SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં

SIR ના સર્વેમાં અખિલ કચ્છ મેઘવાળ સમાજ દ્વારા ગેરબંધારણીય શબ્દો દૂર કરવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
remove unconstitutional words in SIR

ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિજન અંતર્ગત સર્વે ચાલી રહ્યો છે. એ દરમિયાન અનુસૂચિત જાતિ સમાજ માટે સર્વેમાં ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. આવા શબ્દોને સર્વેમાંથી દૂર કરવા માટે અખિલ કચ્છ મેઘવાળ સમાજ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

અખિલ કચ્છ મેઘવાળ સમાજ વતી પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં કચ્છના કલેકટરને હાલમાં ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમમાં મતદારોના નામ સાથે અટકમાં ‘હરિજન’ શબ્દ, જે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય જાહેર કરેલ છે તેને દૂર કરવા લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: જ્યારે કચ્છના સવર્ણોએ ગાંધીજીને ‘આભડછેટ નાબૂદી’નું વચન આપીને છેતર્યા!

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, હાલમાં SIR ના નિયમ હેઠળ રાજ્યની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયેલ છે, તે અનુસંધાને જણાવવાનું કે હજુ પણ ગામડાઓ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ અનુસૂચિત જાતિ સમાજના લોકોની મતદાર યાદીઓમાં ‘હરિજન’ શબ્દ લખાય છે, જે અસંસદીય શબ્દ છે અને તેને તાત્કાલિક દૂર કરવામાં આવે.

remove unconstitutional words in SIR

આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, સરકારે વિવિધ પરિપત્ર દ્વારા જાહેર કરેલ છે કે આવા શબ્દોનો ઉપયોગ કોઈપણ સરકારી રેકર્ડમાં ચલાવી શકાય નહીં. પરંતુ અજ્ઞાનતા અને નિરક્ષરતાને કારણે હજુ પણ ‘હરિજન’ અટક ઉપરોક્ત રીતે મતદાર યાદીમાં છપાયેલ છે, જે ગેરકાયદેસર અને અસંસદીય હોવાથી, ચાલી રહેલ મતદારયાદી સુધારણામાં  જેમની અટક હરિજન શબ્દ લખેલી હોય ત્યાં બીએલઓ મારફતે તે મતદારયાદીની મૂળ અટક જાતિ સાથે હરિજન શબ્દ દૂર કરવા અને નવી મતદાર યાદીમાં સામેલ પરિપત્ર મુજબ તે શબ્દ કાઢી નાખવા સુધારણા કરવામાં આવે. આ મામલે કલેક્ટર દ્વારા તાબાના તમામ અધિકારીઓ મારફત બીએલઓને સૂચના આપવામાં આવે.


આ પણ વાંચો:  મંદિરો પર I Love Mohammad લખી તણાવ ભડકાવનાર 4 હિન્દુ યુવકોની ધરપકડ

કચ્છ કલેક્ટરને આ આવેદનપત્ર સુપરત કરતી વખતે પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, વાલજીભાઈ મહેશ્વરી એડવોકેટ, રમણિક ગરવા, અશોક રાઠોડ, છગનદાસ બાપુ, હરિભાઈ પરમાર, હંસાબેન ચાવડા, પીએમ મહેશ્વરી, ધનજીભાઈ હેંગડા, મયૂર બળિયા, મોહન ચાવડા, પ્રેમ દનીચા, ધીરજ ધૂઆ, વિશાલ પંડ્યા, દીપક ગરવા, ભદ્રેશ ગરવા, મણિલાલ ગરવા, રાજુ દાફડા, મનજી ચૌહાણ, ધવલ ફુલીયા,ધવલ ગરવા, પ્રકાશ ગરવા, સંજય મહેશ્વરી વગેરે આગેવાનો સાથે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના કાર્યકરો જોડાયા હતા.

 

(વિશેષ માહિતીઃ નરેશભાઈ મહેશ્વરી, ભૂજ)

આ પણ વાંચો: ‘દલાલોનો સાથ, ખાનગીકરણનો વિકાસ’, મેયરપુત્રે સરકારની પોલ ખોલી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
3 months ago

Very good👍💯

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x