દેશની નીચલી કોર્ટોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી મુઠ્ઠીભર સવર્ણ જાતિના જજોએ કબ્જો જમાવી લીધો છે. જેના કારણે બહુજન સમાજના અતિમહત્વના કેસોમાં આ જજો સવર્ણોને માફક આવે તે પ્રકારના ચૂકાદા આપતા હોવાની અનેક રાવ ઉઠતી રહે છે. જેના કારણે બહુજન સમાજના લોકો પોતાને અન્યાય થઈ રહ્યો હોવાનું માની રહ્યાં છે. હવે તો સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ પર પણ સવાલો ઉઠવા માંડ્યાં છે. એમાં પણ સુપ્રીમ કોર્ટના કેટલાક ચીફ જસ્ટિસો જેમ કે, દીપક મિશ્રા, રંજન ગોગોઈ, ડીવાય ચંદ્રચૂડ જેવા જજોની સરકાર સાથેની સાંઠગાંઠ ખૂલ્લી પડી ગઈ છે.
હાલમાં દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઘરમાંથી 15 કરોડથી વધુની રોકડ મળી છે અને તેમના પર મોટો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લાગી રહ્યો છે. છતાં તેમના પર કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી. જ્યારે જસ્ટિસ કર્ણન પર તરત કાર્યવાહી કરાઈ હતી. આવા પક્ષપાતી લાગતા નિર્ણયોના કારણે બહુજન સમાજનો કોર્ટના ચૂકાદાઓ પરથી દિન પ્રતિદિન વિશ્વાસ ઉઠતો જઈ રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે દેશની વિવિધ હાઈકોર્ટમાં કઈ જાતિના કેટલા જજો છે તેની વિગતો આપતા આ મુદ્દો નવેસરથી ચર્ચામાં આવ્યો છે. સરકારે આપેલા આંકડાઓ પરથી ફરી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આજે પણ દેશના ન્યાયતંત્રમાં મુઠ્ઠીભર સવર્ણ જાતિના જજોનો જ દબદબો છે અને 80 ટકા બહુજન સમાજ ન્યાયતંત્રમાં લઘુમતીમાં છે.
હાઈકોર્ટોમાં કઈ જાતિના કેટલા જજો?
દેશની હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકો અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતી વખતે, કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ગયા અઠવાડિયે સંસદમાં માહિતી આપી હતી કે 2018 થી અત્યાર સુધીના છેલ્લા સાત વર્ષોમાં, દેશની વિવિધ હાઈકોર્ટમાં 78 ટકા ન્યાયાધીશો ઉચ્ચ જાતિના છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ ફક્ત 5% હતું. જ્યારે લગભગ ૧૨ ટકા ન્યાયાધીશો અન્ય પછાત વર્ગો (OBC)માંથી નિયુક્ત કરવામાં આવ્યા છે.
715 જજોમાંથી ફક્ત 22 જજો એસસી, 16 એસટી
લોકસભામાં આરજેડી સાંસદ મનોજ ઝા દ્વારા આ મુદ્દા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કાયદા મંત્રીએ કહ્યું કે 2018 થી દેશની વિવિધ હાઈકોર્ટમાં નિયુક્ત થયેલા 715 ન્યાયાધીશોમાંથી ફક્ત 22 જ SC કેટેગરીમાંથી આવે છે. જ્યારે, ૧૬ ST અને ૮૯ OBC કેટેગરીમાંથી આવે છે. આ સમયગાળા દરમિયાન, 37 લઘુમતીઓને પણ જજ બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: હવે ‘જજનો દીકરો જજ’ નહીં બને, સુપ્રીમ કોર્ટ Nepotism પર બ્રેક લગાવશે?
કાયદા મંત્રીએ એ પણ માહિતી આપી કે સરકાર હાઈકોર્ટોમાં મુખ્ય ન્યાયાધીશોને વિનંતી કરે છે કે જજોના પદો પર નિમણૂકો માટે ભલામણો કરતી વખતે SC, ST, OBC, લઘુમતી સમાજ અને મહિલાઓના પ્રતિનિધિત્વને યોગ્ય રીતે ધ્યાનમાં લે, જેથી સામાજિક વિવિધતા જળવાઈ રહે.
મનોજ ઝાએ શું સવાલ પૂછ્યો હતો?
ઉલ્લેખનીય છે કે, આરજેડી સાંસદ મનોજ ઝાએ તાજેતરમાં રાજ્યસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એસસી, એસટી, ઓબીસી, મહિલાઓ અને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ વર્ગોના ન્યાયાધીશોની નિમણૂકમાં ઘટાડો થયો છે. તેમણે સરકારને એ પણ પૂછ્યું કે શું તેણે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને શું તેણે ન્યાયિક નિમણૂકોની પ્રક્રિયામાં સામાજિક વિવિધતાને સમાવવા માટે સુપ્રીમ કોર્ટ સાથે વાતચીત કરી છે.
કાયદામંત્રી અર્જુન રામ મેઘવાળે શું જવાબ આપ્યો?
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જવાબમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની જોગવાઈ બંધારણના અનુચ્છેદ ૧૨૪, ૨૧૭ અને ૨૨૪ હેઠળ કરવામાં આવી છે. આમાં કોઈપણ જાતિ કે વર્ગ માટે અનામતની જોગવાઈ નથી.
75% Of High Court Judges Appointed Since 2018 Are From General Category – Law Ministry.
It is a fact that 79% judges appointed in all High Courts were from upper castes Hindu during the last five years indicating inequitable representation of SC ST and OBC. pic.twitter.com/0sQyC8kHDe
— The Dalit Voice (@ambedkariteIND) July 23, 2023
મેઘવાલે એમ પણ કહ્યું કે સરકાર આ મુદ્દા પર સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ મુખ્યત્વે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા નક્કી કરવામાં આવે છે કે ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે નિમણૂકો માટે દરખાસ્તો શરૂ કરવાની જવાબદારી મુખ્ય ન્યાયાધીશની છે અને ઉચ્ચ ન્યાયાલયોમાં નિમણૂકો માટેની દરખાસ્તો ઉચ્ચ ન્યાયાધીશની જવાબદારી છે.
આ પણ વાંચો: પોલીસે એક નકલી હોસ્પિટલ પકડી તો બોગસ ડોક્ટરે બીજી શરૂ કરી
BJP sarkaar ni zaan EVM ma che