શિક્ષણ ક્ષેત્રથી દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજના બાળકો દૂર જ રહે તે માટે મનુવાદી તત્વો સતત તેમને ઉતારી પાડવાના પેંતરા કરતા રહેતા હોય છે. શિક્ષણ ફિલ્ડ પર ચોક્કસ જાતિના શિક્ષકો આજે પણ કબ્જો જમાવીને બેઠા છે અને તેઓ અન્ય કોઈપણ જાતિના લોકો આ ફિલ્ડમાં ઘૂસી ન શકે તે માટે સતત પ્રયત્નો કરતા રહે છે.
તેમાં પહેલું પગથિયું એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજના બાળકોને શિક્ષણથી વંચિત કરવાનો હોય છે, અને તેના માટે સૌથી સહેલું પગલું આ સમાજના બાળકોને માર મારવો, જાહેરમાં ઉતારી પાડવા અને તેના આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડવાનું હોય છે. મનુવાદી શિક્ષકોના આ પેંતરાઓ હવે ખૂલ્લા પડી ગયા હોય તેમ જણાય છે. આવી જ એક ઘટનાનો બાવળાના બગોદરામાં પર્દાફાશ થયો છે.
બગોદરા પ્રાથમિક શાળાની મનુવાદી શિક્ષિકાએ એક નિર્દોષ વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. અમીબેન નામની શિક્ષિકાએ ગુસ્સામાં આવી ઘોરણ 5માં ભણતા વિદ્યાથીને લાકડી વડે માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીને હાથના ભાગે પાટાપિંડી કરવાની નોબત આવી હતી. શાળા દ્વારા ઘટનાની જાણ વાલીને કરવામાં આવતા વાલીએ 112માં જાણ કરી ફરિયાદ નોંધાવી છે. જે મામલે બગોદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો: બે દલિત બાળકોની બલિ ચઢાવી દેનાર તાંત્રિક આઝાદ ફરે છે
વાલીએ મનુવાદી શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી
વાલીએ ઘટના અને ફરિયાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘મારો છોકરો સવારો શાળાએ ગયો હતો, ત્યાં બેન દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો. મને ઘટનાની જાણ થતાં જ મેં 112માં ફોન કર્યો હતો. તેમણે તપાસ કરી હતી અને મારા દીકરાને દવાખાને મોકલ્યો હતો. જે બાદ મને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો જ્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હું ઈચ્છું છું કે બગોદરા પ્રાથમિક શાળાના બધા શિક્ષકો અને પોલીસ આ મુદ્દે ન્યાય મળે તે રીતે પગલાં ભરે’
અગાઉ પણ શિક્ષિકાએ અનેક વિદ્યાર્થીઓને માર માર્યો છે
બગોદરા પ્રાથમિક શાળાના આચાર્યએ જણાવ્યું કે ‘મારી શાળામાં ધોરણ 5 કના વર્ગ શિક્ષક અમીબેન રાવલ દ્વારા બાળકોને મારવાની ઘટના લગભગ આઠેક વાર નજર સામે આવી છે. આ પહેલા પણ બેન દ્વારા માર મારવાની ઘટના ફરી નહીં બને તેવી મૌખિક બાહેંધરી પ્રાથમિક શાળાના શિક્ષકો, વાલી અને TPOને આપવામાં હતી. તેમ છતાં આજ રોજ જાણવા મળ્યું છે કે બેને ફરી એક બાળકના હાથમાં માર મારી ઈજા પહોંચાડી છે. એ બાળકને બોલાવી તેના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે કામેથી થાકીને આવ્યા હતા એટલે તેમને તેમના ભાઈને મોકલ્યો હતો જે ગુસ્સામાં હતા, તેમને મને ફરિયાદ કરી હતી, મેં સમજાવ્યા હતા બાદમાં મેં કહ્યું હતું કે લેખિત ફરિયાદ મળશે તો અમે ઘટનાની જાણ TPOને કરીશું, અને બેનને યોગ્ય કાઉન્સિલિંગની જરૂર હશે તો તે પણ કરાવીશું’
આ પણ વાંચો: એક ‘થીસિસ ચોર’ના નામે Teacher’s Day કેવી રીતે મનાવી શકાય?
શિક્ષિકા સામે આચાર્ય ફરિયાદ કરવામાંથી છટકી ગયા
આચાર્ય, કાર્યવાહી કરીશુંના નામે ધોયેલાં મૂળાની માફક જવાબદારીમાંથી છટકી ગયા છે, પણ એ ભૂલી ગયા છે કે આચાર્ય હોવાના નાતે બાળકોના માનસિક અને શારીરિક ટૉર્ચર ન થાય તે જોવાની પણ જવાબદારી તેમની છે. સવાલ એ છે આચાર્યએ સ્વીકાર્યું છે કે પહેલા પણ અમીબેન દ્વારા માર મારવાની ઘટનાઓ સામે આવી હતી તો ત્યારે જ જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ બાળક ઈજાનો ભોગ ન બન્યો હોત! પણ તેવું થયું નથી.
બાળકો છે, ભૂલ તો થાય, પણ આ રીતે સજા ન કરાય
પ્રાથમિકમાં ભણતા બાળકો નાના હોય છે તે કોઈના કોઈ કારણસર નજીવી ભૂલો કરતાં પણ હશે પણ શિક્ષકે બાળક બનીને પ્રેમથી તેમની સાથે કામ કરવું જોઈએ પણ હાલ અનેક એવા શિક્ષકો છે જે બાળકો પર વારંવાર હાથ ઉગામે છે અને તેમણે નુકસાન પહોંચાડે છે, જે કાયદાકીય રીતે ગુનો છે. અમીબેન સામે તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ, આચાર્યએ પણ સામેથી સ્ટાફ દ્વારા આવું વર્તન થાય તો સંબંધિત અધિકારીને જાણ કરી એક્શન લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર લગામ લગાવી શકાય.
આ પણ વાંચો: ‘ટીચર કહે છે તમે નીચી જાતિના છો, તમે લોકો અહીંના બેસો!’











*મહાન લોકતાંત્રિક ભારત હિન્દુ રાષ્ટ્ર બનવું અસંભવ છે! દેશમાં છુટાછવાયા ઘાતકી હુમલાઓ કે બનાવોથી ડરવાની કોઈ જરૂર નથી, કેમકે સમગ્ર ભારતમાં સવર્ણ જાતિવાદી હિન્દુ અને સનાતની હિંદુ ફકત કહેવા પુરતા જ છે! હિન્દુ સમાજ એક વિશાળ “આઈ બર્ગ”! સમાન છે! વિશાળ સમુદ્રની સપાટીનો ઉપરનો ભાગ છે તે જ ઉપરની ટોચ એટલે જ હિન્દુ સનાતની અને હિન્દુ સવર્ણ
બાકી નો સમુદ્રનાં જળમાં સમાયેલો ભાગ તે જ અસલ ભારતીય લોકો છે મતલબ કે મૂળ નિવાસી બૌદ્ધ ભારતીયો છે! આપણે મનુવાદ કે બ્રાહ્મણવાદથી વારંવાર છેતરાવું જરૂરી નથી. ભારતીય મૂળના બૌદ્ધોએ વિશ્વનાં તમામ બૌદ્ધો સાથે એક બેનર હેઠળ ભારતીય બૌદ્ધોએ
એકતાની ભાવના સાથે જોડાયેલા રહેવું ખૂબ જ આવશ્યક છે! ધન્યવાદ સાધુવાદ! જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન! સત્યમેવ જયતે!
સંવિધાન વિજયતે! સબકા મંગલ જીવન હો!