‘મંગળવારે જો મટનની દુકાન ખોલી તો તારી દુકાન સળગાવી દઈશ…’

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સત્યમ પંડિત નામનો શખ્સ મુસ્લિમ દુકાનદારને ધમકી આપી દુકાન સળગાવી દેવાનું કહી રહ્યો છે.
mutton shop open on Tuesday gaziabad viral video

દેશમાં બેરોજગારીની સમસ્યા ગંભીર છે. લોકો પાસે કામ નથી અને સેંકડો લોકો ઘરે બેઠા બેઠા હતાશ થઈ રહ્યાં છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ જાતિવાદી તત્વો લોકોને શાંતિ લેવા દેતા નથી. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કુર્તા-પાયજામા પહેરેલો એક વ્યક્તિ એક વૃદ્ધ મુસ્લિમ દુકાનદારને ધમકી આપતો જોવા મળે છે, અને માંગણી કરે છે કે તે મંગળવારે તેની દુકાન બંધ કરે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વીડિયો ગાઝિયાબાદના કૈલા ભટ્ટા વિસ્તારનો છે. લગભગ દોઢ મિનિટના વીડિયોમાં ધમકી આપનાર વ્યક્તિની ઓળખ સત્યમ પંડિત તરીકે થઈ છે. વીડિયોમાં સત્યમ પંડિત એક વૃદ્ધ દુકાનદારને ધમકી આપતો જોઈ શકાય છે. મંદિર અને મંગળવારનો ઉલ્લેખ કરીને, તે કહે છે કે તે એક મિનિટમાં દુકાનને આગ લગાવી દેશે.

આ પણ વાંચો: ત્રણ મુસ્લિમ વૃદ્ધોને બજરંગ દળ કાર્યકરે દોડાવી-દોડાવીને ફટકાર્યા!

યુપીમાં કાયદો અને વ્યવસ્થાનો જાણે લુખ્ખા તત્વોને ડર જ ન હોય તેમ આ શખ્સ સત્યમ પંડિતે પોતે આ વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો છે, જાણે કે તેણે ખરેખર કંઈક મહાન કાર્ય કર્યું હોય. પહેલા, દુકાનને આગ લગાવવાની ધમકી, પછી ધમકીનો વીડિયો પોસ્ટ કરવો, અને પછી કેપ્શન લખ્યું- “મંગળવારે ગાઝિયાબાદમાં કોઈ પણ મુસ્લિમને માંસ વેચવા દેવામાં નહીં આવે.”
દરમિયાન, જ્યારે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો સામે આવ્યો, ત્યારે ગાઝિયાબાદ પોલીસે પણ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહ્યું કે તેઓ વીડિયોની તપાસ કરશે અને પછી તે તપાસના આધારે કાર્યવાહી કરશે. પોલીસ માને છે કે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ઠીક છે.

પોલીસ કાર્યવાહીની ચર્ચા વચ્ચે સત્યમ પંડિતનો ઇતિહાસ પણ સામે આવ્યો છે. તે વારંવાર નફરત ફેલાવતો વક્તા રહ્યો છે. ઓગસ્ટ 2024 માં તેણે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા મુસ્લિમોનો ઉલ્લેખ કરીને સમગ્ર મુસ્લિમ સમાજ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા. જેના કારણે તેને જેલમાં પણ જવું પડ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો: જંગલેશ્વરમાં બુલડોઝર નીચે કચડાયાં ગરીબોનાં સપનાં, હજારો પરિવારો બેઘર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
1 month ago

Police j gaddaro kare che,,, baki police teni nani yaad jaravi de

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x