ભારતમાં જાતિવાદ ક્યા સ્તર સુધી જડ ઘાલી ગયો છે તેની આ વાત છે. હરિયાણાના રોહતકમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી (MDU) માં મહિલા સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે એક બાબતે ભારે વિવાદ થઈ ગયો. માસિકના કારણે થાક લાગી ગયો હોવાથી બે મહિલા સફાઈ કર્મચારીઓએ તેમના સુપરવાઇઝર પાસે આરામ કરવા માટે બ્રેક માંગ્યો હતો. જોકે, સુપરવાઇઝરે કથિત રીતે તેમને તેમના કપડાં ઉતારવા અને માસિક ધર્મની તપાસ કરાવવા કહ્યું હતું. આનાથી મહિલા સફાઈ કર્મચારીઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ હતી.
આ મામલે વિવાદ વધતા વિદ્યાર્થી સંગઠનો પણ સફાઈ કર્મચારીઓના સમર્થનમાં બહાર આવ્યા હતા અને આરોપી કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. યુનિવર્સિટી વહીવટીતંત્ર પર દબાણ વધતા આખરે સુપરવાઈઝરને દૂર કરવામાં આવ્યા હતા.
સુપરવાઈઝરે કપડાં ઉતારી તપાસ કરવા કહ્યું
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બે મહિલા સફાઈ કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે તેઓ તેમના માસિક દરમિયાન સ્વાસ્થ્યને કારણે થોડો સમય આરામ કરવા માંગ્યો હતો. આ માટે તેમણે તેમના સુપરવાઇઝર સાથે વાત કરી ત્યારે તેમની પરિસ્થિતિ સમજવાને બદલે તેણે અપશબ્દો કહ્યા. આરોપ છે કે સુપરવાઇઝરએ એક મહિલા સુરક્ષા ગાર્ડ દ્વારા મહિલા સફાઈકર્મીઓને તેમના કપડાં ઉતારવા અને તપાસ કરાવવા કહ્યું. જ્યારે બંને સફાઈકર્મી મહિલાએ ના પાડી ત્યારે તેમના પર દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આ પણ વાંચો: મોરબીનો યુવક ભણવા રશિયા ગયો અને યુક્રેન યુદ્ધમાં ધકેલી દેવાયો
એવો આરોપ છે કે સુપરવાઇઝરએ તેણીને તેના કપડાં ઉતારવા અને તપાસ માટે ફોટો પડાવવા કહ્યું. એ પછી અન્ય સફાઈ કર્મચારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી અને હંગામો થયો.
રજિસ્ટ્રારે કહ્યું – કડક કાર્યવાહી કરવામાં આવશે
આ મામલે વિવાદ વધતા રજિસ્ટ્રાર કેકે ગુપ્તા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, તેઓ યુનિવર્સિટીમાં આ મહિલાઓ સાથે જે પણ ગેરવર્તન થયું છે તેની તપાસ કરશે. તેમણે કહ્યું કે સુપરવાઇઝરને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને જે કોઈ દોષિત ઠરશે તેને બક્ષવામાં આવશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો આરોપીઓ સામે SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે, અને કોઈપણ મહિલા કર્મચારી સામે આવું વર્તન સહન કરવામાં આવશે નહીં. જોકે, મહિલા સફાઈ કર્મચારીઓ કે યુનિવર્સિટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: જો ભગવાન ઈચ્છશે તો હું ફરીથી આવું કરીશ’, CJI પર જૂતું ફેંકનાર રાકેશ કિશોર











Users Today : 54
*આવા નપુંસકોને ડીસમીસ કરવામાં આવશે તો તેમની દાદી જી નું ધાવણ યાદ આવી જશે. સરકારની રહેમ નજર ને કારણે જાતિવાદી ઓની હિંમત ખુલી ગઈ છે!
જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન!