ભાજપની દલિત વિરોધી નીતિ ખુલ્લી પડી! ચેતન ધાનાણી ફરી પ્રમુખ

ભાજપની દલિત વિરોધી નીતિ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. અમરેલીમાં દલિતોને ખૂલ્લેઆમ ગાળો ભાંડનાર ચેતન ધાનાણીને ફરી પ્રમુખ બનાવ્યો.
RSS આયોજિત શિવરાત્રીમાં દલિત બાળકોને અલગ જમવા બેસાડાયા!

શિવરાત્રી દરમિયાન RSS દ્વારા આયોજિત કાર્યક્રમમાં દલિત સમાજના બાળકોને કાર્યક્રમથી દૂર અલગ બેસાડવામાં આવતા હોબાળો મચ્યો!
કેરળમાં નોકરીના માત્ર 4 મહિનામાં દલિત પૂજારીએ રાજીનામું આપ્યું

કેરળના ત્રાવણકોર દેવસ્વમ બોર્ડમાં ફરજ બજાવતા દલિત પૂજારી પી.આર. વિષ્ણુએ જાતિગત ભેદભાવ અને સતત મળતી ધમકીઓના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
મંદબુદ્ધિના દલિત યુવકને દારૂ પાયો, કૂતરા સાથે શરમજનક કૃત્ય કરાવ્યું

Dalit News: મંદબુદ્ધિના દલિત યુવકને દારૂ પીવડાવી કૂતરા સાથે શરમજનક કૃત્ય કરાવાતા ભારે રોષ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી દલિત વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મૂક્યું

વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી કંટાળી BAMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા દલિત યુવકે ત્રીજા માળેથી પડતું મૂક્યું.
એક એવું ગામ, જ્યાં 40 વર્ષથી 360 દલિત પરિવારો અંધારામાં જીવે છે

વિકસિત ભારતના દાવાઓ વચ્ચે આ ગામમાં 360 દલિત પરિવારો છેલ્લા 4 દાયકાથી વીજળી અને પાયાની સુવિધાઓ વિના નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે.
દલિત પરિવારની જાન રોકી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાતા ફફડાટ

દલિત યુવતીના લગ્ન દરમિયાન ડીજે પર ડાન્સ કરવા બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ. પથ્થરમારો કરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું.
વાસણાના દલિત યુવકની આત્મહત્યાના 80 દિવસ પછી પણ આરોપીઓ ફરાર

વાસણામાં દલિત યુવકે કરેલી આત્મહત્યાના કેસમાં વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજો આરોપી હોવાથી પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી?
રસોઈયો દલિત હોવાથી સવર્ણોએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું

‘અમારા છોકરાઓને દલિતના હાથનું બનેલું ખાવાનું નથી ખવડાવવું, અભડાઈ જાય.’ કહીને સવર્ણ વાલીઓએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું.
જામનગરના ચંગામાં લગ્નમાં ઢોલ વગાડતા ત્રણ દલિતો પર હુમલો

જામનગરના ચંગા ગામે લગ્ન પ્રસંગમાં ઢોલ પર ઉડેલા પૈસાની લેતીદેતીમાં ત્રણ દલિત ભાઈઓને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા.