મનુવાદી તત્વોએ મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર હુમલો કર્યો

મનુવાદી તત્વોએ રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેની પ્રતિમા ખંડિત કરી નાખી. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી પ્રતિક્રિયા આપી ન્યાયની માંગ કરી.
Jyotiba Phules statue attacked

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના તેલ્લાપુર ગામમાં એક અત્યંત આઘાતજનક અને શરમજનક ઘટના સામે આવી છે. સામાજિક અને શૈક્ષણિક ક્રાંતિના પ્રણેતા, રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર કાયદો અને વ્યવસ્થાના રક્ષકોની હાજરીમાં જ ધોળે દિવસે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશના બહુજન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે આ ઘટનાને જ્યોતિબા ફૂલેના કરોડો અનુયાયીઓ અને માનવતાવાદી વિચારધારામાં વિશ્વાસ રાખનારા લોકોની ભાવનાઓ પર સીધો હુમલો ગણાવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તોફાની તત્વો આરએસએસ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી ઝાટકણી કાઢી

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોતાની પોસ્ટમાં જ્યોતિબા ફૂલેના પ્રદાનને યાદ કરતા લખ્યું હતું કે, ફૂલે એ મહામાનવ છે જેમણે 1848માં દેશની પ્રથમ કન્યા શાળા ખોલી હતી. તેમણે જ પ્રથમ મહિલા શિક્ષિકા ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેને તૈયાર કર્યા હતા. જ્યોતિબા ફૂલેએ સતી પ્રથા, બાળ લગ્ન અને વિધવા ઉત્પીડન જેવી કુપ્રથાઓ વિરુદ્ધ આજીવન સંઘર્ષ કર્યો હતો. તેમણે અસ્પૃશ્યતા અને જ્ઞાતિ પ્રથાને પાપ ગણાવી શુદ્રોની ગુલામી વિરુદ્ધ ક્રાંતિનો શંખનાદ ફૂંક્યો હતો. સત્યશોધક સમાજની સ્થાપના દ્વારા તેમણે જ્ઞાતિવિહીન સમાજની મજબૂત પાયો નાખ્યો હતો.

આ પણ વાંચો: મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?

દલિતો, મહિલાઓ, પછાત વર્ગો, ખેડૂતો અને મજૂરોને સંગઠિત કરી તેમને નવી ચેતના અને આત્મસન્માન આપનાર તેઓ જ પ્રથમ વ્યક્તિ હતા. આ હુમલો સ્પષ્ટ કરે છે કે પિતૃસત્તાક અને જાતિવાદી વિચારધારા ધરાવતા તત્વો આજે પણ સ્ત્રી-મુક્તિ, શિક્ષણ અને પછાત વર્ગોના ઉત્થાનના પ્રતીકોથી ભયભીત છે.

ચંદ્રશેખર આઝાદે તેલંગાણા સરકાર સમક્ષ ત્રણ માંગ કરી

ચંદ્રશેખર આઝાદે તીખા સવાલો કરતા પૂછ્યું હતું કે, “શું સ્ત્રીઓને શિક્ષિત કરવી એ ગુનો છે? શું જાતિવાદનો વિરોધ કરવો એ અપરાધ છે? શું બહુજન ઇતિહાસ અને મહાપુરુષોનું સન્માન હજુ પણ અમુક લોકો માટે અસહ્ય છે?”

આ પણ વાંચો: અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?

ભીમ આર્મી ચીફે તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સમક્ષ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં આ ગુનામાં સંડોવાયેલા તમામ દોષિતોની તાત્કાલિક ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવે અને તેમની સામે કઠોરમાં કઠોર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જ્યાં પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તે જ સ્થાને શીઘ્ર નવી, ભવ્ય અને સન્માનજનક પ્રતિમા સ્થાપિત કરવામાં આવે.

અંતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેનું અપમાન બહુજન સમાજ કદી પણ સહન કરશે નહીં. આ ઘટનાએ ફરી એકવાર દેશમાં મહાપુરુષોની પ્રતિમાઓની સુરક્ષા અને સામાજિક સમરસતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા કર્યા છે.

આ પણ વાંચો: જ્યોતિબા ફૂલેને જ્યારે ગાંધીજીએ ‘સાચા મહાત્મા’ ગણાવ્યા..

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 day ago

*સમગ્ર ભારત અંદરથી આઘાતજનક અને શરમજનક ઘટનાઓથી સંપૂર્ણપણે અપંગ થઈ ગયો છે શું?
મનુવાદી બીજેપી સરકારની પોલીસ શા માટે જાતિવાદી ઓની ખુલ્લેઆમ સંરક્ષક બને છે? આ કયો જાતિભેદ સારાયે દેશમાં વકરી રહ્યો છે? રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલે જીને શત્ શત્ નમન વંદન પ્રણામ સાથે કહું છું કે આવા મૂર્ખાઓને સદબુદ્ધિ મળે એ જ પ્રાર્થના સહ…!

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x