‘આજે રવિવાર છે, જીસસ રજા પર છે’, જેમિમા આઉટ થતા ટ્રોલરો તૂટી પડ્યાં

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઈનલની હીરો જેમિમા રોડ્રિગ્સ ફાઈનલમાં સસ્તામાં આઉટ થતા તેના ધર્મને લઈને કટ્ટર જાતિવાદી તત્વોએ તેને ધર્મના નામે ટ્રોલ કરી.
Jemima Rodrigues

મહિલા વર્લ્ડ કપ 2025 ફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં જેમીમા રોડ્રિગ્સ સસ્તામાં આઉટ થઈ જતા સોશિયલ મીડિયામાં કટ્ટર હિંદુત્વવાદી ગેંગે ફેક એકાઉન્ટ પરથી તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

જેમીમા રોડ્રિગ્સે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 સેમિફાઇનલમાં પોતાની શાનદાર ઇનિંગ્સથી બધાના દિલ જીતી લીધા હતા. મેચ પૂરી થતાં જ તેણે ઈસુનો આભાર માન્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર એક “નફરતી ગેંગ” ને આ બિલકુલ ગમ્યું નહોતું. રવિવાર, 2 નવેમ્બરના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચમાં જેમીમા ઓછા રનમાં આઉટ થઈ ગઈ હતી. એ પછી ટ્રોલર ગેંગ સક્રિય થઈ ગઈ અને તેના ધર્મને નિશાન બનાવીને તેણીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

૩૦ ઓક્ટોબરના રોજ સેમિફાઇનલ મેચમાં જેમીમાહે 127 રનની ઐતિહાસિક નોટઆઉટ ઇનિંગ રમી હતી. મેચ પછી, તે ભાવુક થઈ ગઈ અને કહ્યું હતું કે, હું ઈસુનો આભાર માનવા માંગુ છું. હું મારા દમ પર આ બધું કરી શકી ન હોત. હું મારા માતાપિતા, કોચ અને મારામાં વિશ્વાસ રાખનારા દરેકનો આભાર માનું છું. છેલ્લો એક મહિનો અમારા માટે અતિ મુશ્કેલ રહ્યો છે. આ જીત એક સ્વપ્ન જેવી છે; મને હજુ પણ અમે જીતી ગયા છીએ તેનો વિશ્વાસ નથી આવતો.

આ પણ વાંચો: ‘દરેક ગામમાં બોર્ડ લગાવો, મુસ્લિમોને નો એન્ટ્રી’, ટીનએજ કથાવાચિકાનો બફાટ

જેમિમાએ પોતાના શબ્દોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, પરંતુ ટ્રોલર ગેંગે તેમાં ખ્રિસ્તી ધર્મ શોધી કાઢ્યો અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જેમીમાએ કોઈ પર હુમલો કર્યો ન હતો, તેણીએ ફક્ત તેના ભગવાનનો આભાર માન્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આનો પણ અર્થ કાઢ્યો.

ફાઇનલ મેચમાં જેમીમાના આઉટ થયા પછી, એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “શું આજે ઈસુએ મદદ ન કરી?”

અન્ય એક યુઝરે લખ્યું, “ઈસુ આજે ખાકા(દક્ષિણ આફ્રિકાની બોલર) સાથે છે.” નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાની ખેલાડી અયાબોંગા ખાકાએ ફાઈનલમાં જેમીમાની વિકેટ લીધી હતી.

એ જ રીતે, વધુ એક યુઝરે લખ્યું હતું કે, “આજે ઈસુને શું થયું?”

એક યૂઝરે તો હદ કરી નાખી. તેણે લખ્યું, “રવિવાર હોવાથી ઈસુ આજે રજા પર છે.”

આ પણ વાંચો:  વિનોદ કાંબલીના રેકોર્ડ સામે ‘ક્રિકેટના ભગવાન’ ક્યાંય પાછળ છે!

ઉલ્લેખનીય છે કે, જેમીમા રોડ્રિગ્સે 18 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું. આ જેવી તેવી વાત નથી. નેશનલ ટીમ માટે રમવું એ એક વાત છે. તે ટીમમાંથી બહાર થવું અને પરત ફરવું એ કોઈ સરળ સિદ્ધિ નથી. સૌથી મુશ્કેલ બાબત છે, એક એવી ઇનિંગ રમવી, જે તમને ઇતિહાસમાં અમર બનાવી દે, ભલે તમે માનસિક દબાણમાં હોવ. ટીમમાં તમારું સ્થાન નિશ્ચિત નથી, અને તમને ખબર પણ નથી કે તમે કયા સ્થાન પર બેટિંગ કરશો, તેમ છતાં આવી યાદગાર ઈનિંગ રમીને જેમિમાએ પોતાની પ્રતિભા સાબિત કરી બતાવી હતી. પરંતુ ચોક્કસ રાજકીય પક્ષોનો એજન્ડા પાર પાડવા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને વિરોધી વિચારોના લોકોને ટ્રોલ કરતી ગેંગને આ બાબત કદી સમજાવાની નથી.

રમતગમતની સુંદરતા એ છે કે તે ધર્મ, ભાષા અને ઓળખથી ઉપર ઉઠીને બધાને એક કરે છે. પરંતુ ટ્રોલગેંગ તે સમજી શકતી નથી. જો સમજતી પણ હશે, તો પણ તેમની પાસેથી આ પ્રકારની ઉદારતાની અપેક્ષા રાખવી નકામી છે.

આ પણ વાંચો: IPS પૂરણ કુમારની સુસાઈડ નોટ મળી, 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x