તોફાની તત્વોએ આદિવાસી યોદ્ધા ટંટ્યા મામાની પ્રતિમા તોડી નાખી

તોફાની તત્વોએ રાત્રે બહુજન યોદ્ધા ટંટ્યા મામા(Tantya Mama)ની પ્રતિમાને તોડી નાખી. અગાઉ પણ આ જ રીતે પ્રતિમાને તોડી હતી. આદિવાસીઓમાં રોષ.
Tantya Mama Statue Vandalised

Tantya Mama Idol Vandalised: મનુવાદી તત્વોને બહુજન મહાનાયકોના વિચારોની સાથે તેમની પ્રતિમાઓ લાગે તેની સામે પણ ભારોભાર વાંધો હોય છે. એટલે જ તેઓ ડો.આંબેડકરથી લઈને અનેક દલિત-બહુજન મહાનાયકોની પ્રતિમાઓમાં તોડફોડ કરતા રહે છે.

આવું જ કંઈક મધ્યપ્રદેશના ધાર વિસ્તારમાં બન્યું છે, જ્યાં તોફાની તત્વોએ આદિવાસી જનનાયક ટંટ્યા ભીલ(Tantya Mama)ની પ્રતિમાને સતત બીજી વાર નિશાન બનાવીને તોડી નાખી(Vandalised) હતી. આ ઘટનાને લઈને આદિવાસી સમાજ(Adivasi community) રોષે ભરાયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે, જો પોલીસ આરોપીને પકડીને તેમની સામે કડક પગલાં નહીં ભરે તો તેઓ આંદોલન કરશે. આદિવાસી સમાજે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: મોરબીનો યુવક ભણવા રશિયા ગયો અને યુક્રેન યુદ્ધમાં ધકેલી દેવાયો

મધ્યપ્રદેશના ધાર વિસ્તારની ઘટના

મળતી માહિતી મુજબ, મંગળવારે મધ્યપ્રદેશના ધારમાં કોટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી જનનાયક ટંટ્યા મામાની પ્રતિમાને બદમાશોએ નુકસાન પહોંચાડ્યું હતું. આ વાતની જાણ થતાં આદિવાસી સમાજે કાનવન પોલીસને જાણ કરી હતી. એક જ વર્ષમાં બીજી વખત આ પ્રતિમાને તોફાની તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જેના કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ છે.

આદિવાસી સમાજ રોષે ભરાયો

રેશમગરાના રહેવાસી ઓમકાર ભાબરે આ મામલે કાનવન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું હતું કે, કોઈએ ટંટ્યા મામાની પ્રતિમાનો ચહેરો તોડી નાખ્યો હતો અને બંદૂકનું નાળચું પણ તોડી નાખ્યું હતું. આનાથી આદિવાસી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ત્રણ મજૂરો ગટર સાફ કરવા અંદર ઉતર્યા, એકનું મોત, બે ગંભીર

નેતાઓએ રાજકારણ શરૂ કરી દીધું

આ દરમિયાન, બુધવારે વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે સોશિયલ પ્લેટફોર્મ X પર આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી. સિંઘારે પોસ્ટ કરી હતી કે, “આ પ્રકારની ઘટના ખૂબ જ નિંદનીય છે. આ ફક્ત એક પ્રતિમા નથી, પરંતુ આદિવાસી સમાજની શ્રદ્ધા, સન્માન અને ગૌરવનું પ્રતીક છે. આવી ઘટનાઓ વહીવટીતંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. હું માંગ કરું છું કે ગુનેગારની ધરપકડ કરવામાં આવે અને તેને કડકમાં કડક સજા આપવામાં આવે.”

કલેક્ટરને આવેદનપત્ર અપાયું

આ દરમિયાન, JAIS ના અધિકારીઓએ પણ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. SDM ને સુપરત કરાયેલા આવેદનપત્રમાં અજાણ્યા આરોપીઓને શોધીને તેમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આ બાબતે કોઈની ધરપકડ કરાયાની કોઈ જાણકારી મળી રહી નથી.

આ પણ વાંચો: IPS પૂરણ કુમારની સુસાઈડ નોટ મળી, 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x