પ્રયાગરાજમાં 7 ઠાકુરોએ દલિત યુવકને જીવતો સળગાવી દીધો?

30 વર્ષનો દલિત યુવક અશોક કુમાર મજૂરી કામ કરતો હતો. તેને ૩ બાળકો છે અને પત્નીનું અવસાન થયું છે. તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો.
dalit youth murder case

14મી એપ્રિલની પૂર્વ સંધ્યાએ જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાંથી દલિત અત્યાચારની ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવકને ગામની ઠાકુર જાતિના 7 લોકોએ મળીને જીવતો સળગાવી દીધો. પ્રયાગરાજ જિલ્લાના કરછણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઇટૌરા ગામમાં 12 એપ્રિલની રાત્રે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી. ૩૦ વર્ષીય દલિત યુવક દેવી શંકરની કથિત રીતે યોજનાબદ્ધ રીતે હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે તેના શરીરને સળગાવી દેવામાં આવ્યો હતો. રવિવારે સવારે 5:30 વાગ્યે ગામની પૂર્વમાં આવેલા બગીચામાં તેનો બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

ઇસોટા ગામના રહેવાસી દલિત અશોક કુમારનો 30 વર્ષીય પુત્ર દેવી શંકર મજૂરી કામ કરતો હતો. તેને ૩ બાળકો છે. એક દીકરી કાજલ અને બે દીકરા- સૂરજ અને આકાશ. દેવી શંકરની પત્નીનું અવસાન થયું ચૂક્યું છે અને તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો.

શનિવારે સાંજે દેવીશંકર ઘરેથી નીકળ્યો હતો. કેટલાક લોકો ઘઉં ઝુડવાના બહાને તેને ઘરેથી લઈ ગયા હતા. જ્યારે તે આખી રાત ઘરે પાછો ન ફર્યો, ત્યારે પરિવારના સભ્યોએ સવારે તેની શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન, ગામલોકો પાસેથી જાણવા મળ્યું કે બગીચામાં એક યુવકનો અડધો બળેલો મૃતદેહ પડ્યો છે. જ્યારે પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા, ત્યારે તેઓ રડવા લાગ્યા, કારણ કે મૃતદેહ દેવી શંકરનો હતો.

દેવી શંકરના પિતા અશોક કુમારે જણાવ્યું કે ગામના ચાર યુવાનો તેમના પુત્રને ફોન કરીને લઈ ગયા હતા. તેને ઘઉં કાપવાનું કામ કરવાનું છે તેમ કહેવામાં આવ્યું હતું. અમે અમારા દીકરાને તેમની સાથે જતા જોયો.

આ પણ વાંચો: સુરત દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત, આજે સજા થશે

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, યમુના નગરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિવેક ચંદ્ર યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા જૂની દુશ્મનાવટને કારણે થઈ હતી અને છ લોકો – દિલીપ સિંહ, વિનય સિંહ, અજય સિંહ, મનોજ સિંહ, સોનુ સિંહ, શેખર સિંહ અને મોનુની અટકાયત કરવામાં આવી છે. પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસની કલમો હેઠળ FIR નોંધી છે જ્યારે ફોરેન્સિક ટીમો પુરાવા એકત્રિત કરી રહી છે.

દરમિયાન, બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આ ઘટનાને “અત્યંત દુઃખદ અને ચિંતાજનક” ગણાવી છે અને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમોએ આ ઘટના અંગે x પર પોસ્ટ કરીને લખ્યું, “યુપીના પ્રયાગરાજના કરછણામાં સામંતવાદી તત્વો દ્વારા એક દલિતની કરવામાં આવેલી ક્રૂર હત્યાની ઘટના અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે. સરકારે રાજ્યમાં બેફામ બની રહેલા આવા ગુનેગાર, અસામાજિક અને સામંતવાદી તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને કાયદાનું શાસન સ્થાપિત કરવું જોઈએ.

આ સાથે, સરકારે બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, પરમ પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાના અપમાનની ઘટનાઓને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ અને સમાજમાં તણાવ અને હિંસા ફેલાવતા આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.”

આ પણ વાંચો:  ચંદ્રશેખર રાવણના પિતાને સવર્ણોએ કહ્યું- માસ્ટરજી, આપકા ગિલાસ કહાં હૈ?

આઝાદ સમાજ પાર્ટીના નેતા અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે આ હત્યાને જાતિગત દ્વેષથી પ્રેરિત ગણાવીને દાવો કર્યો હતો કે કેટલાક લોકોએ દેવી શંકરને ઘઉંના પોટલાં ઉચકવાના બહાને ઘરેથી બહાર બોલાવ્યો અને તેના પર પેટ્રોલ રેડીને જીવતો સળગાવી દીધો હતો.

સાંસદ ચંદ્રશેખરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે હત્યારાઓએ મૃતકના પરિવારને જાતિસૂચક ગાળો ભાંડી હતી અને ધમકી આપી હતી કે, “આ જ રીતે વારંવાર સળગાવીને મારીશું.”

ચંદ્રશેખર આઝાદે સરકાર પાસે હત્યારાઓની તાત્કાલિક ધરપકડ, SC/ST એક્ટ હેઠળ કડક કાર્યવાહી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ અને પીડિત પરિવારને સુરક્ષા, વળતર અને નોકરી આપવાની માંગણી કરી છે. ગામમાં ભય અને આક્રોશના વાતાવરણ વચ્ચે પોલીસે વધારાનો પોલીસ કાફલો ખડકી દીધો છે.

સમાજવાદી પાર્ટી (SP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ ઘટનાને સત્તાના દુરુપયોગ અને જાતિવાદી હિંસા સાથે જોડી હતી. X પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું, “પ્રયાગરાજમાં એક પ્રભુત્વવાદી દ્વારા દલિત સમાજના યુવાનને જીવતો સળગાવી દેવાનો જે જઘન્ય ગુનો બન્યો છે, તેણે સાબિત કરી દીધું છે કે સત્તાનો પોતાના લોકોને આપવામાં આવેલો અનિચ્છનીય આશ્રય અને અહંકાર હવે લોકોની ખુલ્લેઆમ હત્યાઓ પણ કરાવી રહ્યો છે.

બાબા સાહેબની જન્મજયંતિ પહેલા આવી ઘટનાને અંજામ આપીને, કેટલાક શક્તિશાળી લોકો સમાજને તેમની તાકાતનો સંદેશ આપવા માંગે છે, તેઓ નકારાત્મક અને અત્યાચારી લોકો છે જે બીમાર વિચારસરણીથી પીડાય છે. જોવાનું એ છે કે, આ માથાભારે ગુનેગાર તત્વોના ઘરે બુલડોઝર મોકલવાની નૈતિક શક્તિ અને ઊર્જા કોઈનામાં બચી છે કે નહીં, કે પછી તેઓ ગુનેગારો સમક્ષ શરણાગતિ સ્વીકારીને ઠંડા પડી ગયા છે. જો ‘નિંદનીય’ કરતાં નીચો કોઈ શબ્દ હોય તો તેનો ઉપયોગ આ દુષ્કૃત્યની નિંદા કરવા માટે થવો જોઈએ.

આ પણ વાંચો: ‘બંધારણ લખનારા મૂર્ખ હતા’ -સુરત ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસનો બફાટ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
15 days ago

Yogi ko region dena chahiye

તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x