IPS Puran Kumar suicide case: હરિયાણા કેડરના IPS પૂરણ કુમારની આત્મહત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોનો દાવો છે કે તેમણે 10 IPS અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેમણે 8 પાનાની સુસાઇડ નોટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઇડ નોટને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે. લેબ રિપોર્ટ આવ્યા પછી જ ભવિષ્યની કાર્યવાહી સ્પષ્ટ થશે. જોકે, હાલમાં ફક્ત એટલું જ કહી શકાય કે IPS Puran Suicide Case માં નવા ચહેરાઓ ઉજાગર થઈ શકે છે. સરકાર આ કેસ પર સીધી નજર રાખી રહી છે.
હરિયાણા પોલીસ તંત્ર પર સવાલો ઉઠ્યાં
આ ઘટનાએ હરિયાણા પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ, IPS Puran Kumar ના ગનમેન સુશીલ કુમાર લાંચ કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આરોપો છે, તો બીજી તરફ, પૂરણ કુમારની સુસાઇડ નોટમાં IPS અધિકારીઓના નામનો ઉલ્લેખ છે. બંને કિસ્સાઓ હરિયાણા પોલીસ તંત્ર પર જ પ્રશ્નો ઉભા કરે છે. જનતાનું રક્ષણ કરવા માટે જાણીતી પોલીસ હવે આ આરોપો સામે પોતાનો બચાવ કરતી દેખાઈ રહી છે.
આ પણ વાંચો: ‘હું દલિત હોવાથી સ્વામિનારાયણની દીક્ષા ન આપી!’
IPS Puran Kumar એ શા માટે આપઘાત કર્યો?
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે, એવું તે શું થયું કે, IPS પૂરણ કુમારે આપઘાત કરી લીધો? રાજકીય વર્તુળોમાં તેમને ઉપરી અધિકારીઓ દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાના આરોપો લાગી રહ્યા છે. બીજી તકરફ તેમના ગનમેન દ્વારા માંગવામાં આવેલી લાંચની પણ ચર્ચા થઈ રહી છે. આ મામલે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.
કેવી રીતે તેમને હેરાન કરવામાં આવતા હતા?
સૂત્રોનો દાવો છે કે અનેક મુખ્ય હોદ્દા પર રહેલા પૂરણ કુમારને ષડયંત્રના ભાગ રૂપે હેરાન કરવામાં આવી રહ્યા હતા. આમાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ અધિક્ષકનો પણ સમાવેશ થાય છે. સુસાઇડ નોટમાં આ વાતનો ઉલ્લેખ છે. જો સુસાઇડ નોટમાં ઉલ્લેખિત નામો જાહેર થાય તો તે હરિયાણાના રાજકારણમાં ભૂકંપ લાવી શકે છે.
આ પણ વાંચો: દલિત ADGP એ ભેદભાવથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી!











Users Today : 771