ભારતના સવર્ણ હિંદુઓ દુનિયાના કોઈપણ ખૂણે જાય ત્યાં જાતિવાદને સાથે લઈને જાય છે. આવું જ કંઈક ન્યૂયોર્ક સિટીમાં જોવા મળ્યું છે. ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેર(New Yorks Times Square)માં કથિત સવર્ણ જાતિના હિન્દુઓએ(Upper caste Hindus) સીજેઆઈ બી.આર. ગવઈ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી(protest against CJI) તેમના ચહેરા પર જૂતું મારતા હોય તેવું પોસ્ટર પ્રદર્શિત કર્યું હતું. વિરોધ દરમિયાન સવર્ણ હિંદુઓએ ચીફ જસ્ટિસ ગવઈ(CJI B R Gavai)ના કથિત હિન્દુ વિરોધી નિવેદનો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્ક્રીન પર CJIને ભગવાન વિષ્ણુની માફી માંગવા કહેવામાં આવ્યું હતું.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, ભારતના કથિત સવર્ણ જાતિના હિંદુઓ દુનિયાના કોઈપણ છેડે પહોંચી જાય તો પણ તેઓ જાતિવાદને છોડતા નથી. તેમના માટે જાતિ જ સર્વોપરી છે અને તેઓ તેને જ વળગી રહેવા માંગે છે. આ ઘટના એનઆરઆઈની જાતિવાદી માનસિકતાને ખૂલ્લી પાડે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના સચિવ, ડીજીપીએ CJI B.R. Gavai નું અપમાન કર્યું
સોશિયલ મીડિયા પર લોકોએ આકરી ઝાટકણી કાઢી
સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાની ભારે નિંદા કરી રહ્યા છે. શ્રી બુદ્ધા નામના એક યૂઝરે લખ્યું હતું કે, “આ અત્યંત ઘૃણાસ્પદ ઘટના છે, પરંતુ આનંદની વાત એ છે કે, વિદેશમાં રહેતા કથિત ઉચ્ચ જાતિના હિન્દુઓની જાતિવાદી માનસિકતા હવે ધીરે ધીરે દુનિયા સામે આવી રહી છે. જાતિનું અભિમાન ભારતની સરહદોની બહાર પણ ઊંડે સુધી મૂળ ધરાવે છે. સવર્ણ હિન્દુઓ દલિત સમાજમાંથી આવતા ભારતના મુખ્ય ન્યાયાધીશને નિશાન બનાવે છે ત્યારે તે દર્શાવે છે કે તેમના પૂર્વગ્રહો કેટલા ઉંડે સુધી ફેલાયેલા છે.”
અમેરિકામાં જાતિ ભેદભાવ પર પ્રતિબંધ છે
આ ઘટના વિદેશમાં વસતા ભારતીયોમાં વધી રહેલી જાતિવાદી માનસિકતાને ખૂલ્લી પાડે છે. અમેરિકાએ પહેલેથી જ જાતિ ભેદભાવને વાસ્તવિકતા તરીકે સ્વીકારી લીધો છે. કેલિફોર્નિયા અને સિએટલએ સત્તાવાર રીતે જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂક્યો છે. હાર્વર્ડ, બ્રાઉન અને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સહિતની ઘણી યુનિવર્સિટીઓએ તેમની ભેદભાવ વિરોધી નીતિઓમાં “જાતિ” ને સંરક્ષિત શ્રેણી તરીકે શામેલ કરી છે. આ સુધારાઓ વિદેશોમાં અપમાન અને બહિષ્કારનો સામનો કરી રહેલા દલિત-બહુજન વિદ્યાર્થીઓના અનુભવોથી પ્રેરિત છે.
આ પણ વાંચો: Justice B R Gavai દેશના પહેલા બૌદ્ધ CJI બન્યાં
સવર્ણ હિંદુઓનો જાતિવાદ ભારત સુધી મર્યાદિત નથી
ન્યુ યોર્કમાં જે બન્યું તે એક અલગ વિરોધ નથી; તે સ્પષ્ટ રીતે યાદ અપાવે છે કે જાતિગત ભેદભાવ ફક્ત ભારતની ભૂમિ સુધી મર્યાદિત નથી. જેઓ વિદેશમાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે તેઓ અસ્પૃશ્યતાની એ જ સામાજિક દુષ્ટતાને દુનિયાભરમાં ફેલાવી રહ્યા છે, જેનાથી આધુનિક ભારત આજે પણ બહાર આવવા સંઘર્ષ કરી રહ્યું છે.
ડો.આંબેડકરના શબ્દો સવર્ણ હિંદુઓએ સાચાં પાડ્યા
શ્રી બુદ્ધાએ વધુમાં જણાવ્યું હતું કે, ડો.આંબેડકર સાચા હતા જ્યારે તેમણે કહ્યું હતું કે, “જો હિન્દુઓ પૃથ્વીના અન્ય ભાગોમાં સ્થળાંતર કરશે, તો ભારતીય જાતિ એક વૈશ્વિક સમસ્યા બની જશે.” વૈશ્વિક સમાજ આને માનવ અધિકારના મુદ્દા તરીકે ઓળખે તે સમય આવી ગયો છે. જાતિવાદ દિલ્હીમાં હોય કે ન્યુ યોર્કમાં, તે એક જ રોગ છે, ફક્ત જાગૃતિનું એક અલગ સ્વરૂપ ધારણ કરેલ છે.
આ પણ વાંચો: CJI ને જૂતું મારવાના વિરોધમાં ‘નવસર્જન’ 5000 વિદ્યાર્થીઓને જૂતાં વહેંચશે











આ લોકમાં કદાપિ સુધારો નહીં જ આવે, અને આજકાલ તો શાસકીય સમર્થન છે તેમને.આપણે પ્રતિકારની લડાઈ તેજ કરવી જ પડે. બીજો રસ્તો નથી. બાબાસાહેબ સંઘર્ષ કરવાનું એમને એમ નથી કહી ગયા.