જાણીતા આંબેડકરી બુદ્ધિસ્ટ લેખક અને એક્ટિવિસ્ટ બાલકૃષ્ણ આનંદના દીકરી વૈશાલીબેનએ Revival of Buddhismin Gujarat after Independence in India(1947-2011) વિષય પર અંગ્રેજી ભાષામાં મહાશોધનિબંધ રજૂ કરતાં સાબરમતી યુનિવર્સિટીએ Ph.d.ની ડિગ્રી માટે માન્ય રાખી તેમને તા.20/2/2025 ના રોજ Ph.d.ની પદવી એનાયત કરેલ છે. તેઓએ BA, ડબલMA, LLB, Bed, Med અને M. Phl જેવી શૈક્ષણિક પદવીઓ પણ મેળવેલ છે. ગુજરાત સરકારે તેમને 2021/22ના વર્ષનો રૂ એક લાખનો સાવિત્રીબાઈ ફૂલે મહિલા દલિત સાહિત્યકાર એવોર્ડ આપી જાહેર સન્માન કરેલ હતું. વૈશાલીબેન અને તેમનો પરિવાર રેકોર્ડેડ બુદ્ધિસ્ટ છે. તેમને અઢળક અભિનંદન.
આ પણ વાંચો: એક ‘થીસિસ ચોર’ ના જન્મદિવસે Teachr’s Day કેવી રીતે મનાવી શકાય?
વૈશાલીબહેન હાલ અમિતાભ બચ્ચન સાથે સંકળાયેલી એક એનજીઓમાં કાર્યરત છે. તેઓ બહુજન સમાજ અને બહુજન વિચારધારા સાથે બાળપણથી ઘરોબો રહ્યો છે. તેમના પિતા બાલકૃષ્ણ આનંદ ડૉ. આંબેડકર સ્થાપિત શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાને ગુજરાતમાં નવેસરથી એક્ટિવ કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યાં છે. અગાઉ તેઓ રાણીપ સ્થિત ડો.આંબેડકર ફાઉન્ડેશનના અધૂરા કાર્યોને લઈને છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરી તેને પૂર્ણ કરવા માટે મંત્રીશ્રીને મળ્યા હતા. આવા લડાકુ પરિવારમાંથી આવતા વૈશાલીબહેનને ખૂબ ખૂબ અભિનંદન.
આ પણ વાંચો: SC-ST વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે આ સરકારી યોજનાઓ
Good