથી તેણે વધારાના વિષય તરીકે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ પણ કર્યો.

આ પણ વાંચો: ઘેટાં-બકરાં ચરાવતો યુવક UPSC પરીક્ષા પાસ કરી IPS બન્યો

Success story in microsoft

30 જૂને નોકરી મળ્યાની જાણ થઈ

કેમ્પસ સિલેક્શન દરમિયાન સિમરનની માઇક્રોસોફ્ટ હૈદરાબાદમાં ઇન્ટર્નશિપ માટે પસંદ કરવામાં આવી હતી. 2 મહિનાની ઇન્ટર્નશિપ પછી સિમરને 300 વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ ઇન્ટર્નનો એવોર્ડ જીત્યો હતો. તેને અમેરિકામાં માઇક્રોસોફ્ટના વિદેશી વડા તરફથી આ એવોર્ડ મળ્યો હતો. તેઓ સિમરનને મળવા માટે પહેલી વાર અમેરિકાથી ભારત આવ્યા હતા. ફાઈનલ સિલેક્શનમાં સિમરને ટોપ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવી દીધું.

સિમરનના પિતા ભંગાર લે-વેચનું કામ કરે છે

સિમરનના પિતા રાજેશ કુમારે કહ્યું, અમે બે રૂમના ઘરમાં રહીએ છીએ. દરરોજ ત્રણસોથી પાંચ રૂપિયા કમાઉં છું. આ આવકમાંથી અમારું ઘર ચાલે છે. હું શેરીએ-શેરીએ ફરીને ભંગાર લે-વેચ કરું છું. ભંગારના બદલામાં અમે લોકોને નવા વાસણો આપીએ છીએ. સિમરન પરિવારમાં સૌથી મોટી પુત્રી છે. તેને બે બહેનો મમતા અને મુસ્કાન અને એક નાનો ભાઈ હર્ષિત છે. મારી દીકરીની સિદ્ધિ બદલ અમને ગર્વ છે.

દીકરીની સફળતાથી તેની માતા ખુશ

સિમરનની માતા કવિતાએ કહ્યું, “મેં ફક્ત 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. મેં મારી દીકરીને 7માં ધોરણ સુધી જાતે જ ભણાવી છે. ત્યારબાદ તેને અભ્યાસ માટે હિસાર મોકલી. તેણે વર્ષ 2021 માં JEE પરીક્ષા પાસ કરી. સિમરનની સફળતાથી અમે ખૂબ ખુશ છીએ. મારી દીકરીઓ અને અન્ય દીકરીઓ સિમરન પાસેથી પ્રેરણા લઈને આગળ વધશે.

સિમરનનું સન્માન કરીશું: કોંગ્રેસના ધારાસભ્ય

સિમરનની આ સફળતા જોઈને નેતાઓ પણ ક્રેડીટ ખાવા માટે ઉમટી પડ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રપ્રકાશે કહ્યું કે, દીકરીઓ કોઈપણ ક્ષેત્રમાં દીકરાથી ઉતરતી નથી. જો પરિવાર તેમને તક આપે તો દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવી શકે છે. અમને સિમરન પર ગર્વ છે. અમે સિમરનનું સન્માન કરીશું. જેથી અન્ય દીકરીઓએ પણ તેનામાંથી પ્રેરણા લઈને આગળ વધી શકે.

આ પણ વાંચો: સરકારી શાળામાં ભણતી 12 બહુજન વિદ્યાર્થીનીઓએ NEET પાસ કરી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x