મોદી સરકારે SC વિદ્યાર્થીઓની Scholarship 57 ટકા ઘટાડી?

મોદીરાજમાં SC જ નહીં ST, OBC, MINORITY સહિત તમામ વર્ગના વિદ્યાર્થીઓની Scholarship માં 13 લઈને 94 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. વાંચો આ વિસ્તૃત રિપોર્ટ.
PM Modi with Student

modi government reduces sc st obc scholarship: RSS ની છત્રછાયા હેઠળની નરેન્દ્ર મોદી (Narendra Modi) ની ભાજપ (BJP)ની સરકાર પર દલિત(SC), આદિવાસી(ST) અને ઓબીસી (OBC) વિરોધી હોવાનો આક્ષેપ સતત લાગતો રહે છે. વડાપ્રધાન (PM Modi) પોતાને ઓબીસી (OBC) ગણાવે છે પણ તેમની સરકારમાં ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓની સ્કોલરશીપમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હોવાનો આક્ષેપ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્યો છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે (Congress president Mallikarjun Kharge) એ મંગળવારે આરોપ લગાવ્યો કે મોદી સરકારે SC, ST, OBC અને લઘુમતી સમાજના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ “છીનવી” લીધી છે. તેમણે દાવો કર્યો હતો કે “સબકા સાથ, સબકા વિકાસ” સૂત્ર નબળા વર્ગોની આકાંક્ષાઓની મજાક ઉડાવી રહ્યું છે. ખડગેએ પૂછ્યું કે જ્યાં સુધી દેશના નબળા વર્ગના વિદ્યાર્થીઓને તકો નહીં મળે અને તેમના કૌશલ્યને પ્રોત્સાહન નહીં મળે ત્યાં સુધી યુવાનો માટે રોજગાર કેવી રીતે વધશે?

આ પણ વાંચોઃ દયા અરજી અને ક્ષમાદાન : ભારતમાં અને અમેરિકામાં


ખડગેએ X પર પીએમ મોદીને ટેગ કરીને કહ્યું, “આ શરમજનક સરકારી આંકડા દર્શાવે છે કે મોદી સરકારે તમામ શિષ્યવૃત્તિઓમાં લાભાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો કર્યો છે એટલું જ નહીં પરંતુ દર વર્ષે સરેરાશ 25 ટકા ઓછું ફંડ ખર્ચ્યું છે.” તેમણે SC, ST, OBC અને લઘુમતી વિદ્યાર્થીઓ માટે “ઘટતી” શિષ્યવૃત્તિ અંગેનો ડેટા પણ શેર કર્યો.

ખડગેના મતે, છેલ્લા 9 વર્ષમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિમાં 57%નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે અડધાથી વધુ શિષ્યવૃત્તિઓ ખતમ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે, OBC કેટેગરીના વિદ્યાર્થીઓની પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિમાં 77% ઘટાડો કરવામાં આવ્યો છે. ખડગેએ શેર કરેલા આંકડાઓ મુજબ મેટ્રિક પછી અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિમાં 9 વર્ષમાં 13%, STમાં 21% અને OBC- -DNT શિષ્યવૃત્તિમાં છેલ્લા 10 વર્ષમાં 58% નો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ આદિવાસીની શિષ્યવૃત્તિ મુદ્દે પ્રશ્ન કરાતા 4 આદિવાસી ધારાસભ્યો સસ્પેન્ડ

છેલ્લા દસ વર્ષમાં, લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ સરકારી શિષ્યવૃત્તિ અને અન્ય યોજનાઓથી સૌથી વધુ વંચિત રહી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર છેલ્લા ચાર વર્ષમાં પ્રી-મેટ્રિક લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં 94% ઘટાડો થયો છે. આનો અર્થ એ થયો કે લઘુમતી યુવાન વિદ્યાર્થીઓને હવે લગભગ કોઈ શિષ્યવૃત્તિ મળતી નથી. તેવી જ રીતે, છેલ્લા ચાર વર્ષમાં લઘુમતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં 83%નો ઘટાડો થયો છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ ના સૂત્રની વાસ્તવિકતા અહીં પ્રગટ થાય છે.

કોંગ્રેસ પ્રમુખ ખડગેનો ડેટા ખરેખર થોડો મોડો આવ્યો છે. મોદી સરકારે 2022 માં જ ધોરણ 1 થી 8 સુધીના SC, ST, OBC અને લઘુમતી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી. સરકારે તેને એમ વિચારીને બંધ કરી દીધી હતી કે, આ વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તો તેમને શિષ્યવૃત્તિ આપવાની કોઈ જરૂર નથી. પરંતુ સરકારે એ ન વિચાર્યું કે ઘણાં માતાપિતા તો તેમના બાળકોને માત્ર સ્કોલરશીપના કારણે ભણાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં એ બાળકો શાળા છોડી શકે છે. પરંતુ મોદી સરકારે આ દલીલોની કોઈ પરવા કરી નહીં. એકબાજુ દલિત, આદિવાસી અને ઓબીસી વર્ગની નોકીઓ ભરાતી નથી, બીજી તરફ તેમને મળતી નજીવી સ્કોલરશીપનો ટેકો પણ પાછો ખેંચી લઈને મોદી સરકારે આ વર્ગના યુવાનો, વિદ્યાર્થીઓની પડ્યાં પડ પાટું માર્યા જેવી હાલત કરી નાખી છે.

આ પણ વાંચોઃ ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?

તે સમયે મોદી સરકારે સ્કોલરશીપ પાછી ખેંચી લેવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે શિક્ષણ અધિકાર (RTE) અધિનિયમ, 2009 સરકારને દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ (ધોરણ 1 થી 8) પૂરું પાડવાનો આદેશ આપે છે. તેથી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને આદિજાતિ બાબતોના મંત્રાલયની પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ફક્ત ધોરણ IX અને X માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ આવરી લેવામાં આવશે. તેવી જ રીતે, 2022-23 થી લઘુમતી બાબતોના મંત્રાલયની પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ કવરેજ પણ ફક્ત ધોરણ IX અને X માટે જ રહેશે.

જો રાજકીય પક્ષો ઈચ્છત તો તેઓ 2022 માં જ તેને મુદ્દો બનાવી શક્યા હોત. પરંતુ તેઓ માત્ર એક નિવેદન આપીને પછી ચૂપ થઈ ગયા. જેનો ભોગ આખરે આ વર્ગના વિદ્યાર્થીઓ બન્યાં. સરકારે શિષ્યવૃત્તિ કેવી રીતે બંધ કરી દીધી છે તે અંગે રાજકીય પક્ષો સામાન્ય લોકો સુધી સંદેશ પહોંચાડી શક્યા નહીં. તે સમયે કોંગ્રેસ, બસપા, સપા, આરજેડી વગેરેએ સરકારના નિર્ણયની ટીકા કરી હતી પરંતુ તેઓ તેના પર આંદોલન શરૂ કરી શક્યા ન હતા.

આ પણ વાંચોઃ  ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઈકર્મીઓના શ્વાસ રૂંધાવાથી મોત

સ્કૂલ ડ્રોપ આઉટની સ્થિતિ શું છે?
તાજેતરના ડેટા મુજબ, ભારતમાં એકંદરે શાળા છોડી દેવાનો દર લગભગ ૧૨.૬% છે, જેમાં સૌથી વધુ શાળા છોડી દેવાનો દર માધ્યમિક સ્તરે (ધોરણ ૯-૧૨) છે. જ્યાં આ દર પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તર કરતા ઘણો વધારે છે.

ભારતના અડધાથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રોપઆઉટ્સમાં ઘટાડો જોવા મળ્યો. ૨૦૨૩-૨૪માં, ૩૦ લાખ ૭૦ હજાર ઓછા વિદ્યાર્થીઓ શાળાઓમાં નોંધાયા હતા. આ ડેટા સરકારના ઇન્ટિગ્રેટેડ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન 2024 પોર્ટલ પરથી આવ્યો છે. સ્કૂલ ડ્રોપઆઉટમાં ઘટાડાવાળા 21 રાજ્યોમાં બિહાર સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય છે, જ્યાં હાલ ભાજપ-જેડીયુની સરકાર સત્તામાં છે.

રાજસ્થાનમાં વર્ષ 2024માં પ્રાથમિક શાળા છોડી દેનારા બાળકોમાં સૌથી વધુ ૩.૨ ટકાનો વધારો થયો હતો. આ તબક્કે, ડ્રોપઆઉટ્સ અગાઉના 4.4 ટકાથી વધીને 7.6 ટકા થયા. પરંતુ બિહારમાં શાળા છોડી દેવાનું પ્રમાણ સૌથી વધુ ૮.૯ ટકા હતું, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ ચાર ગણું હતું. ઉચ્ચ પ્રાથમિક સ્તરે પરિસ્થિતિ વધુ ખરાબ હતી, બિહારમાં એક ચતુર્થાંશથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 6-8 વચ્ચે શાળા છોડી દે છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 4.9 ટકા છે. બિહારમાં એક વર્ષમાં ડ્રોપઆઉટમાં ૧૦.૯ ટકાનો વધારો થયો છે. ૩.૮ ટકાના ઘટાડા છતાં બિહાર માધ્યમિક શાળા છોડી દેવાના મામલામાં પણ દેશમાં આગળ રહ્યું, જ્યાં ધોરણ ૯-૧૦માં ચારમાંથી એક વિદ્યાર્થી શાળા છોડી દે છે.

આ પણ વાંચોઃ એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે ‘સંસ્કારી નગરી’નું અસલી ચરિત્ર જોયું…

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x