Ramdas Athawale on rakesh kishor CJI B R Gavai: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે(Ramdas Athawale)એ માંગ કરી છે કે CJI બી.આર. ગવઈ(CJI B R Gavai) પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરનાર મનુવાદી શખ્સ રાકેશ કિશોર(Rakesh Kishor) સામે SC-ST એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે આ ઘટના એટલા માટે બની કારણ કે કેટલાક ઉચ્ચ જાતિના લોકો સ્વીકારી શકતા નથી કે દલિત સમાજમાંથી આવતા ન્યાયાધીશ ગવઈ આટલા ઉચ્ચ પદ પર પહોંચ્યા છે.
અગ્રણી દલિત નેતા અને સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે(Ramdas Athawale)એ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ ઘટના નિંદનીય છે. તેમણે કહ્યું, “આ પહેલીવાર છે જ્યારે દેશના સીજેઆઈ પર આ રીતે ચાલુ કોર્ટમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભૂષણ ગવઈ દલિત સમાજના છે અને તેમણે પોતાની લાયકાતના આધારે આ પદ પ્રાપ્ત કર્યું છે. પરંતુ કેટલાક કથિત ઉચ્ચ જાતિના લોકો આ હકીકતને પચાવી શકતા નથી.”
આઠવલેએ કહ્યું, “હું માંગ કરું છું કે આરોપીઓ સામે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવે, કારણ કે ન્યાયાધીશ ગવઈ પર હુમલો કરવાનો પ્રયાસ એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે તેઓ દલિત છે. પહેલાં કોઈ મુખ્ય ન્યાયાધીશ પર હુમલો થયો નથી.”
CJI B R Gavai એ શું કહ્યું?
ગવઈએ ગુરુવારે કહ્યું કે 6 ઓક્ટોબરના રોજ એક વકીલે તેમના પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રન ચોંકી ગયા હતા. જૂતા ફેંકવાના પ્રયાસની ઘટના અંગે, મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “હું અને મારા વિદ્વાન સાથીદાર (જસ્ટિસ ચંદ્રન) સોમવારે જે બન્યું તેનાથી ખૂબ જ આઘાત પામ્યા છીએ; અમારા માટે, આ એક ભૂલી જવાયેલું પ્રકરણ છે.”
આ પણ વાંચો: CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં બ્રાહ્મણ વકીલે હુમલો કર્યો!
મામલો શું હતો?
સોમવારે, રાકેશ કિશોર નામના 72 વર્ષીય મનુવાદી વકીલે કોર્ટમાં CJI ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષા કર્મચારીઓએ તરત જ કાર્યવાહી કરી અને તેને પકડી લીધો હતો. ત્યારબાદ CJI એ વકીલને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. દિલ્હી પોલીસે પરિસરમાં લાંબી પૂછપરછ બાદ વકીલને છોડી મૂક્યો હતો. બુધવારે બેંગલુરુમાં રાકેશ કિશોર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
રાકેશ કિશોરનું સભ્યપદ સસ્પેન્ડ કરી દેવાયું?
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પણ રાકેશ કિશોરનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. તેને સુપ્રીમ કોર્ટમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. મનુવાદી શખ્સ રાકેશ કિશોરનો દાવો છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ વિશે CJI એ કરેલા નિવેદનથી તેને દુઃખ થયું હતું. એટલે તેણે આ કૃત્યુ કર્યું હતું.
આ પણ વાંચો: જો ભગવાન ઈચ્છશે તો હું ફરીથી આવું કરીશ’, CJI પર જૂતું ફેંકનાર રાકેશ કિશોર












Users Today : 825