મહિલા પર થતા અત્યાચારો માટે કુખ્યાત રાજસ્થાનમાં એક આદિવાસી યુવકને હિંદુ બનવું ભારે પડી ગયું. અહીંના પાલી જિલ્લાના જૈતપુરમાં એક આદિવાસી યુવકે શીવજીને દૂધ ચઢાવવા માટે બોલી લગાવી હતી. પણ મંદિરના સંચાલક સવર્ણોએ તેને તમે નીચી જાતિના છો, તમારું દૂધ શીવજીને ન ચઢાવાય તેમ કહીને જાહેરમાં અપમાન કરી, જાતિસૂચક અપશબ્દો બોલીને ઉતારી પાડ્યો હતો. આ મામલે યુવકે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
મામલો શું છે?
ઘટના 21 જુલાઈની છે. શ્રાવણના બીજા સોમવારે અહીંના દીવાંદી ગામમાં આવેલા તોરણેશ્વર મહાદેવ મંદિરે મોટો મેળો ભરાયો હતો. વિકાસ સમિતિ દ્વારા આયોજિત આ મેળામાં આસપાસના 84 ગામોના શ્રદ્ધાળુઓ ભાગ લે છે. એ દરમિયાન મંદિરમાં શીવજીને દૂધ ચઢાવવા માટે બોલી લગાવવામાં આવી હતી.
આદિવાસીએ બોલી લગાવતા અપમાન કર્યું
જોધપુર જિલ્લાના લુણી તાલુકાના ઘૂંઘાડા ગામના રહેવાસી હીરારામ મીણાએ મંદિરમાં શીવજીને દૂધ ચઢાવવા માટે 11,000 રૂપિયાની બોલી લગાવી હતી. પરંતુ બોલી લગાવતાની સાથે જ મંદિર સમિતિના સભ્ય મદનલાલ પટેલે જાહેર મંચ પર તેમનું અપમાન કર્યું હતું. મદનલાલે કહ્યું, “અમે નીચી જાતિના લોકો પાસેથી બોલી નથી લેતા. તમે નીચી જાતિના છે, તમારું દૂધ શીવજીને ન ચઢાવાય?”
આ પણ વાંચો: Puri Jagannath ની રથયાત્રામાં ભીડ બેકાબૂ બનતા 600 લોકો ઈજાગ્રસ્ત
ભલે મેળો બંધ કરવો પડે, પણ તમારી બોલી નહીં લઈએઃ આયોજકો
એ દરમિયાન આદિવાસી હીરારામને ટેકો આપવાને બદલે સ્ટેજ પર હાજર અન્ય 3-4 સ્થાનિક લોકોએ પણ જાતિવાદી ટિપ્પણી કરી અને તેમની બોલીને નકારી કાઢી હતી. સ્ટેજ પર બેઠેલા લોકોએ કહ્યું, “ભલે અમારે મેળો બંધ કરવો પડે, પણ અમે તમારી જાતિની બોલી નહીં લઈએ.” આ અપમાનથી દુઃખી થઈને હીરારામે 23 જુલાઈના રોજ જૈતપુર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલા અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
SC-ST એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ
હીરારામે નોંધાવેલી ફરિયાદમાં SC-ST (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 10 વર્ષથી મંદિર સમિતિ મેળાનું આયોજન કરી રહી છે, પરંતુ આજ સુધી એસસી કે એસટી સમાજની કોઈપણ વ્યક્તિની બોલી સ્વીકારવામાં આવી નથી.
પોલીસે શું કહ્યું?
પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને કહ્યું છે કે SC-ST કાયદા હેઠળ કેસ નોંધવામાં આવશે. પોલીસનું કહેવું છે કે આ ઘટના માત્ર બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન નથી, પરંતુ તે સમાજમાં જાતિવાદી માનસિકતા પણ ઉજાગર કરે છે.
એસસી-એસટી સંગઠનમાં આક્રોશ
બીજી તરફ આ મામલે દલિત અને આદિવાસી સંગઠનોમાં ભારે આક્રોશ છે. તેમનું કહેવું છે કે આ મામલો ફક્ત હીરારામ સાથે જ નહીં પરંતુ સમગ્ર દલિત-આદિવાસી સમાજના આત્મ સન્માન સાથે જોડાયેલો છે. સંગઠનોએ પોલીસ-વહીવટીતંત્ર પાસેથી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: પંજાબમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરશો તો આજીવન કેદ થશે!











Very shameful incident for Sanatan. Those who do this are grossly ignorant. You do not know that your behavior has caused great harm to Sanatan Dharma. It is better for such people not to perform religious activities.
આ કરનારા ઘોર અજ્ઞાની છે. તેમને ખબર નથી કે તેમની વર્તણૂકથી સનાતન ધર્મને મોટું નુક્સાન થયું છે. આવા લોકો ધાર્મિક કાર્યો ન કરે તે વધારે સારુ.