સીધી રીતે બાબાસાહેબનું સ્ટેચ્યૂ મૂકવા દે તો એ હિંદુ શેના? ગુજરાતમાં જેટલા પણ બાબાસાહેબના સ્ટેચ્યૂ મુકાયા છે તેમાંથી મોટાભાગનાની સાથે હિંદુઓનો વિરોધ, હિંદુઓની કિન્નાખોરીનો ઇતિહાસ જોડાયેલો છે. વિધાનસભામાં બાબાસાહેબનું તૈલચિત્ર મૂકવાનું હોય કે સાળંગપુર બાબાસાહેબનું સ્ટેચ્યુ મૂકવાનું હોય, લગભગ બધે હિંદુઓ કોઈને કોઈ રીતે રોડાં નાખતા રહ્યાં છે અને તેને પાછું ઠેલવતા રહ્યા છે, પરંતુ છેલ્લે તો દલિતોએ લડી, ઝઘડીને ન્યાય મેળવ્યો છે, વટથી પૂતળું મુકાવ્યું છે.
આવી જ એક ઘટના બે દિવસ પહેલા અમદાવાદના મેઘાણીનગર ખાતે બની ગઈ. અહીં ગત જાન્યુઆરી મહિનામાં AMC એ રામેશ્વર ચાર રસ્તા પર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવા ઠરાવ કર્યો હતો અને તે માટે સર્કલ પણ બનાવી દેવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેચ્યૂ મૂકવામાં આવતું નહોતું. ઉપરથી ડૉ. બાબાસાહેબના જન્મ જયંતીના ૩ દિવસ પહેલા સર્કલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
એએમસીએ તેના માટે એવું બહાનું કાઢ્યું હતું કે, સર્કલ મોટું છે એટલે નાનું કરવાનું છે અને સર્કલના લીધે ટ્રાફિક જામ થાય છે.
જો કે, રાજકીય વર્તુળોમાં જે ચર્ચાઓ ચાલી રહી હતી તે મુજબ ભાજપના કોર્પોરેટર અનુ પટેલ આ જગ્યાએ સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવા માંગતા હતા અને ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, જે SC અનામત અસારવા વિધાનસભા સીટ પરથી ચૂંટાયા છે, તેઓ પાટીદારોને ખુશ કરવા આ જગ્યાએ બાબાસાહેબના સ્ટેચ્યૂની જગ્યાએ સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવામાં મુક સંમતિ આપી હતી.
એએમસી અને ધારાસભ્યની આ ચાલની જાણ ભારતીય દલિત પેન્થર અને સ્થાનિક દલિત આગેવાનોને થતા પેન્થરના કાર્યકર નરેન્દ્ર પરમાર ડૉ.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકાવવા માટે થઈને ઉપવાસ પર બેઠા હતા. તેમની સાથે દલિત પેન્થરના અન્ય કાર્યકરો અને દલિત-બહુજન સમાજના અન્ય લોકો પણ જોડાયા હતા. એ પછી તેમણે નક્કી કર્યું કે, એએમસી બીજું કંઈ વિચારે તે પહેલા આપણે અહીં બાબાસાહેબનું સ્ટેચ્યૂ મૂકવું જોઈએ.
આ પણ વાંચો: જો બંધારણ ન હોત તો આ અધિકારો આપણને ક્યારેય ન મળ્યાં હોત
તેના માટે ભારતીય દલિત પેન્થરના ગુજરાતના અધ્યક્ષ રાહુલ પરમારે એએમસીને તા. 9 એપ્રિલ 2025ના રોજ લેખિત વિનંતી કરી હતી. જો કે એ પછી પણ એએમસી દ્વારા બાબાસાહેબનું સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું નહોતું કે ન અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી દલિતોએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હતું. એ પછી દલિત પેન્થરના આગેવાનોએ મળીને લોકફાળો ઉઘરાવવો શરૂ કર્યો હતો. જેમાં રૂ. 75 હજાર કરતા વધુ રકમ એકઠી થઈ હતી. જેમાં બીજી રકમ દલિત પેન્થરના કાર્યકરોએ ઉમેરીને 14મી એપ્રિલના બે દિવસ પહેલા રામેશ્વર સર્કલ પર ડો. આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકાવ્યું હતું.
ડો.આંબેડકરની જન્મજયંતીના બે દિવસ પહેલા બહુજન સમાજની આ બહુ મોટી જીત ગણાય. અમદાવાદના વિવિધ સંગઠનો અને કાર્યકર્તાઓએ એક થઈને આ આંદોલનને સફળ બનાવ્યું હતું.
આ ઘટનામાંથી એ બોધ મળે છે કે, બહુજન સમાજ જ્યારે એક થઈને કોઈ કામ હાથ પર લે છે ત્યારે તેને કોઈપણ ભોગે પૂર્ણ કરીને રહે છે. સાથે જ આઝાદીના ૭૮ વર્ષ પછી પણ હિંદુઓ જાતિવાદ છોડવા તૈયાર નથી તેની પણ વધુ એકવાર સાબિતી મળે છે. સમરસતા ફકત તેમના ખોટા વચનોમાં છે, અને આચરણમાં તો નકરો જાતિવાદ જ છે. આ જ રીતે ઘણી જગ્યાએ દલિતોએ લડત આપી ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મુકાવ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ આક્રમકતાથી લડવું પડશે તેવું લાગી રહ્યું છે.
આ સમગ્ર આંદોલનને સફળ બનાવવામાં ભારતીય દલિત પેન્શર ગુજરાતની ટીમ, તેના અધ્યક્ષ રાહુલ પરમાર, કાર્યકર નરેન્દ્રભાઈ પરમાર, આપના યુવા કાર્યકર જગદીશ ચાવડા સહિત મેઘાણીનગર, અસારવાના નામી-અનામી અનેક લોકોએ તન-મન-ધનથી ફાળો આપ્યો હતો. 14મી એપ્રિલે મહાનાયક ડો.આંબેડકરને આનાથી મોટી અંજલિ બીજી શી હોઈ શકે?
આ પણ વાંચો: વેજલપુરમાં ડો.આંબેડકરની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે
*ભારતનાં દલિતો સત્તા શાસનથી, દલિત રાજનીતિથી
કેટલાં દૂર છે??? જય સંવિધાન જય ભારત જયભીમ!