‘જય ભીમ’ ક્રિમિનલ લોકોનો નારો છે: ભાજપ ધારાસભ્ય

ભાજપના એક ધારાસભ્યે દેશના કરોડો બહુજનોનું અપમાન કરતું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, "જય ભીમ ખોટા લોકોનો નારો છે અને ક્રિમિનલ પાર્ટીનો નારો છે."
jai bhim

અમિત શાહે આંબેડકરને ફેશન ગણાવીને અપમાન કર્યું હતું તેના પડધા હજુ શમ્યાં નથી ત્યાં ભાજપના વધુ એક ધારાસભ્યે તેમનું અસલ ચરિત્ર પ્રગટ કર્યું છે અને કરોડો બહુજનો જે નારો લગાવે છે તેને ખોટો લોકોનો નારો ગણાવી દીધો છે.ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય સુનીલ મણિ તિવારીના એક વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય તોફાન મચી ગયું છે. તિવારીએ “જય ભીમ” ના નારા અંગે એવું નિવેદન આપ્યું હતું કે તેનાથી બહુજન સમાજ, કાર્યકરો અને બહુજન પક્ષોમાં ભારે રોષ ફેલાયો છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા તાજેતરમાં રાષ્ટ્રગીતના કથિત અપમાન અંગે એક પત્રકારે તેમને પ્રશ્ન પૂછ્યો ત્યારે વિવાદ શરૂ થયો. વાતચીત દરમિયાન તિવારીએ “જય ભીમ” ને “ખોટા લોકોનું સૂત્ર” અને “ક્રિમિનલ પક્ષનું સૂત્ર” ગણાવ્યું, ત્યારબાદ તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું.

આ પણ વાંચો: ‘જય ભીમ’ નો નારો ખરેખર કોણે આપ્યો હતો, બાબુ હરદાસે, મહાર સૈનિકોએ કે પછી બીજા કોઈએ?

તાજેતરમાં ધ એક્ટિવિસ્ટના પત્રકાર વેદપ્રકાશે સુનિલ મણિ તિવારીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા રાષ્ટ્રગીતનું અપમાન કરવાના વિવાદ પર પ્રશ્ન કર્યો હતો. ઇન્ટરવ્યૂના અંતે વેદપ્રકાશે “જય ભીમ, જય ભારત” કહ્યું. આનો જવાબ તિવારીએ ફક્ત “જય ભારત” કહીને આપ્યો. જ્યારે પત્રકારે તેમને ફરીથી “જય ભીમ” બોલવાનો આગ્રહ કર્યો, ત્યારે તિવારીએ કહ્યું – “વંદે માતરમ…બાબાસાહેબ આંબેડકર આપણા પૂજ્ય વ્યક્તિ છે, પણ જય ભીમ શું છે… તમે ‘જય ભીમ’ બોલનારા લોકો છો, તમે મને જણાવો, જ્યારે દેશ આઝાદ થયો, બંધારણ બન્યું, બાબાસાહેબ ચૂંટણી લડવા ગયા, ત્યારે તેમને કોણે હરાવ્યા? કોંગ્રેસે તેમને હરાવ્યા, ખરું ને? તેમને આગળ વધતા કોણે રોક્યા?”

જ્યારે પત્રકારે પૂછ્યું કે આનો “જય ભીમ” સાથે શું સંબંધ છે, ત્યારે તિવારીએ આગળ કહ્યું, “ભારતરત્ન આપનારી કોઈ પાર્ટી છે તો તે ભાજપ છે, અટલજી છે. મારા રૂમમાં તેમનો ફોટો પણ છે, અમે તેમનો આદર કરીએ છીએ.”

જેના પર પત્રકારે પ્રશ્ન ઉઠાવ્યો, “જયશ્રી રામ બોલનારા ધારાસભ્યો છે પણ જય ભીમ કેમ નથી કહેતા?” તિવારીએ તરત જ જવાબ આપ્યો, “જય ભીમનો નારા કોણ લગાવે છે? બોલો ને, બાબાસાહેબ આંબેડકર ઝિંદાબાદ બોલો, બાબાસાહેબ અમર રહે બોલો. ‘જય ભીમ’ ખોટા લોકોનો નારો છે, ક્રિમિનલ પાર્ટીનો નારો છે. તમે બોલો, બાબાસાહેબ અમર રહે.”

આ પણ વાંચો: ‘જય શ્રીરામ’ સામે ‘જય ભીમ’નો નારો કેવી રીતે ભારે પડ્યો?

તિવારીના આ નિવેદનથી બહુજન સમાજ અને આંબેડકરવાદીઓમાં ભારે રોષ ફેલાયો છે. વંચિત બહુજન આઘાડીના સ્થાપક અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “આ ગધેડાને શું ખબર જય ભીમ શું છે!? જય ભીમ ફક્ત એક સૂત્ર નથી. જય ભીમ એ સામાજિક ન્યાય, અધિકારો અને માનસિક સ્વતંત્રતા માટેનો અમારો દાવો અને સંઘર્ષ છે અને દમનકારી જાતિ વ્યવસ્થા સામેના અમારા પ્રતિકારનો ઉત્સવ છે.”

સુનીલ મણિ તિવારીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. લોકો તેને બાબાસાહેબ આંબેડકરના આદરની વિરુદ્ધ તો માની જ રહ્યા છે, પણ એવું પણ કહી રહ્યા છે કે તેનાથી સામાજિક તણાવ વધશે.

ઘણા યુઝર્સે લખ્યું કે “જય ભીમ” દલિત સમાજ માટે ગૌરવ અને ઓળખનું પ્રતીક છે અને તેને ગુનેગારો સાથે જોડવું ખૂબ જ વાંધાજનક છે. કેટલાક લોકોએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે શું તિવારીનું નિવેદન ભાજપનો સત્તાવાર અભિપ્રાય દર્શાવે છે? જોકે પક્ષ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી.

આ પણ વાંચો: નડિયાદમાં ભાજપના નેતાએ વકફ બોર્ડની જમીન પચાવી પાડી

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 month ago

*માનસિક ગાંડાઓ અને માનસિક બીમારીથી પીડાતો પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી, તેને રાષ્ટ્રીય પક્ષ
કહેવો તે તો ડાહ્યાં માણસો માટે શર્મનાક અને શર્મસાર
બાબત છે! જયભીમ એક દલિત ચેતના છે, જયભીમ
નારો કેટલાકને કાચનાં કણાની જેમ ખૂંચે છે! એટલે તેનું દુઃખે છે માથું અને હલાવે છે ટાંટિયા!
જયભીમ! જયભીમ! જયભીમ!
*આંબેડકરવાદ ઝિંદાબાદ સંવિધાન ઝિંદાબાદ!

તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x