મધ્યપ્રદેશ (MP) આદિવાસી સમાજની સાથે હવે મુસ્લિમો પર અત્યાચાર માટે પણ કુખ્યાત થતું જાય છે. અહીં એક જ મહિનાની અંદર એકસરખી મુસ્લિમ અત્યાચારની ઘટનાઓ બની છે. અગાઉ એક મુસ્લિમ યુવક હિંદુ યુવતી સાથે એકબીજાની મરજીથી લગ્ન કરવા માટે કોર્ટમાં ગયા હતા. જ્યાં હિંદુત્વવાદી તત્વોએ તેને માર માર્યો હતો. હવે આવી જ ઘટના ફરી બની છે અને એ પણ મધ્યપ્રદેશમાં જ.
અહીં રેવા (Rewa) જિલ્લામાં મુસ્લિમ યુવક (Muslim youth) અને હિન્દુ યુવતી (Hindu girl) તેમના લગ્ન નોંધણી કરાવવા (Rewa Interfaith Marriage Case) માટે જિલ્લા કોર્ટમાં ગયા હતા. પોલીસે જણાવ્યું કે વકીલોને તેની ધાર્મિક ઓળખ વિશે ખબર પડતાં જ તેમણે યુવકને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ મહિનામાં આ બીજી ઘટના છે. બે અઠવાડિયા પહેલા ભોપાલ જિલ્લા કોર્ટમાંથી આવો જ એક કેસ પ્રકાશમાં આવ્યો હતો જ્યારે હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા કેટલાક લોકોએ મુસ્લિમ યુવક પર ‘લવ જેહાદ’નો આરોપ લગાવીને માર માર્યો.
આ પણ વાંચોઃ હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુ સંગઠનોએ માર્યો
નવો મામલો શું છે?
રીવા જિલ્લા કોર્ટમાં એક મુસ્લિમ યુવક અને હિન્દુ છોકરી ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’ હેઠળ લગ્ન કરવા આવ્યા હતા. ૨૭ વર્ષીય રાકિન ખાન ગુઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. જેની સાથે 21 વર્ષની છોકરી બુરખો પહેરીને આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક વકીલે જ્યારે છોકરીના આધાર કાર્ડ પર હિન્દુ નામ જોયું તો તેણે હોબાળો મચાવ્યો. વકીલોએ આરોપ લગાવ્યો કે આ લવ જેહાદનો કેસ છે. એપછી કેટલાક ગુસ્સે ભરાયેલા વકીલોએ તે મુસ્લિમ યુવકને માર માર્યો હતો.
प्रेमिका को बुर्के में लेकर शादी करने पहुंचा था राकिन खान, वकीलों ने पीटा तो पुलिस के छूटे पसीने ! MP Tak#lovejihad #MPNews pic.twitter.com/yyJDQMMnAr
— MP Tak (@MPTakOfficial) February 21, 2025
આ પણ વાંચોઃ ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા
મળતી માહિતી મુજબ યુવતીને માર મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોર્ટ કેમ્પસમાં હોબાળો વધતો જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના પછીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં યુવક લોહીલુહાણ છે અને તેનો શર્ટ ફાટેલો જોવા મળે છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જેમ તેમ કરીને યુવકને વકીલોથી બચાવ્યો અને તેને સ્કૂટર પર પોલીસ સ્ટેશન લઈ ગઈ. જ્યારે છોકરીને પોલીસે જીપમાં બેસાડી તેના ઘરે મોકલી દીધી હતી.
‘હિન્દુ સંગઠનો’ એ કાર્યવાહીની માંગ કરી
સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કમલેશ સાહુએ જણાવ્યું હતું કે, “છોકરો અને છોકરી બંને પુખ્ત વયના છે અને પોતાની મરજીથી લગ્ન કરવા માંગે છે. પરંતુ કોર્ટમાં થયેલા હોબાળા બાદ તેમના લગ્ન થઈ શક્યા નથી.”
બીજી તરફ, ઘટનાની માહિતી મળતાં જ હિન્દુ સંગઠનના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને યુવક પર લવ જેહાદ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલમાં, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ દલિત ભાઈએ રાખડી બાંધતી મુસ્લિમ બહેનનું મામેરું ભર્યું