રાજસ્થાનમાં ગઈકાલે એક દલિત વરરાજાની હાથી, ઘોડા અને ડીજેના તાલે નાચતા ઉંટ સહિતના કાફલા સાથેનો શાહી વરઘોડો નીકળતા આખું શહેર રસ્તા પર ઉમટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મોટી સંખ્યામાં આ વરઘોડો જોવા માટે લોકો રસ્તા પર ઉતરી પડતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. તેમ છતાં લોકો આ શાહી વરઘોડાને જોવા માટે ઉભા રહી ગયા હતા.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના જોધપુરના ભોપાલગઢમાં અનુસૂચિત જાતિ સમાજની સાટિયા જાતિના વરરાજા રામલાલ અને મુન્નારામનો વરઘોડો સંપૂર્ણ શાહી ભવ્યતામાં હાથી પર નીકળ્યો હતો. જેને જોવા માટે જોધપુરવાસીઓ રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. સાટિયા જાતિ પશુધનની ખરીદી અને વેચાણમાં કરતી હોય છે.
हाथी पर दलित दूल्हे
ऊंट-घोड़ों का लवाजमा
जोधपुर जिले के भोपालगढ़ में रविवार रात साटिया जाति के दो दूल्हों की बंदोली हाथी पर निकली। बंदोली में घोड़े बग्घियां खींच रहे थे और ऊंट नृत्य कर रहे थे। देखने के लिए पूरा नगर उमड़ रहा था। लोग वीडियो बना रहे थे। आमतौर पर यहां किसी की भी… pic.twitter.com/RfRt4U3xQf— Arvind Chotia (@arvindchotia) November 9, 2025
આ વરઘોડો ખાસ એટલા માટે હતો કારણ કે તેમાં બેન્ડના તાલ પર ઉંટ નાચી રહ્યા હતા. આ સિવાય વરઘોડામાં અનેક હાથી અને ઘોડા પણ સામેલ હતા. આ શાહી લગ્ન જોવા માટે સમગ્ર ભોપાલગઢ ઉમટી પડ્યું હતું. લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા અને તેમના કેમેરા અને મોબાઇલ ફોનથી વરઘોડાના વીડિયો ઉતાર્યા હતા.
આ પણ વાંચો: દલિત યુવક પર તેની માતાની સામે બ્રાહ્મણ સરપંચના પુત્રે મોં પર પેશાબ કર્યો
વરઘોડામાં શું શું હતું?
ચાર કલાક સુધી શાહી અંદાજમાં શહેરમાંથી પસાર થયેલો આ વરઘોડો જોવા માટે લોકો રસ્તાની બંને તરફ અને ઘરની અગાશી, છત પર ભેગા થઈ ગયા હતા. વરઘોડાની સાથે ઘોડા, ઊંટ, ગાડીઓ અને વૈભવી કાર હતી. મુખ્યત્વે પશુધનની ખરીદી અને વેચાણમાં રોકાયેલો સાટિયા સમાજ હવે આર્થિક રીતે સમૃદ્ધ બન્યો છે, પરંતુ તેમ છતાં તે તેની પરંપરાગત જીવનશૈલીના મજબૂત મૂળ ધરાવે છે. વૈભવી ઘરો અને વૈભવી કાર હોવા છતાં, આ સમાજના લોકો હજુ પણ ખુલ્લામાં સૂવાની અને તંબુઓમાં રહેવાની પરંપરાનું પાલન કરે છે. સ્ત્રીઓ પાસે કિલો-કિલોના સોનાના દાગીના હોય છે.
કન્યા સાટિયા સમાજની પહેલી ગ્રેજ્યુએટ છે
સાટિયા સમાજમાં શિક્ષણનું સમાજ ખૂબ જ ઓછું છે. પરંતુ વરરાજા રામલાલ અને મુન્નારામ શિક્ષિત છે. કન્યાઓ પણ બહેનો છે. એક કન્યા, રેશ્મા પણ શિક્ષિત છે. બીજી કન્યા પૂજા, સ્નાતકની ડિગ્રી મેળવી રહી છે. પૂજા સાટિયા સમાજની પહેલી છોકરી છે સ્નાતક સુધી ભણી રહી છે. પૂજા સ્નાતક થયા પછી પણ આગળ ભણવા માંગે છે. તે શિક્ષિકા બનવા માંગે છે.
આ પણ વાંચો: ‘CJI ગવઈ પર જૂતું ફેંકવા બદલ મને કોઈ ડર કે અફસોસ નથી’











Users Today : 1723