કડીના એક ગામ(સગીરાની ઓળખ છતી ન થઈ જાય તે માટે તેના ગામ, માતાપિતા અને તેનું નામ સહિતની વિગતો એકેય વિગત જાહેર કરી નથી.)માં ઠાકોર જાતિના એક લફંગા યુવકે ધોરણ 9માં અભ્યાસ કરતી એક દલિત છોકરીને એટલી હદે હેરાન કરી કે છોકરી હવે તેના ઘરમાંથી બહાર નીકળતા પણ ડર અનુભવી રહી છે. આરોપી યુવક સગીરા જ્યારે ગામની શાળાએ અભ્યાસ માટે જતી હતી ત્યારે તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો.
સગીરાએ આ મામલે પોતાના પરિવારને જાણ કરતા તેના માતાપિતા યુવકને ઠપકો આપવા તેના ઘેર ગયા હતા. યુવકના માબાપે ખાતરી આપી હતી કે હવે પછી તેમનો છોકરો તેમની દીકરીને હેરાન નહીં કરે. પરંતુ એ પછી પણ આ લુખ્ખા યુવકે સગીરાનો પીછો કરી તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી કંટાળીને સગીરાના માતાપિતાએ તેને અન્ય સ્કૂલમાં મૂકી હતી. પરંતુ યુવકે ત્યાં જઈને પણ તેને હેરાન કરવાનું ચાલું રાખ્યું હતું.
સગીરાનું અપહરણ કરી બિભત્સ ફોટાં પાડી ધમકી આપી
વાત આટલેથી અટકતી નથી. ઠાકોર યુવકે સગીરા સ્કૂલેથી નીકળીને ઘરે આવી રહી હતી ત્યારે તેને બળજબરીથી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું અને તેને સીમમાં ઝાડી વિસ્તારમાં લઈ જઈ, ચુંબન કરીને તેના ફોટાં પાડી લીધા હતા. આરોપી યુવક સગીરાને પરાણે મેલડી માતાના મંદિરે લઈ જઈ તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું અને જો લગ્ન નહીં કરે તો તેના પરિવારજનો અને તેના નાના ભાઈને મારી નાખશે તેવી ધમકી આપી હતી. જેનાથી સગીરા અત્યંત ગભરાઈ ગઈ હતી. આરોપીએ તેના પર બળજબરી કરી હતી પરંતુ સગીરા તેને વશ થઈ નહોતી. એ પછી આરોપી સગીરાને જો આ બાબતે કોઈને જાણ કરી તો મારી નાખીશ તેવી ધમકી આપીને ગામની બહાર ઉતારીને પોતાના ઘરે જતો રહ્યો હતો.
આ પણ વાંંચો: SC/ST એક્ટના કેસમાં હવે આરોપીને આગોતરા જામીન નહીં મળે!
દલિત સગીરાએ ગભરાઈને સ્કૂલે જવાનું બંધ કરી દીધું
આ ઘટના બાદ સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. જેનાથી તેના માતાપિતાને દીકરી સાથે કશુંક અજુગતું બન્યું હોવાનું જણાતા તેમણે તેને આ બાબતે પૂછપરછ કરતા સગીરાએ આખી ઘટના તેમણે જણાવી હતી. એ પછી ફરી સગીરાના માતાપિતા ઠાકોર યુવકના ઘરે ગયા હતા અને તેના માતાપિતાને આ બાબતે છેલ્લી ચેતવણી આપી હતી. જો કે, તેમણે આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નહોતું. જેના કારણે યુવક વધુ બેફામ બની ગયો હતો અને સગીરાના ઘર સામે જ બાઈક રાખીને બેસવા લાગ્યો હતો. જેના કારણે સગીરાએ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. સગીરા એટલી બધી ગભરાઈ ગઈ હતી કે તેણે ઘરની બારીઓ સુદ્ધાં બંધ રાખીને આખો દિવસ અંદર પુરાઈ રહેતી હતી.
આરોપી યુવકે સગીતાના ઘરે જઈને તોફાન મચાવ્યું
ગત તા. 20 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે સગીરાની માતા પોતાના ઘરે જમ્યા બાદ વાસણ સાફ કરતા હતા, એ દરમિયાન આરોપી યુવક તેના બે મિત્રો સાથે ત્યાં બાઈક લઈને આવ્યો હતો અને સગીરાની માતાને, “મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે, તમે કેમ મારા માતાપિતાને મારા વિરુદ્ધ રજૂઆત કરી?” તેમ કહીને દાદાગીરી કરવા લાગ્યો હતો. સગીરાની માતાએ તેને ઘરે જતો રહે નહીંતર પોલીસ ફરિયાદ કરીશ તેમ કહ્યું હતું. જેથી યુવક અને તેના બંને મિત્રો ઉશ્કેરાઈ ગયા હતા અને સગીરાની માતાને લાફા ઝીંકી દીધા હતા અને બાઈક લઈને ભાગી ગયા હતા. આ મામલે હવે સગીરાની માતાએ કડી પોલીસ સ્ટેશનમાં SC-ST Act (એટ્રોસિટી એક્ટ) અને POCSO ની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધાં છે.
મહેસાણાના કડીના એક ગામની ઘટના
કડીના એક ગામમાં રહેતા જશુમતીબેન (નામ બદલ્યું છે)એ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પતિ, અને બે સંતાનો છે. મોટી દીકરી ખુશી(નામ બદલ્યું છે) 13 વર્ષ 7 માસની છે અને તેને કડીની એક સ્કૂલમાં ધો. 9માં અભ્યાસ કરવા મૂકી હતી. ખુશી સવારે 6 વાગ્યે સ્કૂલે જતી હતી અને બપોરે 1 વાગ્યા આસપાસ ઘરે આવી જતી હતી. ખુશીથી નાનો દીકરો બે વર્ષનો છે.
જૂન 2025માં પહેલીવાર યુવકે છેડતી કરી હતી
જૂન-2025ના એક દિવસે ખુશી સ્કૂલેથી આવીને ખૂબ જ ગભરાયેલી જોવા મળી હતી. જ્યારે તેની માતા સહિતના પરિવારે તેને આ બાબતે પૂછ્યું ત્યારે તેણે રડતા રડતા જણાવ્યું કે, તેને ગામનો રોહિતજી ઠાકોર નામનો યુવક દરરોજ પીછો કરીને હેરાન કરે છે અને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમસંબંધ રાખવા દબાણ કરે છે. આથી જશુમતી બેનના પતિ અને સસરા રોહિતના માતાપિતાને મળીને આ બાબતે જાણ કરી હતી. રોહિતના માતાપિતાએ ખાતરી આપી હતી કે, તેઓ તેને સમજાવશે અને હવે પછી આવું નહીં બને. બંને એક જ ગામના હોવાથી ખુશીના માતાપિતાએ એ વખતે પોલીસ ફરિયાદ નહોતી કરી. આ તરફ રોહિતથી ડરી ગયેલી ખુશી એ સ્કૂલે જવા માંગતી નહોતી. જેથી જશુમતીબહેને તેને બીજી સ્કૂલમાં મૂકી હતી. તે સવારે છ વાગ્યે સ્કૂલે જતી અને બપોરે સાડા બાર આસપાસ પરત આવી જતી હતી.
આ પણ વાંંચો: દલિત યુવતીની છેડતીના કેસમાં AAP ધારાસભ્યને 4 વર્ષની જેલ
સ્કૂલેથી સગીરાનું કારમાં અપહરણ કરી દુર્વ્યવહાર કર્યો
તા. 15 જૂન 2025ના રોજ ખુશી સ્કૂલેથી આવીને રડવા લાગી હતી. જ્યારે તેની માતાએ તેને આ બાબતે પૂછ્યું તો તેણે જણાવ્યું કે, જ્યારે તે સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહી હતી ત્યારે રોહિત ત્યાં કાર લઈને આવ્યો હતો અને બળજબરીથી તેનું અપહરણ કર્યું હતું. એ પછી તેને થોળ રોડ પર બાવળની ઝાડીમાં લઈ ગયો હતો અને ત્યાં તેના શરીરે અડપલાં કરી, ચુંબન કરી બળબજરીથી તેના ફોટાં પાડ્યા હતા. એ પછી તેને ગાડીમાં બેસાડી શાળાએ મૂકીને જતો રહ્યો હતો. આ મામલે ખુશીના માતાપિતા ફરી રોહિતના માબાપને સમજાવવા ગયા હતા, પરંતુ તેની કોઈ અસર થઈ નહોતી. આ તરફ રોહિતની બીકના કારણે ખુશીએ શાળાએ જવાનું બંધ કરી દીધું હતું.
સગીરાના ઘરે જઈ તેની માતાને લાફાં માર્યા
દરમિયાન તા. 20 સપ્ટેમ્બર 2025ને શનિવારના રોજ સાંજના 8 વાગ્યા આસપાસ જશુમતીબેન પોતાના ઘરે વાસણ ઘસતા હતા ત્યારે રોહિત ઠાકોર તેના મિત્રો ભરતજી ઠાકોર અને વિજય રાવળ સાથે ખુશીના ઘરે બાઈક લઈને પહોંચી ગયો હતો. અને વાસણ ઘસી રહેલા જશુમતીબેનને “મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે, તમે કેમ મારા માતાપિતાને મારા વિરુદ્ધ રજૂઆત કરો છો?” તેમ કહીને દાદાગીરી કરવા લાગ્યો હતો. જશુમતીબેને તેને ઘરે જતો રહે નહીંતર પોલીસ ફરિયાદ કરીશ તેમ કહ્યું હતું. જેથી રોહિત અને તેના સાગરિતો ઉશ્કેરાઈ ગયા હતા અને જશુમતીબેનને જાતિસૂચક અપશબ્દો બોલીને લાફા ઝીંકી દીધા હતા અને બાઈક લઈને ભાગી ગયા હતા.
આ મામલે હવે જશુમતીબેને કડી પોલીસ સ્ટેશનમાં SC-ST Act (એટ્રોસિટી એક્ટ) અને POCSO ની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધાં છે.
આ પણ વાંંચો: ઢોંગી બાબા ચૈતન્યાનંદ સ્વામીએ 17 છોકરીઓનું શોષણ કર્યું! FIR નોંધાઈ












Users Today : 1724
Aa nalayak harami ni padash nu ancounter karo
*નફફટ અને લંપટ અસામાજિક તત્વોને માટે DNA પરિક્ષણ માટે પ્રયોગશાળા ઊભી કરવી જોઈએ, તે પછી જ ખબર પડશે કે તે વંશ મુઘલ છે કે અંગ્રેજ…!