સાબરમતી-ગુરુગ્રામ વંદે ભારત ટ્રેન 500 કિ.મી. સુધી ખોટા ટ્રેક પર દોડી!

અમદાવાદના સાબરમતીથી ગુરુગ્રામ સુધીની વંદે ભારત ટ્રેને 898 કિમીનું અંતર કાપવાનું હતું, પરંતુ તેણે 1400 કિમી લાંબી મુસાફરી કરી અને શરમજનક વિશ્વ રેકોર્ડ બની ગયો.
Sabarmati Gurugram Vande Bharat Train

મોદી સરકારની માનીતી વંદે ભારત ટ્રેને એક શરમજનક વૈશ્વિક રેકોર્ડ બનાવી દીધો છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનેથી ઉપડેલી વંદે ભારત ટ્રેનમાં 5 ઓક્ટોબરના રોજ એક મોટી ઓપરેશનલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોને અસુવિધા અને રેલવે વહીવટી તંત્ર માટે શરમજનક સ્થિતિ સર્જાઈ હતી. સાબરમતીથી ગુરુગ્રામ સુધી દોડતી ખાસ વંદે ભારત ટ્રેન 898 કિમીનું અંતર કાપવાનું હતું, પરંતુ ટેકનિકલ અને ઓપરેશનલ કારણોસર તેણે 1400 કિમી લાંબી મુસાફરી 28 કલાકમાં પૂર્ણ કરી.

898 કિ.મી.ને બદલે 1400 કિમી અંતર કાપવું પડ્યું

ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી સાંજે 6 વાગ્યે રવાના થઈ હતી. તેનો મૂળ રૂટ સાબરમતી, અજમેર, જયપુર અને ગુરુગ્રામ હતો. પરંતુ રેકમાં હાઇ-રીચ પેન્ટોગ્રાફ ન હોવાથી તેને મહેસાણા નજીક રોકવી પડી હતી. આ ઉપકરણ ઓવરહેડ વાયર (OHE) સાથે સંપર્ક જાળવવા માટે જરૂરી છે, ખાસ કરીને હાઇ-રાઇઝ OHE સિસ્ટમવાળા રૂટ પર તે ફરજિયાત ગણાય છે. પરંતુ વંદે ભારત ટ્રેનનો સ્ટાન્ડર્ડ પેન્ટોગ્રાફ ઊંચા ઓવરહેડ વાયર માટે પૂરતો નહોતો.

પરિણામે રેલવે અધિકારીઓએ ટ્રેનને તાત્કાલિક અમદાવાદ – ઉદયપુર – કોટા – જયપુર – મથુરા જેવા વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો. આ ડાયવર્ઝનથી મુસાફરીનું અંતર 1,400 કિમી સુધી વધી ગયું. પરિણામે એક વૈશ્વિક શરમજનક રેકોર્ડ બની ગયો.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ‘સમ્યક સમાજ’ દ્વારા ‘સમ્યક સન્માન કાર્યક્રમ’ યોજાશે

મુસાફરો 15 કલાકને બદલે 28 કલાકે ગંતવ્ય સ્થાને પહોંચ્યાં

ટ્રેન આ રીતે અચાનક 500 કિ.મી. વધારાની મુસાફરી પર નીકળી પડતા મુસાફરોએ 28 કલાકની કઠિન મુસાફરી સહન કરવી પડી હતી. એક મુસાફરે કહ્યું, “અમે 15 કલાકની મુસાફરી સમજીને નીકળ્યા હતા, પરંતુ ટ્રેને અમને 28 કલાકે પહોંચાડ્યા. આ આખો અનુભવ અત્યંત મુશ્કેલ અને થકવી નાખનારો હતો.”

રેલવે તંત્રની ઘોર બેદરકારી

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ સમજાવ્યું કે સમસ્યા પ્રી-ડિપ્લોયમેન્ટ ચેકના અભાવને કારણે હતી. વંદે ભારત એક્સપ્રેસમાં સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ પેન્ટોગ્રાફ હોય છે, પરંતુ અજમેર-દિલ્હી રૂટ જેવા હાઇ-રાઇઝ રૂટ પર હાઇ-રાઇઝ પેન્ટોગ્રાફ ફરજિયાત છે. આ ટ્રેનમાં આ ચેક મિસ થઈ જવાથી દુર્ઘટના ટળી ગઈ, પરંતુ રેકોર્ડબ્રેક અંતર કાપવું પડ્યું હતું.

આ ઘટના રેલ્વે વહીવટ માટે ચેતવણી સમાન હતી કે ટેકનિકલ નિરીક્ષણ અને રૂટ પ્લાનિંગમાં કોઈપણ બેદરકારી ભવિષ્યમાં મુસાફરો અને સંચાલન બંને માટે ગંભીર પરિણામો લાવી શકે છે.

આ પણ વાંચો: ત્રણ મજૂરો ગટર સાફ કરવા અંદર ઉતર્યા, એકનું મોત, બે ગંભીર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x