મુંબઈ પોલીસે સોમવારે દિલ્હી યુનિવર્સિટી(DU)ના પ્રોફેસર જી.એન. સાંઈબાબા(G.N. Saibaba)ની પુણ્યતિથિ (12 ઓક્ટોબર) પર કાર્યક્રમનું આયોજન કરવા બદલ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના 10 વિદ્યાર્થીઓ સામે કેસ દાખલ કર્યો છે. એવો આરોપ છે કે આ વિદ્યાર્થીઓએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શરજીલ ઈમામ અને ઉમર ખાલિદના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જેઓ દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં છે.
સંસ્થાના વહીવટીતંત્રની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ માટે પરવાનગી લેવામાં આવી ન હતી. સંસ્થાના વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ રવિવારે રાત્રે 9 વાગ્યે યોજાયો હતો. વિદ્યાર્થીઓએ પૂર્વ પરવાનગી ન લીધી હોવાથી વહીવટીતંત્ર આ કાર્યક્રમથી અજાણ હતું. રવિવાર હોવાથી આ કાર્યક્રમ પણ અજાણ રહ્યો. બાદમાં, જ્યારે સોમવારે આ કાર્યક્રમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા, ત્યારે કેટલાક લોકોએ વાંધો ઉઠાવવો શરૂ કરી દીધો હતો કે, સંસ્થાના વહીવટીતંત્રે આ કાર્યક્રમ માટે પરવાનગી કેવી રીતે આપી. સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં પોલીસ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પણ ટેગ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: CJI પર જૂતું ફેંકનાર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધોઃ રામદાસ આઠવલે
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસ્થાનું વહીવટીતંત્ર FIRમાં સામેલ વિદ્યાર્થીઓને કારણદર્શક નોટિસ જારી કરશે અને સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે વધુ કાર્યવાહી કરશે.
સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં, કેટલાક વિદ્યાર્થીઓ પ્રો. સાંઈબાબા(G.N. Saibaba)ના ફોટા પાસે ઉભા રહેલા જોઈ શકાય છે. દલિત સમાજમાંથી આવતા પ્રો. જી.એન. સાંઈબાબાની નક્સલવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપસર UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અંદાજે 10 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રો.સાંઈબાબા અપંગ હતા, તેમ છતાં તેમને જેલમાં ભયાનક યાતનાઓ આપવામાં આવી હતી. તેમણે કોઈ જ ગુના વિના 10 વર્ષ જેટલો સમય જેલમાં વિતાવવો પડ્યો હતો. જેનાથી તેમના શરીરને ભારે નુકસાન થયું હતું. પરિણામે ગયા વર્ષે 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં તેમનું અવસાન થયું હતું.
આ પણ વાંચો: “મારી માતાનું એક જ લક્ષ્ય હતું, મને ભણાવવાનું…”











Users Today : 1724