ચોટીલામાં દારૂના કેસમાં પોલીસે સગીરને પુખ્ત દર્શાવી જેલમાં પુરી દીધો

સુરેન્દ્રનગરના લીંબડીની પોલીસે દારૂના કેસમાં સગીરને પુખ્ત વયનો દર્શાવી તેને ગુનેગારો સાથે જેલમાં પુરી દીધો.
chotila news

ગુજરાતમાં પોલીસ તંત્ર કઈ હદે બેદરકારી દાખવે છે તે સૌ જાણે છે. અનેકવાર પોલીસની બેદરકારને લીધે નિર્દોષ લોકોએ દયનિય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. જો કે, સુરેન્દ્રનગરના લીંબડીમાં છે થયું છે, તેણે બેદરકારીની હદ વટાવી દીધી છે. મળતી માહિતી મુજબ, અહીં પોલીસે કરોડો રૂપિયાના વિદેશી દારૂના કેસમાં એક સગીરને પુખ્ય વયનો ગણાવીને તેને અન્ય ગુનેગારો સાથે જેલમાં ધકેલી દીધો હતો.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ન્યુ નાગરાજ હોટલ પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ ગુનામાં લીંબડી પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. પોલીસે એક સગીરને પુખ્ત વયનો દર્શાવી અન્ય ગુનેગારો સાથે જેલમાં મોકલી દીધો હતો. નિયમ મુજબ આરોપી સગીર હોય, તો તેને બાળ સુધાર ગૃહમાં મોકલવાનો હોય છે. પરંતુ પોલીસ તેની ફરજ ચૂકી ગઈ હતી.

આ કેસની મળતી માહિતી મુજબ, ચોટીલાના નાની મોલડી ગામ પાસે સરકારી ખરાબાની જગ્યામાં દારૂનો આ મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ૨૮,૪૦૪ વિદેશી દારૂની બોટલો, ટાટા ટ્રક, મહેન્દ્રા બોલેરો પીકઅપ સહિતના વાહનો જપ્ત કરાયા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹2,13,61,760 આંકવામાં આવી છે. આ કેસમાં કુલ 12 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો.

આ પણ વાંચો: ‘પોલીસ હોય તો શું થયું? અમે દલિતોના વાળ નહીં કાપીએ’

પોલીસ ફરિયાદમાં એક આરોપીનો સગીર છે, છતાં તેને 18 વર્ષનો (પુખ્ત) દર્શાવવામાં આવ્યો હતો. સગીર હોવા છતાં, તેને બાળ સુધાર ગૃહને બદલે સુરેન્દ્રનગરની સબ જેલમાં ગંભીર ગુનાના પુખ્ત આરોપીઓ સાથે જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. લીંબડી પોલીસે પણ દસ્તાવેજોની ખરાઈ કર્યા વગર સગીરને પુખ્ત આરોપી તરીકે જેલમાં મોકલી આપ્યો હતો. વકીલ દ્વારા સગીરના જન્મનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ જેલ તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, તેમ છતાં તેને મુક્ત કરવા કે યોગ્ય જગ્યાએ ખસેડવાને બદલે જેલમાં પુરી રાખ્યો હતો.

આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે પુરાવાઓને ધ્યાને લઈ આ બેદરકારીને ગંભીર ગણી છે અને તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે આ અરજી માન્ય રાખી તપાસ લીંબડી DYSP અને ચોટીલા DYSPને સોંપી છે.

આ પણ વાંચો: ભાઈ સરપંચ બન્યો અને હત્યા થઈ, પછી બહેનની હત્યા થઈ…

આ બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે. એક તરફ પોલીસે સગીર બાળકને જેલમાં ધકેલી પોતાની કામગીરી બતાવી છે, ત્યારે બીજી તરફ આ કેસનો મુખ્ય આરોપી સંજય ખાચર હજુ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપીની ધરપકડમાં નિષ્ફળ રહેલી પોલીસ માત્ર નાના કામદારો કે સગીરોને નિશાન બનાવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

આ ઘટના પોલીસ વિભાગની ઉતાવળ અને કાયદાકીય પ્રક્રિયાના ઉલ્લંઘનનું ઉદાહરણ છે. કિશોર ન્યાય અધિનિયમ (Juvenile Justice Act) હેઠળ સગીરને રક્ષણ મળવાને બદલે તેને જેલની કોટડીમાં ધકેલી દેવો એ માનવાધિકારનું પણ ઉલ્લંઘન છે.

આ પણ વાંચો: મેરઠની દલિત યુવતીનો હજુ કોઈ પત્તો નહીં, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x