ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં ભાજપના નેતા મનોજ પાંડે પર દલિત પરિવારની મોકાની જમીન હડપ કરવાનો આરોપ લાગ્યો છે. જેને લઈને દલિત પરિવારે ધારાસભ્ય સામે વિરોધ પ્રદર્શન કરી ધરણાં કર્યા હતા.
દલિત સમાજના બૈજનાથ ધોબી અને અમૃતલાલ ધોબીએ આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્ય મનોજ પાંડે તેમની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યા છે. પીડિતોએ પહેલા જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આ મામલે ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખ રંજના ચૌધરી પણ પીડિતોના સમર્થનમાં આવ્યા. બીજી તરફ ધારાસભ્ય મનોજ પાંડેએ પત્રકાર પરિષદમાં આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે તેમણે વિવાદિત જમીન ૮૮ લાખ રૂપિયામાં ખરીદી હતી અને આ આખો વિવાદ રાજકીય ષડયંત્રનો ભાગ છે.
रायबरेली:
सपा के बागी विधायक मनोज पांडेय पर लगा जमीन हड़पने का आरोप, धरने पर बैठा दलित समाज, समर्थन में पहुंचीं जिला पंचायत अध्यक्ष pic.twitter.com/4ZdrpUfTpS— Amrit Vichar (@AmritVichar) February 17, 2025
આ તરફ કોંગ્રેસના પ્રદેશ સચિવ અને ઊંચાહાર વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર અતુલ સિંહે આ ઘટનાની સખત નિંદા કરી છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે દલિતો અને પછાત સમુદાયોની જમીનના મામલે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વિરોધ પ્રદર્શન પર બેઠેલા પીડિત પરિવારોએ ન્યાય માટે અપીલ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલો હવે રાજકીય વળાંક લેતો દેખાય છે કારણ કે વિરોધ પક્ષો પણ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીએ પણ આ મામલે અવાજ ઉઠાવ્યો છે. સપાએ પોતાને એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે, ભાજપના રાજમાં જે PDA નથી તે કંઈ કરી શકે તેમ નથી. મુખ્યમંત્રી અને આરએસએસે ખૂલ્લું લાઈસન્સ આપી દીધું છે. રાયબરેલીમાં સત્તા દ્વારા સંરક્ષિત ધારાસભ્ય મનોજ પાંડે દલિતોની જમીન પર કબ્જો કબ્જો જમાવી રહ્યાં છે, ભાજપના જ જિલ્લા પંચાયતના અધ્યક્ષ આ હકીકત બહાર લાવ્યા છે અને પીડિતોના સમર્થનમાં તેમના જ પક્ષના ધારાસભ્યના વિરોધમાં ધરણાં પર બેઠા છે. હક, અધિકાર અને જમીન બધું આ પાપી છીનવી લેવા માંગે છે.
આ મામલે ધારાસભ્ય મનોજ પાંડેએ પત્રકારોને જણાવ્યું હતું કે, મેં કોઈ કબ્જો કર્યો નથી, આ જમીન મેં ખરીદેલી છે. મારા જીવમાં પહેલીવાર 88 લાખમાં જમીનનો સોદો કર્યો છે. મારી ઉપર લગાવવામાં આવેલા આરોપો નિરાધાર છે. મેં રાયબરેલી કલેક્ટરને આ મામલે તપાસ કરાવવા કહ્યું છે.
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યાં