જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ફરી એકવાર તેના વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી પંડિતના વિવાદાસ્પદ નિવેદનને કારણે વિવાદોમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક તાજેતરના વીડિયોમાં કુલપતિએ દલિત અને અશ્વેત સમાજો વિશે જે ટિપ્પણી કરી છે, તેણે સામાજિક ન્યાય અને સમાનતાના મૂલ્યો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
વાયરલ વીડિયોમાં પ્રોફેસર શાંતિશ્રી પંડિત એક ઇન્ટરવ્યુ દરમિયાન સામાજિક ન્યાય અને ઓળખના રાજકારણ પર ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “દલિતો અને અશ્વેત સમાજો ઘણીવાર ‘પીડિત માનસિકતા’ (Victim Mentality) થી ગ્રસ્ત હોય છે. તમે કાયમી ધોરણે પીડિત બનીને અથવા ‘વિક્ટિમ કાર્ડ’ રમીને પ્રગતિ સાધી શકતા નથી.” તેમણે આગળ ઉમેર્યું કે કોઈ ચોક્કસ પક્ષ કે સમાજને ‘રાક્ષસી’ (Demonizing) ગણીને તેને દોષ દેવો એ કામચલાઉ ઉકેલ હોઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળાની પ્રગતિમાં અવરોધક બને છે. આ એક અસ્થાયી ડ્રગ્સ જેવું છે. તમે એવું કહેતા રહો કે, આ દુશ્મન છે, તમે તેના પર બરાડા પાડતા રહો અને પછી તમને સારું લાગે છે.’

આ પણ વાંચો: પ્રો. જી.એન. સાંઈબાબાની પુણ્યતિથિ કાર્યક્રમ મુદ્દે 10 વિદ્યાર્થીઓ સામે FIR
કુલપતિના આ નિવેદનનો ગર્ભિત અર્થ એવો નીકળે છે કે દલિતો સાથે થતો ઐતિહાસિક અને વર્તમાન અન્યાય એ વાસ્તવિકતા કરતાં વધુ તેમની માનસિકતાનો પ્રશ્ન છે. આ પ્રકારની તુલના શૈક્ષણિક વર્તુળોમાં તીવ્ર ટીકાને પાત્ર બની છે, કારણ કે તે સદીઓથી ચાલતા વ્યવસ્થિત શોષણને નજરઅંદાજ કરવાની કોશિશ જેવું જણાય છે.

આ વિડિયો સામે આવ્યા બાદ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) અને JNU વિદ્યાર્થી સંઘે આક્રમક વલણ અપનાવ્યું છે. SFI એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “VC ના શબ્દો અનામત વિરોધી અને દલિત વિરોધી માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે. જો યુનિવર્સિટીના વડા જ આવી વિચારધારા ધરાવતા હોય, તો હાંસિયામાં ધકેલાયેલા સમાજના વિદ્યાર્થીઓ કેમ્પસમાં કઈ રીતે સુરક્ષા અનુભવી શકે?” પ્રગતિશીલ સંગઠનોએ VC ના રાજીનામાની માંગણી કરી છે અને આક્ષેપ કર્યો છે કે આવા નિવેદનો ભેદભાવ રહિત શૈક્ષણિક માળખાને નબળું પાડે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘દલિત પેન્થર’ના નહીં લખાયેલા ઈતિહાસ પર વાર્તાલાપ યોજાયો
ઘણા પત્રકારો અને રાજકારણીઓએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જે અનેક સમાજો હજુ પણ સમાન તકો માટે લડી રહ્યા છે, તેમને ‘વિક્ટિમ કાર્ડ’ ના મહેણાં મારવા એ તેમની લડતનું અપમાન છે. કાળા લોકો અને દલિતોના સંઘર્ષની સરખામણી કરીને તેમને ‘માનસિક રીતે બીમાર’ સાબિત કરવાની કોશિશ સંવેદનહીનતાની પરાકાષ્ઠા છે.
JNU VC का बयान और UGC विवाद: संस्थानों का वैचारिक कब्ज़ा?
JNU के कुलपति का यह कहना कि “दलित और ब्लैक्स विक्टिमहुड के नशे में हैं” केवल एक आपत्तिजनक टिप्पणी नहीं है—यह उसी सोच का विस्तार है जो आज UGC से जुड़े विवादों में दिख रही है। जब उच्च शिक्षा संस्थानों की स्वायत्तता पर सवाल… pic.twitter.com/aZ2OuXWrF7
— Dr. Laxman Yadav (@DrLaxman_Yadav) February 19, 2026
શાંતિશ્રી પંડિતે શું સ્પષ્ટતા કરી?
ચારેબાજુથી ઘેરાયા બાદ પ્રોફેસર શાંતિશ્રીએ સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “હું પોતે બહુજન સમાજમાંથી આવું છું, તેથી કોઈપણ સમાજનું અપમાન કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ સામાજિક ન્યાયના ‘જાગૃતિવાદ’ વિશે વાત કરી રહ્યા હતા, જ્યાં કેટલીક વિચારધારાઓ વિક્ટીમ કાર્ડને વધારે પડતું મહત્વ આપીને નકારાત્મકતા ફેલાવે છે. જોકે, તેમની આ સ્પષ્ટતા વિરોધને શાંત કરવામાં નિષ્ફળ રહી છે.
“Dalits and Blacks are drugged with victimhood.”
And she is the current Vice-Chancellor of JNU, appointed by the RSS and BJP.
And she also said “There is permanent Victimhood” pic.twitter.com/vQLnyqzU3s
— Dr. Kanchana Yadav (@Kanchanyadav000) February 20, 2026
આ પણ વાંચો: વર્ધા યુનિવર્સિટીએ 10 SC-OBC વિદ્યાર્થીને કાઢી મૂક્યા
શાંતિશ્રી ધુલીપુડી પંડિતનો વિવાદો સાથે જૂનો નાતો
નોંધનીય છે કે શાંતિશ્રી ધુલીપુડી પંડિત અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. 2022 માં તેમણે મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને મહિલાઓને શુદ્ર ગણાવી હતી. JNU જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ સમાજના દરેક વર્ગ માટે સમાવેશી વાતાવરણ પૂરું પાડે. પરંતુ, દલિતોના અધિકારોના સંઘર્ષને ‘વિક્ટીમ કાર્ડ’ તરીકે ખપાવવાની તેમની માનસિકતા અત્યંત ચિંતાજનક છે. સામાજિક ન્યાય એ માત્ર કાગળ પરની વાત નથી, પરંતુ જીવાતી વાસ્તવિકતા છે. જ્યારે ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિ આવા પૂર્વગ્રહયુક્ત વિચારો વ્યક્ત કરે છે, ત્યારે તે સામાજિક સમાનતાના પાયાને નબળો પાડે છે.
जवाहरलाल नेहरु विश्वविद्यालय(JNU) की VC साहिबा को ‘दलित और ब्लैक्स’ के बारे में की गई अपनी अनर्गल, अवास्तविक और अमानवीय टिप्पणी के लिए सदियों से वंचित और उत्पीड़ित रहे इन समाजों से फौरन माफी मांगनी चाहिए. ऐसे सोच वाले व्यक्ति को JNU जैसे संस्थान का कुलपति हरगिज नहीं होना चाहिए.
— urmilesh (@UrmileshJ) February 20, 2026
આ ઘટનાએ ફરી એકવાર ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપ્ત જાતિગત સંવેદનશીલતાના અભાવને છતો કર્યો છે.
આ પણ વાંચો: UGC મુદ્દે સુપ્રીમના નિર્ણય પર બહુજન નેતાઓ લાલઘૂમ, જાણો શું કહ્યું?










