કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના ઔરંગાબાદમાં એક ચૂંટણી રેલી દરમિયાન દાવો કર્યો હતો કે ભારતમાં 90 ટકા વસ્તી દલિત-OBC સમાજના લોકોની છે. પરંતુ દેશની સેનામાં 10 ટકા લોકો કબ્જો કરીને બેઠા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે દેશની ટોચની 500 કંપનીઓમાં પણ આવી જ અસમાનતા છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ઉત્તર પ્રદેશના રાયબરેલીના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે બિહારના ઔરંગાબાદમાં એક ચૂંટણી રેલી દરમિયાન એવો દાવો કર્યો હતો કે ભારતીય સેના પર દેશની 10 ટકા વસ્તી ધરાવતા લોકોનો કબ્જો છે. તેમણે આ નિવેદન સવર્ણ હિંદુઓના સંદર્ભમાં કરી હતી. કુટુમ્બા વિધાનસભા મતવિસ્તારમાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “જો તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે, દેશની 90% વસ્તી દલિત, મહાદલિત, પછાત, અતિ પછાત અથવા લઘુમતી સમાજના લોકોની છે.
આપણા દેશમાં 90% લોકો સમાજના સૌથી પછાત અને આદિવાસી વર્ગમાંથી આવે છે. પરંતુ દેશના સૈન્યમાં ઉચ્ચ પદો પર દેશની 10 ટકા વસ્તી ધરાવતા લોકોનો કબ્જો છે. સેનામાં સૌથી મહત્વના પદો પર ચોક્કસ જાતિના લોકો કબ્જો જમાવીને બેઠા છે.”
આ પણ વાંચો: RSS પર પ્રતિબંધ મૂકવા મહારાષ્ટ્રમાં હજારો બહુજનો રસ્તા પર ઉતર્યા
તેમણે વધુમાં કહ્યું, “જો તમે ભારતની 500 સૌથી મોટી કંપનીઓની યાદી કાઢીને જોશો તો, તમને તેમાં પછાત કે દલિત સમાજની એકેય વ્યક્તિ નહીં મળે. આ કંપનીઓમાં કામ કરતા મોટાભાગના લોકો દેશની 10 ટકા વસ્તીમાંથી આવે છે. બધી નોકરીઓ તેમની પાસે જાય છે. સેના પણ તે 10 ટકા લોકો દ્વારા નિયંત્રિત છે. તમને બાકીની 90 ટકા વસ્તીનું કોઈ પ્રતિનિધિત્વ મળશે નહીં. અમે એવું ભારત ઇચ્છીએ છીએ જેમાં દેશની 90 ટકા વસ્તી માટે જગ્યા હોય, જ્યાં લોકો ગૌરવ અને ખુશીથી જીવી શકે.”
ભાજપ રાહુલ ગાંધીને સેના વિરોધી ગણાવ્યા
રાહુલ ગાંધીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ભાજપના નેતા સુરેશ નખુઆએ કહ્યું, “રાહુલ ગાંધી હવે દેશની સેનામાં પણ જાતિ શોધી રહ્યા છે. તેઓ કહે છે કે દેશની 10 ટકા વસ્તી ધરાવતા લોકો સેનામાં કબ્જો જમાવીને બેસી ગયા છે, અને બાકીના 90 ટકા લોકોનું કોઈ પ્રતિનિધિત્વ નથી. વડા પ્રધાન મોદી પ્રત્યેના તેમના દ્વેષમાં, તેમણે દેશ પ્રત્યે નફરતની સીમા ઓળંગી દીધી છે.”
આ પણ વાંચો: ‘રાહુલ ગાંધીના હાથમાં બંધારણ, બગલમાં છરી છે’- પી.એલ.રાઠોડ
“10% INDIANS CONTROL SENA”
Rahul Gandhi now hunts for caste in Sena or India’s armed forces where only the uniform and nation matter not caste, creed or class. pic.twitter.com/1R7zs6IOl0
— Rahul Shivshankar (@RShivshankar) November 4, 2025
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી પર ભાજપ અગાઉ પણ સેના વિરોધી હોવાનો આરોપ લગાવતી રહી છે. અહાઉ રાહુલે લોકસભામાં વારંવાર દાવો કર્યો હતો કે ચીને લદ્દાખમાં 2,000 ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કર્યો છે.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપ્યો હતો
ચીને જમીન પચાવી પાડી હોવાના રાહુલના દાવા મામલે અગાઉ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે, “તમને કેવી રીતે ખબર પડી કે ચીને ભારતીય જમીન પર કબજો કર્યો છે? શું તમારી પાસે તમારા દાવાને સાબિત કરવા માટે નક્કર પુરાવા છે? જો નહીં, તો તમે કોઈ પણ ભૌતિક પુરાવા વિના આવું નિવેદન કેમ આપ્યું?” કોઈ પણ સાચો ભારતીય આવી બેજવાબદાર ટિપ્પણીઓ નહીં કરે.” સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતાને ઠપકો આપતા કહ્યું, “તમે લોકસભામાં વિપક્ષના નેતા છો. તમે સંસદમાં આવા મુદ્દાઓ કેમ નથી ઉઠાવતા? તમે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આ બધું કેમ કહો છો?”
રાહુલની કથની અને કરણીમાં ફરક
રાહુલ ગાંધી છેલ્લાં કેટલાક સમયથી દલિતો-આદિવાસીઓ અને ઓબીસી મતદારોની સહાનુભૂતિ મેળવવા માટે આ પ્રકારના દાવાઓ કરતા આવ્યા છે. અગાઉ તેઓ લોકસભાની ચૂંટણી વખતે દેશનું બંધારણ હાથમાં લઈને ફરતા હતા. પરંતુ જ્યારે એસસી-એસટીના અનામતના ભાગલા પાડતો સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો ત્યારે તેઓ મૌન થઈ ગયા હતા. એટલું જ નહીં, એસસી-એસટી ક્રિમીલેયર સૌથી પહેલા કોંગ્રેસસાશિત તેલંગાણામાં લાગુ કરાયું હતું. જેના પરથી સાબિત થાય છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ દલિત-આદિવાસીઓના હિતની વાત માત્ર તેમના મત મેળવવા માટે કરે છે, જ્યારે વાસ્તવમાં તેઓ દલિત-આદિવાસીઓના હિતરક્ષક નથી.
આ પણ વાંચો: Vote Chori મામલે રાહુલ ગાંધી કોર્ટમાં કેમ નથી જતા?











Users Today : 1724