દલિતો હિંદુ નથી એ વાત એકથી વધુ વાર સાબિત થઈ ચૂકી હોવા છતાં કેટલાક દલિતોને હજુ પણ હિંદુ બનવાનો શોખ ઓછો થતો નથી. આવા લોકો જ્યારે પોતે હિંદુ હોવાના વહેમમાં સવર્ણ હિંદુઓ સાથે તેમના તહેવારો ઉજવવા તેમની સાથે ઉભા રહેવા પ્રયત્ન કરે છે ત્યારે તેમને વાસ્તવિકતાનું ભાન થાય છે અને પછી તેઓ ડો.આંબેડકરની શરણે આવે છે.
મહીસાગરના ભરોડી ગામની જાતિવાદી ઘટના
આવું જ કંઈક મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ભરોડી ગામમાં બન્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અહીં એક વણકર સમાજની દીકરી પોતે હિંદુ હોવાના વહેમમાં કથિત સવર્ણ હિંદુઓ દ્વારા આયોજિત નવરાત્રિના ગરબામાં ગરબે રમવા ગઈ હતી. પરંતુ ગામની જાતિવાદી સવર્ણ હિંદુ મહિલાઓએ તેને ગરબા રમતા અટકાવી બધાંની વચ્ચે જાતિસૂચક અપશબ્દો કહીને હડધૂત કરીને કાઢી મૂકી હતી.
એ પછી વણકર દીકરી અને તેના પરિવારને તેઓ હિંદુ ન હોવાનું ભાન થયું હતું અને પછી કાયદાની શરણે જઈને એટ્રોસિટી એક્ટ હેઠળ ગામની જાતિવાદી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે, દરવખતની જેમ આ કેસમાં પણ પોલીસ સવર્ણ હિંદુઓની પડખે ઉભી રહી હોય તેમ જણાય છે. કેમ કે, ફરિયાદી દીકરીએ કેટલાક પુરૂષ આરોપીઓના નામ આપ્યા હતા, પરંતુ વિરપુરના પીઆઈએ ફરિયાદમાં તેમના નામ નોંધ્યા નહોતા.
આ પણ વાંચો: નવરાત્રિ અને ગરબા તો મને પણ બહુ ગમતા, પણ…
જાતિવાદી મહિલાઓએ દલિત દીકરીનું અપમાન કર્યું
આ ઘટનાની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ભરોડી ગામે તા. 26 સપ્ટેમ્બર 2025ના રોજ અનુસૂચિત જાતિ સમાજની દીકરી રિંકુ મણિભાઈ વણકર નવરાત્રિ દરમિયાન ગામમાં યોજાતા ગરબામાં ગરબામાં રમવા માટે ગઈ હતી.
એ દરમિયાન ગામની કેટલીક કથિત સવર્ણ જાતિની જાતિવાદી મહિલાઓએ રિંકુને ગરબા રમતા અટકાવી હતી અને તેને બહાર તગેડી મૂકી હતી. એ દરમિયાન આ મહિલાઓએ રિંકુને તેની જાતિને લઈને અપશબ્દો કહ્યા હતા અને તેનું જાહેરમાં અપમાન કર્યું હતું.
એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
જ્યારે રિંકુએ આ આખી ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આ જાતિવાદી તત્વોએ તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો. એ પછી રિંકુના પિતા મણિભાઈ વણકરે આ મામલે ગામના સરપંચ પ્રવિણભાઈ ઠાકોરને આ મામલે રજૂઆત કરી હતી. પરંતુ એ પછી પણ આ જાતિવાદી તત્વો સુધર્યા નહોતા અને તેમણે મણિભાઈને જે થાય તે કરી લેવાની ધમકી આપી ખૂલ્લી દાદાગીરી કરી હતી. એ પછી તા. 27 સપ્ટેમ્બર 2025ના રોજ રિંકુ વિરપુર પોલીસ સ્ટેશન ગઈ હતી અને આ જાતિવાદી તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવા પોલીસને વિનંતી કરી હતી. જો કે, પોલીસે દર વખતની જેમ આ કેસમાં પણ તરત ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું અને રિંકુની ફરિયાદ નોંધી નહોતી. એ પછી બહુજન સમાજના સંગઠનોને સમગ્ર મામલાની જાણ થતા તેઓ એક્ટિવ થયા હતા અને વિરપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આખરે બહુજન સમાજનું વધતું દબાણ જોઈને વિરપુર પોલીસ આ જાતિવાદી તત્વો સામે ફરિયાદ નોંધવા મજબૂર બની હતી.
મહીસાગરના ભરોડી ગામે ગરબા દરમિયાન દલિત દીકરીને ગામની સવર્ણ હિંદુ મહિલાઓએ જાતિસૂચક અપશબ્દો કહી કાઢી મૂકી. ચાર મહિલાઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. હજુ સુધી એકેયની ધરપકડ નહીં.#dalitlivesmatter #SC_ST_act #Navaratri2025 #gujarat #mahisagar #atrocityact #FIR #castiesum pic.twitter.com/tYf7v7aLkh
— khabar Antar (@Khabarantar01) September 28, 2025
આ પણ વાંચો: મહિષાસુર કોણ હતા, શા માટે તેમની હત્યા કરવામાં આવી હતી?
કોની કોની સામે ફરિયાદ નોંધાઈ?
રિંકુ વણકરે આ મામલે ગામની ચાર જાતિવાદી મહિલાઓ (૧) વૃષ્ટિબેન અશોકભાઈ પટેલ (૨) રોશનીબેન કમલેશભાઈ પટેલ (૩) નોમાબેન અશોકભાઈ પટેલ (૪) મીનાબેન જયંતીભાઈ પટેલ સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં એક પણ પુરૂષ આરોપીનું નામ નહીં
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિંકુ વણકરનું જાહેરમાં અપમાન કરવામાં બીજા કેટલાક પુરુષ આરોપીઓ પણ સામેલ હતા. રિંકુએ તેમના નામ પણ ફરિયાદમાં દાખલ કરવા વિરપુર પીઆઈને જણાવ્યું હતું. પરંતુ પીઆઈએ પોતાની મનમાની કરીને આ પુરુષ આરોપીઓના નામ ફરિયાદમાં નોંધ્યા નહોતા. હાલ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વિરપુર પોલીસે એકપણ આરોપીની ધરપકડ કરી નથી.
આ પણ વાંચો: કડીમાં ઠાકોર યુવકે 13 વર્ષની દલિત દીકરીનું જીવવું હરામ કરી નાખ્યું











તમે મુદ્દાની વાત કરો. ભાષણ તો બધા આપે છે અને ભાષણ આપવાનો આટલો બધો શોખ હોય કે ચળ ઉપડી હોય તો મામલો શાંત થઈ જાય પછી મારા ગામમાં આવજો. અમે બધા તમને સાંભળીશું.સમાચાર લખો છો કે સલાહ આપો છો??
ખરેખર…જગત જનની મા અંબા ભવાની એ તેમનો પરચો બતાવવાનો યોગ્ય સમય હતો…. જ્યારે અનુસુચિત જાતિ સમાજ ની મહિલાઓ ને અન્ય સમાજ ની મહિલાઓ અપમાનિત કરી રહી હતી….*ત્યારે જગત જનની માં અંબા ભવાની એ એક ભેદી અવાજ થી પરચો પૂર્યો હોત…અને બોલ્યા હોત કે ….આમ મારી દીકરીઓ નું અપમાન ન થવું જોઈએ….આખા જગત ની તમામ મહિલાઓ ની માતા હું છું….મારી કોઈ એક દીકરી મારી બીજી દીકરી નું અપમાન કરે તો હું કેમની રાજી રહું…. મારી માટે કોઈ જાતિ,ધર્મ,વર્ણ, ઊંચ કે નીચ ના હોય……..મારી આરાધના ના સ્થળ ઉપર મારી દીકરીઓ નું અપમાન થયું છે…જો અપમાન કરનાર માફી નહીં માંગે તો આવતીકાલે તેના દીકરા ને ભરખી જઈશ…..”*
*પણ અફસોસ જગત જનની માં અંબા એવો કોઈ પરચો પૂરવા ના આવ્યા….*