શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે આપઘાત કર્યો

શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ ભૂલથી પત્નીને ગોળી મારી. પત્નીનું મોત થતાં આઘાતમાં પોતે પણ ગોળી મારી આપઘાત કર્યો.
Shaktisinh Gohils nephew sucide

ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા(Shaktisinh Gohil’s nephew)એ અકસ્માતે પોતાની પત્નીને ગોળી મારી(shoots wife) દીધી હતી. જેમાં પત્નીનું મોત થતા આઘાતમાં તેણે પણ પિસ્તોલથી ગોળી મારીને આપઘાત(commits suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા તે દરમિયાન અકસ્માતે તેના પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. એ પછી તરત તેણે 108ને કોલ કર્યો હતો. જો કે, 108ની ટીમે આવીને ચેક કરતા રાજેશ્વરી ગોહિલનું મોત થઈ ચૂક્યું હતું. જેનાથી યશરાજસિંહને ભારે આઘાત લાગતા પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, બનાવ સમયે ઘરમાં તેમના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા.

આ પણ વાંચો: ઉનાના આંકોલાળીનો પીડિત દલિત પરિવાર 13 વર્ષથી રઝળે છે

Shaktisinh Gohils nephew sucide

આ મામલે વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. મૃતક ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા ક્લાસ 2 માંથી ક્લાસ 1 અધિકારી થયા હતા.

પત્નીનું મોત થતા પોતે પણ ગોળી મારી આપઘાત કર્યો

108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાતે 11.45 વાગ્યા આસપાસ તેમને કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત હતા. જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા, ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

Shaktisinh Gohils nephew sucide

રામદેવપીરના દર્શન કરીને આવ્યા બાદ ઘટના બની

મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા જ યશરાજસિંહ અને તેમની પત્ની બંને સોલા પાસે આવેલા રણુજા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. માનતા રાખી હોવાથી તે પૂરી કરવા માટે બંને જણા બીજના દિવસે દર્શન કરવા માટે ગયા હતા. પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ચાલી રહી હતી અને નજીકના દિવસોમાં જ વિદેશ જવાના હતા. યશરાજસિંહને ગાડી અને બંદૂકનો ખૂબ શોખ હતો અને હવે બંદૂકના શોખ જ તેમના માટે જીવલેણ સાબિત થયો હોવાથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

આ પણ વાંચો: હિંદુ રક્ષા દળના કાર્યકરોએ ઘરે ઘરે ફરી તલવારો વહેંચી, 10ની ધરપકડ

4 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x