ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળતી જઈ રહી છે. હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થાની જાળવવામાં સતત નિષ્ફળ પુરવાર થઈ રહ્યા હોવા છતાં તેમને પ્રમોશન આપીને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. બીજી તરફ તેમની પોલીસ સતત હત્યા ઉઘરાવવામાં અને તોડ કરવામાં વ્યસ્ત રહેતી હોવાથી ગુનેગારોને તેમની જાણે કોઈ બીક જ ન રહી હોય તેમ ખૂલ્લેઆમ ગુનાઓ આચરતા રહે છે.
આવી જ એક ઘટના હાલ પાટણ જિલ્લાના રાધનપુરમાંથી સામે આવી છે. જ્યાં ચાર લુખ્ખા તત્વોએ રિલ્સ બનાવવા માટે થઈને એક નિર્દોષ મજૂરને નિર્દયતાથી માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. કાયદો અને પોલીસનો કોઈ ડર ન હોય તેવી રીતે લુખ્ખા તત્વોને બેફામ બન્યા છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના બહાને 5 લુખ્ખા તત્વોએ એક શ્રમિક યુવકને નિર્દયતાથી માર માર્યો હતો જેના કારણે મજૂર લોહીલુહાણ થઈ ગયો. પરંતુ આ ઘટનાની પરાકાષ્ઠા તો એ હતી કે, આ કૃત્યનો વીડિયો લુખ્ખાઓએ કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તેમ ગર્વથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી હતી.
આ પણ વાંચો: સવર્ણ મહિલાઓની સતામણીથી દલિત કિશોરે ઝેર પી આપઘાત કર્યો
આ 5 લુખ્ખા તત્વોએ શ્રમિક યુવકને એટલો માર્યો હતો કે, તે ગંભીર ઇજા પહોંચી હતી અને લોહીલુહાણ થઈ ગયો હતો. તેમ છતાં પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાથી શ્રમિક યુવક ડરી ગયો હતો અને તેણે પોલીસનો સહારો લીધો હતો. શ્રમિક યુવકે આ ચાર અજાણ્યા શખ્સો સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરુ કરી છે.
આજ કાલ સસ્તી પબ્લિસિટી માટે સોશિયલ મીડિયાનો સહારો લઈને નિર્દોષ લોકોને નિશાન બનાવવાની અને હિંસક કૃત્યો સમાજ માટે ગંભીર અને ચિંતાનો વિષય છે. લુખ્ખા તત્વોને જાણે પોલીસ અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ બેફામ બન્યા છે. પોલીસે તાત્કાલિક આવા લુખ્ખાતત્વોને ઝડપીને જાહેરમાં પાઠ ભણાવવો જોઈએ જેથી અન્ય લોકોને પણ કાયદાનો ડર રહે. હાલમાં પોલીસે આરોપીઓને પકડવા માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી રીલના આધારે તેમની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા, ત્રણ ફરાર
સોશિયલ મીડિયા પર લુખ્ખા તત્વોની આ હરકતનો વીડિયો વાયરલ થયા પોલીસ એક્શનમાં આવી હતી અને આ મામલે પાંચ પૈકી બે આરોપીઓની ધરપકડ કરી છે. રાધનપુર પોલીસે લુખ્ખા તત્વોને પકડીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને લોકો પાસે જાહેરમાં માફી મગાવી હતી. જો કે, હજુ પણ આ કેસમાં ત્રણ આરોપીઓ ફરાર છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં નર્મદા કેનાલે બર્થ ડે ઉજવતા યુગલ પર હુમલો, યુવકનું મોત











Users Today : 1737